Mushroom farming

Mushroom Farming: મશરૂમની ખેતીથી વધતી રોજગારીની નવી તકો

Mushroom Farming: ઓછા ખર્ચે અને ઓછી જમીનમાં મશરૂમની ખેતી શક્ય; પોષક તત્ત્વોથી ભરપૂર મશરૂમની વધતી માંગથી ખેડૂતો અને યુવાનો માટે આવકની નવી તકો ઊભી થઈ રહી છે.

મશરૂમની ખેતીથી (Mushroom Farming) આજીવિકાની નવી તકો, ખેડૂતો અને મહિલાઓ બની રહ્યાં છે આત્મનિર્ભર

તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાઓ.
WhatsApp Community →

અમદાવાદ, 10 નવેમ્બર: Mushroom Farming: સ્વસ્થ આહાર પ્રત્યે વધતી જતી રુચિ સાથે ભારતના બાગાયતી ક્ષેત્રમાં મશરૂમની ખેતીનું મહત્ત્વ વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં વિકાસની પણ ઘણી સંભાવનાઓ છે. મશરૂમ તેમના પોષક ગુણધર્મો માટે જાણીતા છે. તેમાં સામાન્ય રીતે કેલરી, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે પ્રોટીન, આહાર ફાઇબર, વિટામિન્સ અને ખનિજો પૂરતા પ્રમાણમાં મળે છે. મશરૂમની ખેતી ઓછી જમીનમાં તેમજ ગ્રામીણ, શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં પણ કરી શકાય છે.

કચરો ઉપાડવાથી લઈને વધતી તકો સુધી

એક સામાન્ય જગ્યા, મશરૂમની (Mushroom Farming) ખેતીની કેટલીક બેગ અને એક નવું કૌશલ્ય અનેક આજીવિકાની તકો ઊભી કરી શકે છે. સમગ્ર ભારતમાં મશરૂમની ખેતી ખેડૂતો, મહિલાઓ અને ગ્રામીણ યુવાનો માટે આજીવિકાના સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના ઇપ્પટમ ગામની રૂથુ માટે આ સફર વૈકલ્પિક આજીવિકાના સ્ત્રોતની શોધથી શરૂ થઈ હતી. 20 વર્ષની ઉંમરે તે કચરો વીણવાનું કામ કરતી હતી અને પોતાની સ્વતંત્ર આજીવિકા સ્થાપિત કરવા ઇચ્છતી હતી.

આ તક તેમને સ્કિલ ટ્રેનિંગ ફોર રૂરલ યુથ (STRY) પહેલ હેઠળ યોજાયેલા ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમ દ્વારા મળી હતી. ગુંટુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) દ્વારા મશરૂમ ઉત્પાદનની તાલીમ આપવામાં આવી હતી. તેમાં ખાતર તૈયાર કરવું, સ્પાવિંગ, કેસિંગ, પિનિંગ અને લણણી જેવા મહત્ત્વપૂર્ણ તબક્કાઓનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમ આંધ્રપ્રદેશની સ્ટેટ એગ્રીકલ્ચરલ મેનેજમેન્ટ એન્ડ એક્સટેન્શન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAMETI) અને હૈદરાબાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચરલ એક્સટેન્શન મેનેજમેન્ટ (MANAGE)ના સહયોગથી યોજાયો હતો.

આ પણ વાંચો:- Iskcon Sanand Corridor: અમિત શાહે અમદાવાદમાં ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું

સ્પાવિંગ: મશરૂમના બીજ (સ્પાન)ને તૈયાર કરેલા ખાતર સાથે ભેળવવાની પ્રક્રિયાને સ્પાવિંગ કહેવામાં આવે છે.

કેસિંગ: સ્પાન રનિંગ પછી ખાતર પર કેસિંગ માટીનો એક સ્તર નાખવામાં આવે છે, જેથી મશરૂમની રચનાને પ્રોત્સાહન મળે. આ માટી ભેજ જાળવી રાખવામાં અને મશરૂમના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં મદદ કરે છે.

