education seminar

Career guidance to students: ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે રાજ્યના શિક્ષણ વિભાગની અભિનવ પહેલ

Career guidance to students: ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ તા.૨૬ મેના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વેસુ સ્થિત એલ.પી.સવાણી સ્કુલ ખાતે યોજાશે.

બારડોલી, 19 મે: Career guidance to students: ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને કારકિર્દીલક્ષી અભ્યાસક્રમોની પસંદગી યોગ્ય રીતે કરી શકે એવા હેતુથી  શિક્ષણ વિભાગ દ્વારા સુરતમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમના આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

  નિવાસી અધિક કલેક્ટરએ જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગની અભિનવ પહેલના ભાગરૂપે ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ તા.૨૬ મેના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વેસુ સ્થિત એલ.પી.સવાણી સ્કુલ ખાતે યોજાશે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી આયોજિત થનાર આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને યોગ્ય દિશાદર્શન અને માર્ગદર્શન મળી રહે તેવો ઉમદા આશય છે. તેમણે સંબંધિત અધિકારીઓ સાથે આ કાર્યક્રમની રૂપરેખા અંગેની ચર્ચા વિચારણા કરી રચનાત્મક સૂચનો આપ્યા હતા.

આ પણ વાંચો..PL 2022 final timing: ફાઇનલ મેચનો સમય બદલાયો, મેચ પહેલા સમાપન સમારોહ યોજાશે

આ કાર્યક્રમ ઓફલાઈન તેમજ ઓનલાઈન બંને મોડ પર યોજાશે, જેનું સંયુક્ત રીતે ઓનલાઈન પ્રસારણ બાયસેગ ખાતેથી કરવામાં આવશે. જે ડી.ડી ફ્રી ડીશ, ડી.ટી.એચ સર્વિસ પર નિહાળી શકાશે તેમજ યુટ્યુબ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.

 આ બેઠકમાં જિલ્લા રોજગાર અધિકારી પારૂલબેન પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા, સરકારી.I.T.Iના આચાર્ય, સરકારી એન્જીનીયરીંગ (ડિગ્રી/ડિપ્લોમાં) કોલેજના આચાર્ય,  સરકારી મેડિકલ કોલેજના આચાર્ય, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી તથા  તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01