Anupama makes big mistake: સિરિયલ અનુપમાના મેકર્સ કરી મોટી ભૂલ, એપિસોડ જોતી વખતે તમે ધ્યાન આપ્યું કે નહીં?
Anupama makes big mistake: 20 ઓગસ્ટના એપિસોડમાં સિરિયલમાં સાત મહિનાનો લીપ લેવામાં આવ્યો છે
મનોરંજન ડેસ્ક, 22 ઓગષ્ટઃAnupama makes big mistake: જ્યારે ટીવી સિરિયલ અનુપમા શરુ થઇ છે. ત્યારથી આ સિરિયલ ટોપ 1 પર છે. દર્શકોને સિરિયલે આજે પણ જકડી રાખ્યા છે. આ સિરિયલમાં રૂપાલી ગાંગુલી ને ગૌરવ ખન્નાએ પોતાની લવ-સ્ટોરી ને હવે એક્સિડન્ટ ટ્રેકથી ચાહકોને જકડી રાખ્યા છે. હાલના ટ્રેક પ્રમાણે, વનરાજ (સુધાંશુ પાંડે) તથા અનુજ (ગૌરવ ખન્ના)નો અકસ્માત થયો હતો. શનિવાર, 20 ઓગસ્ટના એપિસોડમાં સિરિયલમાં સાત મહિનાનો લીપ લેવામાં આવ્યો છે.
‘અનુપમા’ સિરિયલમાં એક્સિડન્ટ ટ્રેકને જ આગળ વધારવામાં આવ્યો છે અને લીપ લેવામાં આવ્યો છે. સાત મહિના બાદ પણ અનુજ ઠીક થયો નથી, જ્યારે વનરાજ એકદમ ઠીક થઈ ગયો છે. જોકે, સિરિયલ સાત મહિના આગળ વધી, તે તો ઠીક છે, પરંતુ કિંજલ (નિધિ શાહ)ની પ્રેગ્નન્સી ત્યાં ને ત્યાં છે.
આ પણ વાંચોઃ Uidai gave strict order: Aadhaar કાર્ડ વિના નહીં મળે કોઈપણ સબસિડી, UIDAIએ આપ્યા આ આદેશ, આ છે ઉપાય
સિરિયલમાં પહેલાં બતાવવામાં આવ્યું હતું કે અનુપમા (રૂપાલી ગાંગુલી)ની મોટી વહુ કિંજલ પ્રેગ્નન્ટ છે અને તેનું સીમંત પણ કરવામાં આવ્યું હતું. તેને પ્રેગ્નન્સીના છેલ્લા મહિના જતાં હતાં. સિરિયલે સાત મહિનાનો લીપ તો લઈ લીધો, પરંતુ કિંજલની ડિલિવરી હજી સુધી થઈ નથી.
ડિલિવરી સિક્વન્સ અલગથી આવશે?
લાગે છે કે મેકર્સ કિંજલની ડિલિવરી સિક્વન્સ અલગથી બતાવશે, પરંતુ આ ચક્કરમાં તે એ વાત ભૂલી ગયા કે સિરિયલ તો સાત મહિના આગળ વધી ગઈ છે તો કિંજલની પ્રેગ્નન્સી પણ તેટલાં જ મહિના આગળ વધી ગઈ તેનું શું?