hindu calendar panchang

Holashtak: 9 માર્ચથી હોળાષ્ટક શરુ, આ દિવસોમાં શુભ કાર્યો વર્જિત રહેશે, વાંચો આ દિવસોમાં શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી?

Holashtak: જ્યોતિષાચાર્ય મુજબ હોળાષ્ટકના કારણે 9 માર્ચથી લઈને 17 માર્ચ સુધી બધા જ શુભ કાર્યો વર્જિત રહેશે

ધર્મ ડેસ્ક, 07 માર્ચ: Holashtak: ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમથી એટલે હોળીના 8 દિવસ પહેલાં જ હોળાષ્ટક શરૂ થઈ જાય છે. જ્યોતિષાચાર્ય મુજબ હોળાષ્ટકના કારણે 9 માર્ચથી લઈને 17 માર્ચ સુધી બધા જ શુભ કાર્યો વર્જિત રહેશે. જાણો આ દિવસોમાં શું કરવું અને શું નહીં…

આ દિવસો દરમિયાન શું કરવું જોઈએ?
આ દિવસોમાં વિષ્ણુ ભક્ત પ્રહલાદે સ્વયં ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી અને સ્વયં ભગવાને તેમની મદદ કરી હતી. એટલે હોળાષ્ટક દરમિયાન સ્નાન-દાન, જાપ, દેવી-દેવતાઓની પૂજા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. આ દરમિયાન મનુષ્યોએ વધારેમાં વધારે ભગવત ભજન અને વૈદિક અનુષ્ઠાન, યજ્ઞ વગેરે કરવા જોઈએ જેથી બધા જ કષ્ટોથી મુક્તિ મળી શકે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભક્તોને દરેક પ્રકારના રોગ અને કષ્ટોથી છુટકારો મળે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

આ પણ વાંચોઃ IPL 2022 Schedule: IPL 2022નો કાર્યક્રમ જાહેર, વાંચો કોની- કોની વચ્ચે રમાશે પહેલી મેચ સાથે સંપૂર્ણ યાદી

કેવા શુભ કાર્યો કરવા જોઈએ નહીં
હોળાષ્ટકના આ 8 દિવસ દરમિયાન મુખ્ય રીતે લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન અને અન્ય શુભ કાર્યો કરવાની મનાઈ છે. આ સિવાય કોઈ નવું ઘર, વાહન વગેરે ખરીદવું, બિઝનેસ વગેરે પણ આ દિવસોમાં શરૂ કરવો જોઈએ નહીં.

શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી?
માન્યતા છે કે આ 8 દિવસોમાં રાજા હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે વિવિધ યાતનાઓ આપી હતી. પરંતુ વિષ્ણુજીની કૃપાથી પ્રહલાદે દરેક કષ્ટનો સામનો કર્યો. ત્યારે હિરણ્યકશ્યે પોતાની બહેન હોલિકા પાસેથી મદદ લીધી. હોલિકાને વરદાન હતું કે તે આગમાં બળશે નહીં, જેના લીધે તે પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસી ગઈ. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો પરંતુ હોળિકા અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. એટલે આ આઠ દિવસોમાં વિષ્ણુ ભક્ત પ્રહલાદ માટે કષ્ટનો સમય હતો, આ જ કારણે હોળાષ્ટકના સમયને અશુભ માનવામાં આવે છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.