Iskcon Sanand Corridor 2

Iskcon Sanand Corridor: અમિત શાહે અમદાવાદમાં ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું

તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાઓ.
WhatsApp Community →

અમદાવાદ, 09 નવેમ્બર: Iskcon Sanand Corridor: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અશ્ચિતભાઈ શાહે અમદાવાદમાં ઈસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીના નવનિર્મિત ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અને બાબુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Iskcon Sanand Corridor

નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ ૬-લેન એલિવેટેડ કોરિડોર અમદાવાદના નાગરિકો અને વાહનચાલકો માટે એક ઉત્તમ ભેટ સાબિત થશે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર સતત વધતા ટ્રાફિકના ભારણને હળવું કરવાના હેતુથી તૈયાર કરાયેલા આ કોરિડોરથી નાગરિકોને ટ્રાફિક જામની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે તેમજ સમય અને ઇંધણની પણ મોટી બચત થશે.

આ પણ વાંચો:- Development Projects: અમદાવાદમાં અમિત શાહના હસ્તે ₹1,400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સરખેજથી ગાંધીનગર વચ્ચેનું જોડાણ હવે (Iskcon Sanand Corridor) સંપૂર્ણપણે અવરોધમુક્ત અને સલામત બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજ ગાંધીનગર હાઈવે (રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૪૭) પર કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જેવા અત્યંત વ્યસ્ત જંક્શનો પરથી પસાર થતો આ કોરિડોર ટ્રાફિક પ્રવાહને સુગમ બનાવશે. મુસાફરીનો સમય ઘટવાની સાથે વ્હીકલ ઓપરેટિંગ કોસ્ટ (VOC)માં ઘટાડો થશે, જેથી આર્થિક લાભ થશે. આ ઉપરાંત રોડ સેફ્ટીની અદ્યતન જોગવાઈઓના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને હાઇવે મુસાફરી વધુ સુરક્ષિત બનશે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

ભારત સરકારના માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા અંદાજિત ₹૪૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૪.૦૩ કિલોમીટર લાંબો અને ૨૬.૮ મીટર પહોળો આ ૬-લેન એલિવેટેડ કોરિડોર (Iskcon Sanand Corridor) મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં વાયાડક્ટ પોર્શન ૨૯૪૦ મીટર અને એપ્રોચની લંબાઈ ૧૦૯૦ મીટર છે. ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનોના અવાજથી થતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા ૫૮૮૦ મીટર લંબાઈમાં ખાસ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. સુરક્ષા અને સુવિધા માટે ૨૯૭ સ્ટ્રીટ લાઈટો, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓવર હેડ અને કેન્ટિલિવર ગેન્ટ્રી, રોડ સેફ્ટી બોર્ડ્સ, કેટ આઈસ, એન્ટીગ્લેર અને ૭થી ૧૪ મીટર પહોળાઈ ધરાવતા વાઈટટોપીંગ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સ્થાનિક કાઉન્સિલરો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.