પિનિંગ: આ એવો તબક્કો છે, જ્યારે કેસિંગની સપાટી પર નાના મશરૂમ દેખાવા લાગે છે. આ નાના મશરૂમને પિનહેડ્સ કહેવામાં આવે છે.

ભારતમાં ઘણા ખેડૂતો મર્યાદિત મૂડી સાથે નાના અને સીમાંત ખેતરોમાં ખેતી કરે છે. તેમના માટે મશરૂમની ખેતી એક સારો વિકલ્પ બની શકે છે, કારણ કે તેમાં કૃષિ કચરાનો ઉપયોગ ખેતીના માધ્યમ તરીકે થાય છે અને પરંપરાગત ખેતીની સરખામણીએ ઓછી જમીન, પાણી અને નાણાકીય રોકાણની જરૂર પડે છે. મશરૂમની ખેતી કૃષિ આધારિત વ્યવસાય તરીકે પણ સંભાવનાઓ ધરાવે છે. તે સંસાધનોના યોગ્ય ઉપયોગ, રોજગાર સર્જન, ટકાઉ વિકાસ અને પોષણ સુરક્ષા જેવા મુદ્દાઓમાં મદદરૂપ બની શકે છે.

તાલીમ દરમિયાન મેળવેલી કુશળતાનો ઉપયોગ કરીને રૂથુએ દૂધિયા મશરૂમની (Mushroom Farming) ખેતી શરૂ કરી અને સ્થાનિક બજારમાં નિયમિત પુરવઠો ઊભો કર્યો. તેનું ઉત્પાદન દરરોજ આશરે 8 કિલોગ્રામ સુધી પહોંચ્યું, જેના પરિણામે તેને દર મહિને લગભગ ₹35,000ની આવક થવા લાગી.

તેણીએ ખેતી દરમિયાન યોગ્ય તાપમાન અને ભેજ જાળવવા, રોગમુક્ત ચોખાના ભૂસાનો ઉપયોગ કરવા અને સારી ગુણવત્તાવાળા સ્પાનનું મહત્ત્વ પણ શીખ્યું. તેના શિક્ષણ અને અનુભવથી પ્રેરાઈને સમુદાયના અન્ય ત્રણથી ચાર સભ્યોએ પણ તેના માર્ગદર્શન અને સહયોગથી નાના પાયે મશરૂમની ખેતી શરૂ કરી.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

રૂથુનો અનુભવ દર્શાવે છે કે યોગ્ય કૌશલ્ય વિકાસ અને તેનું વ્યવહારુ અમલીકરણ આજીવિકાના નવા વિકલ્પો ઊભા કરી શકે છે. ટૂંકા તાલીમ કાર્યક્રમથી શરૂ થયેલી આ સફર આવકનો સ્ત્રોત બની અને અન્ય લોકોને પણ મશરૂમની ખેતી અપનાવવા પ્રેરણા આપી.

એક મહિલા, અનેક આજીવિકા: મશરૂમ ગામનું નિર્માણ

જ્યારે વ્યક્તિગત પ્રયાસ સામૂહિક પહેલમાં પરિવર્તિત થાય છે, ત્યારે આજીવિકા સંબંધિત પ્રયાસો દૂરગામી પરિવર્તન લાવી શકે છે. (Mushroom Farming) બિહારના નાલંદા જિલ્લાના અનંતપુર ગામની અનિતા દેવીની મશરૂમ ખેતીથી લઈને સમુદાયના નેતૃત્વ સુધીની સફર તેનું ઉદાહરણ છે. તેમની પહેલ દર્શાવે છે કે સ્થાનિક સ્તરે શરૂ થયેલી આજીવિકા પ્રવૃત્તિ ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક તકો ઊભી કરી શકે છે અને સામૂહિક વ્યવસાયને મજબૂત બનાવી શકે છે.

