Police deployment on Ambaji Rajasthan Road

Police deployment on Ambaji Rajasthan Road:અંબાજી નજીક છાપરી બોર્ડર ઉપર રાજસ્થાન પોલીસ નો સ્ક્ત બંદોબસ્ત ગોઠવાયો

Police deployment on Ambaji Rajasthan Road: ગુજરાત માંથી રાજસ્થાન તરફ લોડિંગ વાહનો માં મુસાફર ભરી ને જતા વાહનો પર રાજસ્થાન પોલીસે રોક લગાવી છે

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 22 ઓગષ્ટઃPolice deployment on Ambaji Rajasthan Road: તાજેતર માં રામદેવરા પાસે સુમેરપુર નજીક મુસાફર ભરેલું ટ્રેકટર અને ટ્રક અથડાતા ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો જેમાં દાંતા તાલુકા ના કુકડી અને બજારવાડા ના 4 લોકો ના મોત નિપજ્યા હતા ને 20 ઉપરાંત ઘાયલ થયા હતા એટલુંજ નહીં આ અગાઉ અંબાજી નજીક પણ આજ રીતે મુસાફરો ભરેલું ટ્રેકટર પલ્ટી જતા મોટી સંખ્યા માં જાનહાની થયી હતી.

હવે આવા મુસાફરો ભરી લોડિંગ વાહનો પસાર થતા હોય તેના ઉપર રાજસ્થાન પોલીસે રોક લગાવી દીધી છે જેને લઈ અકસ્માત જેવી સમસ્યા નિવારી શકાય હાલ ગુજરાત ના વિવિધ સ્થળો થી મુસાફર ભરેલા ટ્રેકટરો અંબાજી નજીક છાપરી બોર્ડર થી પસાર થતા રાજસ્થાન પોલીસે રાજસ્થાન માં પ્રવેશ ન આપી તેમને ગુજરાત માં પરત રવાના કરાયા હતા.

4711327a 22bc 486b a501 a2736d3b5ec5

આ પણ વાંચોઃ Heavy rain forecast in Gujarat: ગુજરાતવાસી ફરી વરસાદ માટે થઇ જાવ તૈયાર, 2 દિવસ ભારે વરસાદની આગાહી

a3cc249b e872 49c2 83b0 15879f9bf747

હવે કોઈ પણ લોડિંગ વાહનો માં મુસાફર ભરી ને જતા હસે તેમને રોકવામાં આવશે તેમજ સરહદ બોર્ડર થીજ પરત જે તે સ્થળે રવાના કરાશે હાલ તબક્કે જે રીતે રામદેવરા ના પગપાળા સંઘો જઈ રહ્યા છે તેઓ ટ્રેકટર માં સાધન સામગ્રી લઈ જતા હોય છે ને રામદેવરા દર્શન કરી પરત ફરતી વખતે ટ્રેકટર નો ઉપયોગ કરતા હોય છે.

આ તમામ પ્રક્રિયા ઉપર રોક લગાવી દેતા રામદેવરા જતા યાત્રિકો માં નારાજગી જોવા મળી રહી છે ને મેલા પૂર્વેજ આવા પ્રતિબંધ ની જાહેરાત કરવા માંગ ઉઠી હતી

આ પણ વાંચોઃ Accident Mot no kuvo In LokMela: રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં મોટી દુર્ઘટના ઘટી, વાંચો શું થયુ?

Gujarati banner 01