Train Diversion: જામવંથલી–અલિયાબાડા રેલવે ડબલિંગની અસર, વધુ કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર
Train Diversion: બે ટ્રેનોનું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ; અન્ય ચાર ટ્રેનોના સંચાલનમાં પણ ફેરફાર
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોરાજકોટ, 27 ઑક્ટોબર: Train Diversion: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં જામવંથલી–અલિયાબાડા રેલવે સેક્શન પર ડબલિંગ કાર્ય અંતર્ગત જામવંથલી સ્ટેશન ખાતે 3 નવેમ્બર, 2026ના રોજ બપોરે 15:20 વાગ્યાથી સાંજે 19:50 વાગ્યા સુધી 4 કલાક અને 30 મિનિટનો રેલવે બ્લૉક લેવામાં આવશે. આ કામગીરીના કારણે વધુ કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ પ્લેટફોર્મની અનુપલબ્ધતાને લીધે બે ટ્રેનોનું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ રહેશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા–હાપા એક્સપ્રેસ
2 નવેમ્બર, 2026ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થનારી ટ્રેન નંબર 12476ને માર્ગમાં 3 કલાક રેગ્યુલેટ (મોડી) કરવામાં આવશે. - ટ્રેન નંબર 22940 બિલાસપુર–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ
2 નવેમ્બર, 2026ના રોજ બિલાસપુરથી રવાના થનારી ટ્રેન નંબર 22940 ડાયવર્ટ કરેલા રૂટ પર ઓખા જશે. આ દરમિયાન આ ટ્રેન રાજકોટ, ભક્તિનગર, વાંસજાળિયા અને કાનાલૂસ થઈને દોડશે. પરિણામે, આ ટ્રેનનું હાપા અને જામનગર સ્ટેશને સ્ટોપેજ રહેશે નહીં. - ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ
2 નવેમ્બર, 2026ના રોજ બાંદ્રા ટર્મિનસથી રવાના થનારી ટ્રેન નંબર 22923ની મુસાફરી રાજકોટ સ્ટેશન પર જ સમાપ્ત કરવામાં આવશે. આ કારણોસર આ ટ્રેન રાજકોટ–જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. - ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ
3 નવેમ્બર, 2026ના રોજ રવાના થનારી ટ્રેન નંબર 22924 જામનગરને બદલે રાજકોટ સ્ટેશનથી પોતાની મુસાફરી શરૂ કરશે. આ કારણોસર આ ટ્રેન જામનગર–રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
જામવંથલી સ્ટેશન પર બે ટ્રેનોનું સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ
આ પણ વાંચો:- Love Poetry: પ્રેમ, વિરહ અને યાદોની મીઠી વેદના
ડબલિંગ કામગીરી દરમિયાન પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે નીચે મુજબની ટ્રેનોનું જામવંથલી સ્ટેશન પર સ્ટોપેજ નિયત સમયગાળા માટે અસ્થાયી ધોરણે રદ કરવામાં આવ્યું છે:
- ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ
28 ઑક્ટોબરથી 3 નવેમ્બર, 2026 સુધી મુંબઈ સેન્ટ્રલથી રવાના થનારી ટ્રેન નંબર 22945નું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ રહેશે. - ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ
29 ઑક્ટોબરથી 4 નવેમ્બર, 2026 સુધી ઓખાથી રવાના થનારી ટ્રેન નંબર 22946નું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ રહેશે.
રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાની સંબંધિત ટ્રેનની સ્થિતિ અને સંચાલન અંગેની તાજેતરની માહિતી મેળવી લે.