અનિતા માટે મશરૂમની ખેતીની શરૂઆત સ્વતંત્ર આવક મેળવવાની ઇચ્છાથી થઈ હતી. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી અને જી.બી. પંત યુનિવર્સિટીમાં તાલીમ લેવાથી તેમના જ્ઞાનમાં વધારો થયો હતો. વર્ષ 2010માં બિહારના નાલંદા જિલ્લાના હરનૌટ બ્લોકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) સાથેના જોડાણે તેમની ઉદ્યોગસાહસિક સફરને નવી દિશા આપી હતી.

KVKના અધિકારીઓના પ્રોત્સાહનથી તેમણે છીપ અને દૂધિયા સફેદ મશરૂમની ખેતી શરૂ કરી. આ જાતો સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ છે અને કૃષિ કચરાનો ઉપયોગ કરીને ઉગાડી શકાય છે.

તેમની પહેલથી અનંતપુર ગામની અન્ય મહિલાઓને પણ મશરૂમની ખેતી શરૂ કરવાની પ્રેરણા મળી. ધીમે ધીમે આ પ્રવૃત્તિ આસપાસનાં ગામોમાં પણ ફેલાઈ. વર્ષ 2012માં રાજ્યના કૃષિ વિભાગે અનંતપુરને ‘મશરૂમ ગામ’ જાહેર કર્યું. સમુદાયમાં મશરૂમની ખેતીને પ્રોત્સાહન આપવામાં તેમની ભૂમિકાને કારણે અનિતા ‘મશરૂમ વુમન’ તરીકે જાણીતી બની.

જેમ જેમ ખેતીનો વિસ્તાર વધતો ગયો, તેમ તેમ સારી ગુણવત્તાવાળા મશરૂમ સ્પાન (બીજ)ની ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ બની. રાષ્ટ્રીય બાગાયત મિશનની મદદથી અનિતાએ ₹15 લાખની સબસિડી સાથે સ્પાન ઉત્પાદન પ્રયોગશાળાની સ્થાપના કરી. તેનાથી મશરૂમના બીજની અછત દૂર કરવામાં મદદ મળી.

તેમણે માધોપુર ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડની સ્થાપના કરીને સામૂહિક સાહસને વધુ મજબૂત બનાવ્યું. આ કંપની મશરૂમ ઉત્પાદકો અને વેચાણકર્તાઓ સાથે કામ કરે છે તથા મહિલાઓને સરકારી યોજનાઓ અને બજારો સાથે જોડવામાં મદદ કરે છે.

વર્ષ 2023 સુધીમાં નાલંદામાં જીવિકા સ્વસહાય જૂથો (SHGs)ની 250થી વધુ મહિલાઓ મશરૂમ સંબંધિત આજીવિકા પ્રવૃત્તિઓમાં જોડાઈ હતી. અનંતપુરને ‘બિહારના મશરૂમ ગામ’ તરીકે મળેલી ઓળખ દર્શાવે છે કે એક મહિલાની આર્થિક સ્વતંત્રતાની શોધ સમગ્ર સમુદાય માટે પ્રેરણારૂપ બની શકે છે.

અનિતા દેવીની સફર દર્શાવે છે કે કૌશલ્ય વિકાસ, સંસ્થાકીય સહયોગ, જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા અને સામૂહિક પ્રયાસો આજીવિકાની તકોને વિસ્તૃત કરવામાં એકબીજાના પૂરક બની શકે છે.

જ્યારે એક એન્જિનિયરે મશરૂમ ઉગાડવાનું પસંદ કર્યું

મશરૂમની ખેતી માત્ર પરંપરાગત ખેડૂતો માટે જ નહીં, પરંતુ જમીનનો ઓછો ઉપયોગ કરીને નવો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા વ્યાવસાયિકો માટે પણ આજીવિકાની તકો ઊભી કરી રહી છે.

ગુજરાતના તાપી જિલ્લાના સિવિલ એન્જિનિયર અંજનાબેન ગામિતે મશરૂમની ખેતીમાં રસ દાખવ્યો હતો. KVK તાપી દ્વારા ‘એગ્રો-સંદેશ’માં પ્રકાશિત ઓઇસ્ટર મશરૂમની ખેતી અંગેનો લેખ વાંચ્યા બાદ તેમણે આ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું.

