Jayeshbhai jordaar trailer release : આતુરતાનો આવ્યો અંત, રણવીર સિંહ સ્ટારર જયેશભાઇ જોરદારનું ટ્રેલર થયુ રિલીઝ- વાંચો વિગત
Jayeshbhai jordaar trailer release: આ ફિલ્મ 13 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
બોલિવુડ ડેસ્ક, 19 એપ્રિલઃ Jayeshbhai jordaar trailer release: બોલિવૂડનો સ્ટાર ગણાતો રણવીર સિંહ પોતાની ફિલ્મોને લઇને તેમજ લુકને લઇને સતત ચર્ચામાં રહે છે. તેમની ફિલ્મો દર્શકોને ભરપુર એન્ટરટેન્મેન્ટ કરતી હોય છે. ત્યારે ઘણા ટાઇમથી રાહ જોઇને બેઠાં રણવીરનાં ફેન્સ માટે અવેટેડ ફિલ્મ જયેશભાઇ જોરદારનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે.
ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો આ ફિલ્મ એક સોશિયલ ડ્રામાં ફિલ્મ છે. ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મનાં ટ્રેલરને શરુઆત એક નાની બાળકી થી થાય છે, જે ગામના સરપંચને કહી રહી છે કે, છોકરાઓ દારુ પી ને છોકરીઓની છેડતી કરે છે, તેથી તમે દારુ પર પ્રતિબંધ લગાવી દો. પરંતૂ બોમન ઇરાની જે ફિલ્મમાં સરપંચના રોલમાં જોવા મળી રહ્યાં છે, તેમનો જવાબ સાંભળીને ગામના લોકો દંગ રહી જાય છે.
સરપંચ દારુ પર નહી પણ સાબુ પર પ્રતિબંધ લગાવી દે છે.ફિલ્મમાં બોમન ઇરાની રણવીર સિંહના પિતાનો રોલ નિભાવી રહ્યાં છે. આ ટ્રેલર કોમેડી સિનથી ભરપુર છે અને દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.
આ કોમેડી ફિલ્મનાં ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કર છે. ફિલ્મમાં સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, રણવીર સિંહ, બોમન ઇરાની, દિક્ષા જોશી રત્ના પાઠક શાહ વગેરે કલાકારો છે. આ ફિલ્મ 13 મે ના રોજ સિનમાઘરોમાં ધુમ મચાવવા તૈયાર છે.