RJT Independence Day: રાજકોટ રેલવે ડિવિઝનમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી
RJT Independence Day: રાજકોટ રેલ મંડળમાં દેશભક્તિ અને ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી, અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રસેવાનો સંકલ્પ લીધો.
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોરાજકોટ, 15 ઓગસ્ટ: RJT Independence Day: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 80મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે રાજકોટ સ્થિત ડીઆરએમ કાર્યાલય પરિસરમાં યોજાયેલા સમારોહમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ ધ્વજવંદન કર્યું, રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી તથા સમારંભિક પરેડનું નિરીક્ષણ કર્યું.
મીનાએ રેલકર્મીઓને સંબોધિત કરતા તેમને તથા તેમના પરિજનોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી અને પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેનો સંદેશ સંભળાવ્યો.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ત્યારબાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રેલ કર્મચારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ગીતો અને સમૂહ નૃત્યે સમગ્ર વાતાવરણને દેશભક્તિની ભાવનાથી સભર કરી દીધું. રાજકોટ ડિવિઝનમાં (RJT Independence Day) ‘સ્વતંત્રતા દિવસ સમારોહ-2026’ અંતર્ગત નાણાકીય વર્ષ 2025-26માં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિવિધ વિભાગોના કુલ 40 કર્મચારીઓને ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીના દ્વારા મેરિટ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા.

80મા સ્વતંત્રતા દિવસના (RJT Independence Day) પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), રાજકોટ દ્વારા રાજકોટ સ્થિત રેલવે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળોના પેકેટ વિતરિત કરવામાં આવ્યા. આ પ્રસંગે હોસ્પિટલના સ્ટાફને ડિનર સેટ અને સર્વિંગ પ્લેટ્સ પણ ભેટ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, રાજકોટના અધ્યક્ષ મુકેશી મીના, ઉપાધ્યક્ષ રશ્મિ સિંહ અને સચિવ એકતા જૈન તથા તેમની ટીમ ઉપસ્થિત રહી.

સ્વતંત્રતા દિવસના આ સમારોહમાં અપર ડિવિઝનલ રેલ પ્રબંધક બ્રિજેશ કુમાર સિંહ, ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહ, વરિષ્ઠ ડિવિઝનલ કાર્મિક અધિકારી અમૃત સોલંકી, મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. રાજકુમાર, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, ટ્રેડ યુનિયનો અને સંગઠનોના હોદ્દેદારો, પેન્શનર્સ તથા રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમના અંતમાં વરિષ્ઠ ડિવિઝનલ સામગ્રી પ્રબંધક આશા રજનીએ સમારોહને સફળ બનાવવા માટે તમામનો આભાર વ્યક્ત કર્યો.