મશરૂમની ખેતી (Mushroom Farming) માટે મોટી જમીનની જરૂર પડતી નથી તે જાણ્યા બાદ તેમણે તાપીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)ની મુલાકાત લીધી અને ‘મશરૂમ ખેતી દ્વારા ઉદ્યોગસાહસિકતા વિકાસ’ વિષય પર ચાર દિવસીય તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો.

KVKના વૈજ્ઞાનિકોના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ તેમણે વર્ષ 2017માં ઓઇસ્ટર મશરૂમની ખેતી શરૂ કરી. શરૂઆતમાં તેમણે વાંસ અને લીલા શેડ નેટથી બનેલો 15 × 10 ફૂટનો નાનો શેડ તૈયાર કર્યો હતો.

KVK દ્વારા તેમને મશરૂમ સ્પાન, પોલિથીન બેગ અને અન્ય જરૂરી સામગ્રી સાથે ટેકનિકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અઢી મહિનામાં તેમના પ્રથમ પાકમાંથી આશરે 140 કિલોગ્રામ મશરૂમનું ઉત્પાદન થયું. આ પાક પાછળ ₹11,000નો ખર્ચ થયો હતો, જ્યારે તેમાંથી ₹28,000ની આવક થઈ હતી.

આ પરિણામોથી પ્રોત્સાહિત થઈને તેમણે વર્ષ 2019માં પોતાના મશરૂમ યુનિટનો વિસ્તાર કરીને તેને 23 × 80 ફૂટનું બનાવ્યું. આ માટે તેમણે વધારાના ₹1.72 લાખનું રોકાણ કર્યું.

તે વર્ષના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન તેમણે 250 કિલોગ્રામ સ્પાનનો ઉપયોગ કરીને 1,234 કિલોગ્રામ મશરૂમનું ઉત્પાદન કર્યું. આ પાકથી કુલ ₹3.09 લાખની આવક થઈ અને ઉત્પાદન ખર્ચ બાદ તેમને ₹2.20 લાખનો ચોખ્ખો નફો મળ્યો.

ઉત્પાદન વધારવાની સાથે અંજનાબેને ગ્રાહકો સુધી પહોંચવા માટે સ્થાનિક બજાર સાથે પણ જોડાણ સ્થાપિત કર્યું. તેમણે 100થી 200 ગ્રામનાં પેકેટમાં મશરૂમનું પેકિંગ કરીને વ્યારા વિસ્તારમાં આંગણવાડી કાર્યકરો, છૂટક વેપારીઓ અને શાકભાજી વેચનારાઓને સપ્લાય કરવાનું શરૂ કર્યું.

ટેલિફોન દ્વારા મળતા ઓર્ડરથી વેચાણમાં વધારો થયો, જ્યારે જિલ્લાના ઓર્ગેનિક બજારે સીધા વેચાણ માટે વધુ એક માર્ગ પૂરો પાડ્યો. અંજનાબેનનો અનુભવ દર્શાવે છે કે યોગ્ય તાલીમ, સંસ્થાકીય સહાય, માળખાગત સુવિધા અને સ્થાનિક બજારને અનુરૂપ વેચાણની વ્યૂહરચના મશરૂમની ખેતીમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપી શકે છે.

25 બેગથી મશરૂમના મોટા વ્યવસાય સુધી

ઉત્તરાખંડમાં મશરૂમની ખેતીનો (Mushroom Farming) એક નાનો પ્રયોગ આજે મોટા અને વિવિધ પ્રકારના ઉત્પાદનો ધરાવતા વ્યવસાયમાં પરિવર્તિત થયો છે. દેહરાદૂનના ચારબા ગામની આઈટી પ્રોફેશનલ હિરેશા વર્માએ વર્ષ 2013માં પોતાના ઘરના એક નાના ભાગમાં માત્ર 25 બેગ સાથે ઓઇસ્ટર મશરૂમની ખેતી શરૂ કરી હતી.

