yogi

CM Yogi’s big command about loudspeaker controversy: મહારાષ્ટ્ર સરકાર બાદ યોગી સરકારે લાઉડસ્પીકરને લીધો મહત્વનો નિર્ણય

CM Yogi’s big command about loudspeaker controversy: UP ના CM યોગીએ આદેશ આપ્યો છે કે, તેમની ધાર્મિક વિચારધારા અનુસાર દરેકને તેમની પૂજા પદ્ધતિને અનુસરવાની સ્વતંત્રતા છે

નવી દિલ્હી, 19 એપ્રિલઃ CM Yogi’s big command about loudspeaker controversy: મહારાષ્ટ્ર સરકાર બાદ લાઉડ સ્પીકરને મોટો નિર્ણય લીધો છે. તાજેતરમાં યોગી સરકારે પરવાનગી વિના ધાર્મિક શોભાયાત્રા કે જુલૂસની સાથે પરિસર સુધી જ માઈકનો અવાજ રાખવાનો આદેશ આપ્યો છે.

લાઉડસ્પીકર વિવાદ દિવસે દિવસે વધતો જાય છે, ત્યારે આ મુદ્દે UP ના CM યોગીએ આદેશ આપ્યો છે કે, તેમની ધાર્મિક વિચારધારા અનુસાર દરેકને તેમની પૂજા પદ્ધતિને અનુસરવાની સ્વતંત્રતા છે. માઈકનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ માઈકનો અવાજ ધાર્મિક પરિસરમાંથી બહાર ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. માઇકના અવાજથી અન્ય લોકોને અસુવિધા ન પડે તેનું ધ્યાન રાખવુ જરુરી છે. આસિવાય નવી જગ્યાઓ પર માઇક લગાવવાની મંજુરી ન આપો.

આ પણ વાંચોઃ ITI staff demand: આઇ.ટી.આઇ ના કર્મચારીઓની પારદર્શક અને ન્યાયિક બદલી કરવા બદલ શાખાના અધિકારીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો

તહેવાર અને તકેદારીને ધ્યાનમાં રાખીને તેમજ લોકોની સુરક્ષાને લઇને સીએમ યોગી આદિત્યનાથે 4 મે સુધી પોલીસ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. આ સિવાય જે અધિકારીઓ પહેલેથી જ રજા પર છે તેમને પણ 24 કલાકની અંદર પોસ્ટિંગના સ્થળે પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.

સીએમ યોગીએ અધિકારીઓને સૂચના આપી છે કે, “આગામી દિવસોમાં ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારો છે. રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઈદનો તહેવાર અને અક્ષય તૃતીયા એક જ દિવસે થવાની શક્યતા છે. જેથી પરિસ્થિતિને જોતા પોલીસે પણ સંવેદનશીલ થવુ પડશે.

24 કલાકની અંદર પોલીસ સ્ટેશનથી લઈને ADG સુધી  પોતપોતાના વિસ્તારના ધર્મગુરુઓ, સમાજના અન્ય પ્રતિષ્ઠિત લોકો સાથે સતત સંવાદ કરો. એસડીએમ હોય, એસએચઓ હોય કે સીઓ વગેરે, બધાએ પોત પોતાના  સ્ટેન્ડ બાય વિસ્તારમાં રાત્રે વિશ્રામ કરવો.

જો તમારી પાસે સરકારી રહેઠાણ હોય તો ત્યાં જ રહેવુ અથવા ભાડાનું મકાન લઇને પોતાના જ એરિયામાં રહો. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ સ્ટેન્ડ બાય કરવી જોઈએ. ડ્રોનનો ઉપયોગ કરીને પરિસ્થિતિ પર નજર રાખો. દરરોજ સાંજે પોલીસ ફોર્સે ફૂટ પેટ્રોલિંગ કરવું જોઈએ. 

આ પણ વાંચોઃ PM Modi Launches Dairy Complex: બનાસ ડેરી સંકુલ લોકાર્પણ પ્રસંગે PM મોદીએ કહ્યું- “હું તમારો અનન્ય સાથી છું, તમારી પડખે રહીં કામ કરવા માગું છું”

Gujarati banner 01