panchal samaj

ITI staff demand: આઇ.ટી.આઇ ના કર્મચારીઓની પારદર્શક અને ન્યાયિક બદલી કરવા બદલ શાખાના અધિકારીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો

ITI staff demand: આશરે 5 વર્ષ થી કર્મચારીઓ ની વિનંતી થી બદલી થયેલ નહોતી અને તેના માટે ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ દ્વારા સતત પારદર્શક અને ન્યાયિક બદલી ની માંગણી કરવામાં આવતી હતી

ગાંધીનગર, 19 એપ્રિલઃ ITI staff demand: ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ ના હોદેદારો દ્વારા ગુજરાત રાજ્યની આઇ.ટી.આઇ ના કર્મચારીઓની પારદર્શક અને ન્યાયિક બદલી કરવા બદલ શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર ના મંત્રી બ્રિજેશકુમાર મેરજા, વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા અને રોજગાર અને તાલીમ વિભાગના નિયામક લલિત નારાયણસિંઘ સાહેબ તથા મહેકમ શાખાના અધિકારીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રોજગાર અને તાલીમ વિભાગમાં ગુજરાત રાજ્યમાં વિવિધ આઇ.ટી.આઇ ખાતે આશરે દશ હજાર જેટલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર ફરજ બજાવે છે ત્યારે રોજગાર અને તાલીમ વિભાગના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું હાલ માં બન્યું છે…આશરે 5 વર્ષ થી કર્મચારીઓ ની વિનંતી થી બદલી થયેલ નહોતી અને તેના માટે ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ દ્વારા સતત પારદર્શક અને ન્યાયિક બદલી ની માંગણી કરવામાં આવતી હતી..

કર્મચારીઓમાં વિશ્વાસનું વાતાવરણ પેદા થાય એ માટે મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી પારદર્શક બદલી કરવા માટે ઓનલાઈન અથવા કેમ્પ દ્વારા જ બદલી કરવામાં આવે તેવી માંગણી કરેલ જેને ધ્યાન માં લઇ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ના મંત્રી બ્રિજેશકુમાર મેરજાસાહેબ ના સૂચનથી અને વિભાગના અગ્રસચિવ અંજુ શર્મા મેડમની રાહબરી હેઠળ રોજગાર અને તાલીમ વિભાગના નિયામક લલિત નારાયણસિંઘ દ્વારા તારીખ ૧૨/૪/૨૨ અને ૧૩/૪/૨૨ ના રોજ ઓનલાઇન કેમ્પ કરી ૧૧૬૫ કર્મચારીઓ ની ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી પારદર્શક બદલી કરવામાં આવી જે બદલ મંડળ ના હોદેદારો દ્વારા નિયામક અને મહેકમના અધિકારીઓ તથા વડી કચેરી ના સ્ટાફ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. એમ મંડળ ના પ્રમુખ દિવ્યેશ પી.પંચાલ તથા મહામંત્રી એચ.એ.રાણા ની યાદી માં જણાવવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ PM Modi Launches Dairy Complex: બનાસ ડેરી સંકુલ લોકાર્પણ પ્રસંગે PM મોદીએ કહ્યું- “હું તમારો અનન્ય સાથી છું, તમારી પડખે રહીં કામ કરવા માગું છું”

આ પણ વાંચોઃ Cristiano Ronaldo Son Died: ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું અવસાન

Gujarati banner 01