₹2,000ના પ્રારંભિક રોકાણથી તેમને આશરે ₹5,000ની આવક થઈ. આ સફળતાએ તેમને મશરૂમની ખેતીને વ્યવસાય તરીકે આગળ વધારવા પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ તેમણે દેહરાદૂનમાં ‘હાન એગ્રોકેર’ નામનો મશરૂમ વ્યવસાય શરૂ કર્યો.

દેહરાદૂનના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અને સોલન સ્થિત ICAR-મશરૂમ સંશોધન નિયામક (DMR) ખાતે મેળવેલી તાલીમથી તેમની ઉદ્યોગસાહસિક સફર મજબૂત બની. આ તાલીમથી તેમને મશરૂમની વિવિધ જાતો અને ખેતીની પદ્ધતિઓ અંગે કુશળતા પ્રાપ્ત થઈ.

તેમણે ખાતર અને સ્પાન મેળવવા માટે દેહરાદૂનના મશરૂમ વિભાગ (Mushroom Farming) સાથે પણ જોડાણ કર્યું અને રાષ્ટ્રીય બાગાયત મિશન તથા રાષ્ટ્રીય બાગાયત બોર્ડ દ્વારા નાણાકીય સહાય મેળવવાનો પ્રયાસ કર્યો. પ્રાયોગિક પહેલ તરીકે તેમણે વાંસનાં ત્રણ ખેતી ઝૂંપડાં તૈયાર કર્યાં, જેમાં દરેકમાં 500 મશરૂમ બેગ રાખવાની ક્ષમતા હતી.

તેમના વ્યવસાયમાં દરરોજ આશરે એક ટન મશરૂમ ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી અને 15 લોકોને રોજગારી મળી. વ્યાપારી ઉત્પાદન ઉપરાંત હિરેશાએ પોતાના અનુભવનો લાભ અન્ય લોકો સુધી પહોંચાડ્યો છે. તેમણે પહાડી વિસ્તારોની 2,000થી વધુ મહિલાઓ અને ખેડૂતોને મશરૂમની ખેતી અંગે તાલીમ આપી છે.

શરૂઆતમાં દરરોજ આશરે 20 કિલોગ્રામ મોસમી ઉત્પાદનથી શરૂ થયેલી તેમની સફર આખું વર્ષ ઉત્પાદન કરતા સફળ વ્યવસાય સુધી પહોંચી. તેમના યુનિટમાં 10 એસી રૂમ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ પ્લાન્ટ છે, જેની ઉત્પાદન ક્ષમતા દરરોજ 1,000 કિલોગ્રામ છે.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

તેમનો વ્યવસાય શીતાકે અને ગેનોડર્મા જેવા વિશિષ્ટ મશરૂમની જાતો(Mushroom Farming) ઉપરાંત અથાણાં, કૂકીઝ, નગેટ્સ, સૂપ, પ્રોટીન પાવડર, ચા અને પાપડ જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો સુધી વિસ્તર્યો છે.

તેમનું યોગદાન માત્ર ઉત્પાદન અને તેની વિવિધતા પૂરતું મર્યાદિત નથી. ટિહરી, પૌડી અને ગઢવાલના ખેડૂતોને ટેકનિકલ સહાય પૂરી પાડીને તેમણે અન્ય ખેડૂતોને પણ મશરૂમની ખેતીને આજીવિકાના વિકલ્પ તરીકે અપનાવવામાં મદદ કરી છે.

જ્યારે પહાડોમાં પણ મશરૂમની ખેતી શરૂ થઈ

બાગેશ્વરના ઉદરખાની ગામમાં યોજાયેલી ખેડૂત સભામાં મદન મોહનને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. તેમણે સંરક્ષિત શાકભાજીની ખેતી અને મશરૂમની ખેતીમાં રસ દાખવ્યો, જોકે અગાઉ તેમને આ બંને ક્ષેત્રનો કોઈ અનુભવ નહોતો.

