CM at jalaram mandir

Jalaram Jayanti: CM ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિ મહોત્સવમાં ભાગ લીધો

Jalaram Jayanti: ભવ્ય શોભાયાત્રામાં સહભાગી થઈ દર્શન-અર્ચન કર્યા; સેવા સિનિયર સિટીઝન ગ્રુપની સામાજિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી

WhatsApp Channel Follow કરો →

અમદાવાદ | 16 નવેમ્બર 2026 | ધાર્મિક ડેસ્ક: Jalaram Jayanti: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં પૂજ્ય શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ભવ્ય શોભાયાત્રા અને મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સંત શ્રી જલારામ બાપાનાં ભાવપૂર્વક દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને રાજ્યમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.

મેમનગરના ગુણાતીત નગર પાસે આવેલા વિવેકાનંદ ચોક, (Jalaram Jayanti) ગુરુકુલ ખાતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સિનિયર સિટીઝન ગ્રુપ, મેમનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ શોભાયાત્રામાં જોડાયેલા વિવિધ સમાજના ભક્તજનો અને સ્થાનિક નગરજનોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે સૌને જલારામ જયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો:- Government Jobs: UPSC દ્વારા કેન્દ્ર સરકારમાં વિવિધ પદો પર સીધી ભરતી, 4 ડિસેમ્બર સુધી અરજીની તક

મુખ્યમંત્રીએ દર્શન-અર્ચન કરી પ્રાર્થના કરી

જલારામ બાપાની જન્મજયંતિના (Jalaram Jayanti) પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાપાનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તજનો અને નગરજનો સાથે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું. ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે યોજાયેલી શોભાયાત્રામાં વિવિધ સમાજના લોકો જોડાયા હતા.

સેવા સિનિયર સિટીઝન ગ્રુપની પ્રવૃત્તિઓની સરાહના

આ પ્રસંગે મુખ્યમંત્રીએ સેવા સિનિયર સિટીઝન ગ્રુપ, (Jalaram Jayanti) મેમનગર દ્વારા કરવામાં આવતી વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. સમાજના હિતમાં વડીલો અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓનું મહત્ત્વ પણ આ કાર્યક્રમના માધ્યમથી ઉજાગર થયું હતું.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

મુખ્યમંત્રીશ્રીનું સમાજના અગ્રણીઓ અને સેવા સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં ભક્તજનો અને નગરજનો જોડાયા

આ ભવ્ય શોભાયાત્રા અને જન્મજયંતિ મહોત્સવને (Jalaram Jayanti) સફળ બનાવવા માટે સેવા સિનિયર સિટીઝન ગ્રુપ, મેમનગરના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો સહિતના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં ભક્તજનો અને સ્થાનિક રહીશો પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા.

આ પ્રસંગે સમાજના કાર્યકર્તાઓ, લોહાણા સમાજના અગ્રણીઓ, સ્થાનિક નગરસેવકો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મેમનગરમાં યોજાયેલા આ મહોત્સવમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક એકતા અને સેવાભાવનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિથી કાર્યક્રમનું મહત્ત્વ વધ્યું હતું.