Poem: સહેલું નથી હોતુ

પોતાની ચિતા હાથે સળગાવું એટલું પણ તો સહેલું નથી હોતુ

પોતાના સપનાને તોડવુ એટલું પણ તો સહેલું નથી હોતુ

ભરબજારમાં લાગણી વેચાતા જોઈ ચૂપ રહેવુ એટલું પણ  તો સહેલું નથી હોતુ

અામ ડગલેને પગલે થાય પરીક્ષા દર વખતે પાસ થવું એટલું  પણ તો સહેલું નથી હોતું

માણસાઈ ,લાગણીઓ સાથે રમત રમાય દર વખતે વાત સમજાઈ જાય એટલું પણ તો સહેલું નથી હોતું

હસતા મુખે દર્દ હંમેશા છુપાઈ જાય એ એટલું પણ સહેલું નથી હોતું

ના કીધેલા શબ્દોને પણ કીધા વગર સમજાઈ જાય એ એટલું પણ સહેલું નથી હોતું

સંબંધોમાં હંમેશા રમતો રમાઈ જાય તો પણ હારીને જીતી જવું એટલું પણ તો સહેલું નથી હોતું.

આ પણ વાંચોઃ IPL 2022 Schedule: IPL 2022નો કાર્યક્રમ જાહેર, વાંચો કોની- કોની વચ્ચે રમાશે પહેલી મેચ સાથે સંપૂર્ણ યાદી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.