IPL 2022 trophy

PL 2022 final timing: ફાઇનલ મેચનો સમય બદલાયો, મેચ પહેલા સમાપન સમારોહ યોજાશે

PL 2022 final timing: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29 મેના રોજ યોજાનારી ફાઇનલ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સાંજની મેચો 7.30 વાગ્યે શરૂ થતી હતી, પરંતુ ફાઇનલ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

અમદાવાદ, 19 મે: PL 2022 final timing: આ વખતે ફાઈનલ મેચ પહેલા સમાપન સમારોહ યોજાશે . તેથી સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કારણે છેલ્લી બે IPLમાં કોઈ ઓપનિંગ કે ક્લોઝિંગ સેરેમની થઈ નથી, પરંતુ આ વખતે BCCIએ ક્લોઝિંગ સેરેમની યોજવાનું નક્કી કર્યું છે.

રિપોર્ટ અનુસાર IPL ફાઈનલ પહેલા 29 મેના રોજ સમાપન સમારોહ શરૂ થશે. ક્લોઝિંગ સેરેમની સાંજે 6.30 વાગ્યે શરૂ થશે, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પરફોર્મ કરવાના છે. આ સમારોહ લગભગ 50 મિનિટ સુધી ચાલશે. આ પછી ટોસ સાંજે 7.30 કલાકે થશે અને ફાઈનલ મેચ રાત્રે 8.00 કલાકે શરૂ થશે.

આ પણ વાંચો..10 lakh on the birth of another child: આ ગુજરાતી સમાજે કરી મોટી જાહેરાત, કહ્યું- એકથી વધુ બાળકને જન્મ આપો, 10-10 લાખ

તમને જણાવી દઈએ કે આ વખતે આઈપીએલની તમામ લીગ મેચો મુંબઈ-પુણેમાં રમાઈ છે, પરંતુ પ્લેઓફની તમામ મેચો કોલકાતા અને અમદાવાદમાં રમવાની છે. એલિમિનેટર અને ફાઈનલ અમદાવાદમાં યોજાશે, જેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

Gujarati banner 01