Russia Ukraine War Update 1

Russia ukraine war: યુક્રેને રશિયાના એક મોટા સમુદ્રી જહાજને તોડી પાડવા હવે પુતિન સમગ્ર મોરચે યુક્રેન સામે લડી લેવા તૈયાર- વાંચો શું છે મામલો?

Russia ukraine war: અંતિમ અલ્ટીમેટમ આપતા રશિયા રક્ષામંત્રીએ કહ્યું કે જો મારિયોપોલને બચાવવા લડી રહેલ તમામ સૈનિકો બપોર 09.00 GMT સુધીમાં તેમના હથિયારો નીચે મુકે તો તેઓ ચોકક્સથી જવતા રહી શકશે

નવી દિલ્હી, 19 એપ્રિલઃRussia ukraine war: છેલ્લા કેટલાય દિવસો અને હવે મહિના વિતવા લાગ્યા પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ સંપૂર્ણ રીતે શાંત થયુ નથી. નાટોમાં સ્થાન મેળવવની જીદને કારણે રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઓટ આવ્યા બાદ ફરી હવે ઉંચા વમળો ઉડી રહ્યાં છે. યુક્રેને રશિયાના એક મોટા સમુદ્રી જહાજને તોડી પાડવા હવે પુતિન સમગ્ર મોરચે યુક્રેન સામે લડી લેવા તૈયાર છે.

રશિયન સેનાએ ચેતવણી આપતા યુક્રેનની સેનાને પોતાના હથિયાર નીચે મુકીને સરેન્ડર કરવાની અંતિમ ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું કે આ અંતિમ ચેતવણી છે જો હજી પણ તમે સમર્પણ નહિ કરો તો જીવતા નહિ બચી શકો. સમાચાર એજન્સી એએફપીએના અહેવાલ અનુસાર રશિયન ડિફેન્સ મિનિસ્ટરીએ યુક્રેનિયન સૈનિકોને આખરી ચેતવણી આપી છે કે તેઓ કબજે કરાયેલા મારિયોપોલ શહેરને બચાવવાનો, ફરી પરત મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેઓ પ્રતિકાર કરવાનું બંધ કરે.

આ પણ વાંચોઃ Upleta owner killing case: સગાભાઈએ જ છ મહિના પહેલા લગ્ન કરનારી બહેન અને તેના પતિની હત્યા કરી-વાંચો શું છે મામલો?

રશિયન સંરક્ષણ પ્રધાન યુક્રેનની રાજધાની કીવને કરેલ એક સંબોધનમાં કહ્યું કે તમારા સૈનિકોને કહો હથિયાર નીચે મુકી દે. આદેશ આપો કે બિનજરૂરી પ્રતિકાર બંધ કરે.આ સિવાય અંતિમ અલ્ટીમેટમ આપતા તેમણે કહ્યું કે જો મારિયોપોલને બચાવવા લડી રહેલ તમામ સૈનિકો બપોર 09.00 GMT સુધીમાં તેમના હથિયારો નીચે મુકે તો તેઓ ચોકક્સથી જવતા રહી શકશે.

આ અગાઉ એવા અહેવાલ અનુસાર યુક્રેનની રાજધાની કીવમાં અધિકારીઓએ કહ્યું હતું કે રશિયાએ પૂર્વી યુક્રેનમાં મોટો હુમલો શરૂ કરી દીધો છે. રાજધાની કીવને કબજે કરવામાં નિષ્ફળ ગયા પછી હવે રશિયન હુમલાના નવા તબક્કાની શરૂઆત થઈ છે.

આ પણ વાંચોઃ Jayeshbhai jordaar trailer release : આતુરતાનો આવ્યો અંત, રણવીર સિંહ સ્ટારર જયેશભાઇ જોરદારનું ટ્રેલર થયુ રિલીઝ- વાંચો વિગત

Gujarati banner 01