Army helicopter crash: કુન્નૂરમાં સેનાનું IAF Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશ, CDS બિપિન રાવત હતા સવાર
Army helicopter crash: તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ છે. આર્મીના આ હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા
નવી દિલ્હી, ૦૮ ડિસેમ્બરઃ Army helicopter crash: તમિલનાડુના કુન્નૂરમાં મોટી દુર્ઘટના ઘટી છે. જ્યાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સવાર હતા અને તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પરિવારના સભ્યો પણ હતા. અકસ્માત બાદ ત્રણ લોકોને રેસ્ક્યૂ કરાયા છે.ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે.