AMC kalupur

Ahmedabad Development: અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના રસ્તા પહોળા થશે

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

અમદાવાદ, 27 ઓક્ટોબર: Ahmedabad Development: અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસને ધ્યાનમાં રાખીને મુસાફરોની અવરજવર સરળ બનાવવા અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રસ્તાઓ પહોળા કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ આયોજન અંતર્ગત સારંગપુર સર્કલથી ડીસીપી ઝોન-3ની કચેરી સુધીના હાલના 18 મીટર પહોળા રસ્તાને 30 મીટર પહોળો કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ (GPMC Act)ની કલમ 210 હેઠળ સૂચિત રોડલાઇન નિર્ધારિત કરીને જાહેર જનતાના વાંધા અને સૂચનો મંગાવવા માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા હાલના કાળુપુર રેલવે સ્ટેશનના (Ahmedabad Development) સ્થળે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજે દરરોજ 3.12 લાખ મુસાફરો સ્ટેશનનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. મુસાફરોની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેશન સુધી પહોંચવા અને ત્યાંથી બહાર નીકળવા માટે સુગમ માર્ગવ્યવસ્થા ઊભી કરવી તેમજ આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવું જરૂરી બન્યું છે. આ હેતુસર AMC દ્વારા સ્ટેશનને જોડતા માર્ગો પહોળા કરવા અને વધારાના માર્ગો ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

રસ્તા પહોળા કરવાની આ કામગીરીમાં સારંગપુર સર્કલથી ડીસીપી ઝોન-3ની કચેરી સુધીના માર્ગની સૂચિત રોડલાઇનમાં આવતી અંદાજે 17 મિલકતોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ મિલકતો સંબંધિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ 2,965 ચોરસ મીટર જગ્યા હયાત રસ્તામાં ભેળવવાનું આયોજન છે. હાલના 18 મીટરના રસ્તાને 30 મીટર સુધી પહોળો કરવાથી આ માર્ગ પર વાહનવ્યવહારની ક્ષમતા વધારવામાં અને રેલવે સ્ટેશન તરફના આવાગમનને વધુ સુગમ બનાવવામાં મદદ મળશે.

આ પણ વાંચો:- Cyclone Arnab: ચક્રવાત ‘અર્નબ’નો ખતરો વધ્યો, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ; 53 ટ્રેનો રદ

આ ઉપરાંત, સારંગપુર સર્કલથી રોજી સિનેમા તરફ જતા માર્ગ પર આવેલી દુકાનો અંગે પણ AMC દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડા તથા પરમિટના ધોરણે ફાળવવામાં આવેલી આ દુકાનોની જગ્યા કોર્પોરેશનને પરત સોંપવા માટે સંબંધિત દુકાનધારકોને નોટિસ આપવામાં આવી છે. નિયમાનુસારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ વિસ્તારને અવરોધમુક્ત કરીને કાળુપુર રેલવે સ્ટેશન તરફથી આવાગમન માટે વધુ પહોળો માર્ગ જાહેર જનતાના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.

આ બંને કામગીરીના અમલથી કાળુપુર રેલવે સ્ટેશન તરફ આવતા અને ત્યાંથી જતા મુસાફરોને વધુ સુગમ માર્ગવ્યવસ્થા ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. સાથે જ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં અને સમગ્ર વિસ્તારની પરિવહન વ્યવસ્થામાં સુધારો કરવામાં મદદ મળશે. કાળુપુર રેલવે સ્ટેશનના આધુનિકીકરણની સાથે આસપાસના માર્ગોનું સુઆયોજિત વિકાસકાર્ય હાથ ધરવાની AMCની આ કાર્યવાહી શહેરના પરિવહન માળખાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.