વર્ષ 2020-21 દરમિયાન અનુસૂચિત જાતિ સબ પ્લાન (SCSP) હેઠળ ICAR-DMR અલ્મોરા દ્વારા ગામમાં હાથ ધરવામાં આવેલા કાર્યથી તેમને આ તક મળી. મદન મોહન મશરૂમની ખેતી શરૂ કરવા ઇચ્છતા હતા, પરંતુ મર્યાદિત નાણાકીય સંસાધનોને કારણે મુશ્કેલી અનુભવતા હતા.

કાર્યક્રમના સહયોગથી આ મુશ્કેલી દૂર કરવામાં મદદ મળી. વર્ષ 2022માં તેમના ખેતરમાં મશરૂમની ખેતી(Mushroom Farming) માટે પાંચ ક્વિન્ટલ પેશ્ચરાઇઝ્ડ ખાતર સાથે પોર્ટેબલ પોલીહાઉસ સ્થાપિત કરવામાં આવ્યું. ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના KVK કાફલીગેરે તેમને તાલીમ અને સતત ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું.

પોર્ટેબલ પોલીહાઉસ એ ઓછા ખર્ચે તૈયાર કરી શકાય તેવું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય તેવું સંરક્ષિત ખેતી માળખું છે. તે પહાડી વિસ્તારો અને નાના ખેડૂતોની ખેતીની પરિસ્થિતિઓ માટે ઉપયોગી બની શકે છે.

ભલામણ કરેલી ખેતી પદ્ધતિઓ અપનાવીને અને KVKના નિષ્ણાતોના સતત માર્ગદર્શન હેઠળ મદન મોહને એક ક્વિન્ટલ વેચાણયોગ્ય બટન મશરૂમનું ઉત્પાદન કર્યું. તેમના 62.4 ચોરસ મીટરના પોલીહાઉસમાંથી 7.5 ક્વિન્ટલ શાકભાજીનું ઉત્પાદન પણ થયું. તેમાં ટામેટાં, સિમલા મરચાં, કોબી, ફૂલકોબી અને ફ્રેન્ચ બીન્સનો સમાવેશ થાય છે.

ઑફ-સીઝનમાં પાકની લણણી કરવાથી તેમને બજારમાં વધુ સારો લાભ મળ્યો, કારણ કે તે સમયે સ્થાનિક છૂટક વેપારીઓ પાસે હલ્દવાની બજારમાંથી શાકભાજીનો પુરવઠો મર્યાદિત હતો.

મશરૂમ અને શાકભાજીની ખેતીથી તેમને કુલ ₹41,250ની આવક થઈ, જે તેમની અગાઉની કૃષિ આવક કરતાં લગભગ બમણી હતી. તેમની પ્રગતિથી અન્ય ખેડૂતોને પણ આવી જ આજીવિકાની તકો શોધવાની પ્રેરણા મળી. તેમના પ્રયાસોને ICAR-DMR દ્વારા અલ્મોરા ખેડૂત મેળામાં સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

Mushroom Farming

મશરૂમની ખેતીથી આત્મનિર્ભરતાની નવી દિશા

આ તમામ અનુભવો દર્શાવે છે કે મશરૂમની ખેતી માત્ર વધારાની ખેતી પ્રવૃત્તિ નથી, પરંતુ તે આજીવિકાના વૈવિધ્યકરણ અને ઉદ્યોગસાહસિકતાનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે.

ખેડૂતો અને યુવાનોને યોગ્ય તાલીમ, ટેકનિકલ માર્ગદર્શન, બજાર સાથે જોડાણ અને જરૂરી માળખાગત સુવિધાઓ મળે તો તેઓ મર્યાદિત જમીન અને સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરી શકે છે.

મશરૂમની ખેતી દ્વારા મહિલાઓ, નાના ખેડૂતો અને ગ્રામીણ યુવાનો માટે આવક તથા રોજગારની નવી તકો ઊભી થઈ શકે છે. સાથે જ કૃષિ કચરાનો ઉપયોગ કરીને ટકાઉ ખેતી અને પોષણ સુરક્ષાને પણ પ્રોત્સાહન આપી શકાય છે.