Manish sisodia image 2

Manish sisodia targets bjp: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો- વાંચો શું કહ્યું?

Manish sisodia targets bjp: મનીષ સિસોદીયાએ દાવો કર્યો છે કે ભાજપે તેમને આમ આદમી પાર્ટીને તોડવા બદલ સીબીઆઈ અને ઈડીના તમામ કેસ બંધ કરવા માટે ઓફર આપી છે.

નવી દિલ્હી, 22 ઓગષ્ટઃManish sisodia targets bjp: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ કહ્યું કે તેમને ભાજપ તરફથી ઓફર મળી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમએ દાવો કર્યો છે કે ભાજપે તેમને આમ આદમી પાર્ટીને તોડવા બદલ સીબીઆઈ અને ઈડીના તમામ કેસ બંધ કરવા માટે ઓફર આપી છે. 

મનિષ સિસોદિયાએ આજે સવારે એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે લખ્યું કે ‘મારી પાસે ભાજપનો સંદેશ આવ્યો છે આપ તોડીને ભાજપમાં આવી જાઓ, તમામ CBI ED ના કેસ બંધ કરાવી દઈશું.’ પછી તેમણે લખ્યું છે કે ‘મારો ભાજપને જવાબ- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવી દઈશ પરંતુ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝૂકીશ નહીં. મારા વિરુદ્ધ તમામ કેસ ખોટા છે. જે કરવું હોય તે કરી લો. ‘

આ પણ વાંચોઃ Anupama makes big mistake: સિરિયલ અનુપમાના મેકર્સ કરી મોટી ભૂલ, એપિસોડ જોતી વખતે તમે ધ્યાન આપ્યું કે નહીં?

આ બધા વચ્ચે ભાજપના નેતા કપિલ મિશ્રાએ મનિષ સિસોદિયાને જવાબ આપતા ટ્વીટ કરીને કહ્યું કે ‘જિંદગીભર ઔરંગઝેબની ઈબાદત કરી અને ચોરી તથા લાંચમાં જેલ જવાનો સમય આવ્યો તો મહારાણા પ્રતાપ યાદ આવી ગયા. કેસ માફ કરાવવા અને ભાજપમાં આવવા માટે તમે કેટલા પાપડ વણ્યા છે તે મીડિયા અને પોલિટિકલ સર્કલમાં બધાને ખબર છે. પકડાઈ જાય ત્યારે દરેક ભ્રષ્ટ, ચોર, લાંચખોર આવી જ રીતે કરગરે છે.’

નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ ગભરાયેલા છે કારણ કે કૌભાંડના મૂળિયા તેમના દરવાજા સુધી જાય છે. બીજી બાજુ કોંગ્રેસે પણ મનિષ સિસોદિયાના રાજીનામાની માંગણી કરતા કહ્યું કે આ મુદ્દો આબકારી નીતિનો છે અને આપે શિક્ષણ નીતિની ચર્ચાની આડમાં તેને ‘છૂપાવવા’નો પ્રયત્ન રોકવો જોઈએ. 

આ પણ વાંચોઃ Uidai gave strict order: Aadhaar કાર્ડ વિના નહીં મળે કોઈપણ સબસિડી, UIDAIએ આપ્યા આ આદેશ, આ છે ઉપાય

Gujarati banner 01