Train Route Diversion:અમદાવાદ–દરભંગા સ્પેશિયલ ટ્રેનનો રૂટ બદલાયો
Train Route Diversion: લલિતપુર યાર્ડના રી-મોડેલિંગ કાર્યને કારણે અમદાવાદ–દરભંગા વિશેષ ટ્રેન નિર્ધારિત તારીખોએ બદલાયેલા માર્ગ પરથી દોડશે.
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઅમદાવાદ, 03 જુલાઈ: Train Route Diversion: મુસાફરોની સુવિધા અને સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે ઉત્તર મધ્ય રેલવેના લલિતપુર સ્ટેશન પર યોજાનારા યાર્ડ રી-મોડેલિંગ કાર્યને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત વિશેષ ભાડાવાળી ટ્રેન નં. 09465 અમદાવાદ–દરભંગા સ્પેશિયલ અને 09466 દરભંગા–અમદાવાદ સ્પેશિયલને નિર્ધારિત તારીખોએ બદલાયેલા માર્ગ પરથી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિગતો નીચે મુજબ છે—
● ટ્રેન નં. 09465 અમદાવાદ–દરભંગા સ્પેશિયલ
17 જુલાઈ, 2026ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરીને નાગદા–કોટા–સવાઈ માધોપુર–બયાના–ઈદગાહ આગ્રા–ટૂંડલા–ગોવિંદપુરી–પ્રયાગરાજ માર્ગે દોડશે. આ દરમિયાન ટ્રેન ઉજ્જૈન જંક્શન, ગુના જંક્શન, બીના જંક્શન અને વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંક્શન સ્ટેશનો પર રોકાશે નહીં.
આ પણ વાંચો:- PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે
● ટ્રેન નં. 09466 દરભંગા–અમદાવાદ સ્પેશિયલ
18 જુલાઈ, 2026ના રોજ દરભંગાથી પ્રસ્થાન કરીને પ્રયાગરાજ–ગોવિંદપુરી–ટૂંડલા–ઈદગાહ આગ્રા–બયાના–સવાઈ માધોપુર–કોટા–નાગદા માર્ગે દોડશે. આ દરમિયાન ટ્રેન વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંક્શન, બીના જંક્શન, ગુના જંક્શન અને ઉજ્જૈન જંક્શન સ્ટેશનો પર રોકાશે નહીં.
