રાજ્યમાં છેલ્લા ચાર વર્ષથી વિદ્યાસહાયક શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવી નથી:ડૉ.મનીષ દોશી
અમદાવાદ,૧૨ સપ્ટેમ્બર
- રાજ્ય સરકારની વિધાનસભામાં સ્વીકાર્યા પ્રમાણે સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ૩૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી.
- રાજ્ય સરકારે ૩/૧૨/૨૦૧૯ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૫૧૦૬ શિક્ષણ સહાયકોની ભરતીની ૧૫/૦૧/૨૦૨૦ ની જાહેરાત માત્ર જાહેરાત
- ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ૧૯૧૩ અને ઉચ્ચતર માધ્યમિક શાળોના ૩૧૯૩ શિક્ષણ સહાયકો ?
- દશ વર્ષ કરતા વધુ સમયથી રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં કોમ્પ્યુટર, ચિત્ર, સંગીત, વ્યાયામ, શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી.
- રાજ્ય સરકાર વાત કરે છે. “ડિજીટલ ગુજરાત” અને કોમ્પ્યુટર શિક્ષણને વૈકલ્પિક ૩ વિષય, ચિત્ર, સંગીત, વ્યાયામ પણ વૈકલીક
- “રમશે ગુજરાત” ખેલ મહાકુંભ ની જાહેરાતો પણ વ્યાયામ શિક્ષક જ ભરતી નહીં કરવાની
- “વાંચે ગુજરાત” ની વાત કરનાર લાયબ્રેરીયનની ૧૦ વર્ષ કરતા વધુ સમયમથી ભરતી જ નહીં લાયબ્રેરીની ગ્રાન્ટ બંધ.
- ભાજપ સરકારની નિતી
- શિક્ષક વગરની શાળા
- શાળા વિનાનું ગામ,
- રાજ્ય સરકાર ૬૦૦૦ કરતા વધુ શાળાઓને મર્જ / વિલનીકરણ / બંધ કરવાનું સરકારે કર્યો નિર્ણય.
- રાજ્ય સરકારે વિવિધ ભરતી પ્રક્રિયાના નાને ગુજરાતના યુવાનો પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસૂલ્યા.
- રાજ્યમાં ૮ જુદી જુદી ભરતી પ્રક્રિયામાં નિમણૂંક બાકી.
- પરિણામ જાહેર કરવાનું ૧૪ વિવિધ ભરતી પ્રક્રિયા.
- ફોર્મ ભરાયેલ હોય, પરીક્ષા, ઈન્ટરવ્યુની તારીખ જાહેર કરવાના બાકી હોય તેવી ૩૬ વિવિધ ભરતીઓમાં ગુજરાતના લાખો યુવાનો રાહ જોઈ રહ્યાં છે.
- સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર ફૂટવા, મેરીટમાં ગોલમાલ, વ્હાલા-દવલાની નિતી, પાછલા બારણે ભરતી એ ભાજપ સરકારનો એજન્ડા મોંઘા શિક્ષણ પછી ગુજરાતના લાખો યુવાનો ભાજપ સરકારની નિતિ થી વ્યાપક હેરાન-પરેશાન તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરવા કોંગ્રેસ પક્ષની માંગ.
loading…