Ambaji Swachhta Abhiyan

Ambaji Swachhta Abhiyan: રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ

Ambaji Swachhta Abhiyan: મંત્રી બચુભાઈ ખાબડ માતાજીની મંગલા આરતીમાં પણ જોડાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 22 એપ્રિલઃ Ambaji Swachhta Abhiyan: ગુજરાતના તમામ 24 જેટલા એક પવિત્ર યાત્રાધામને સ્વચ્છ સુંદર બનાવવાનાની કામગીરી ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ત્યારે અંબાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છ અભિયાનની શરૂઆત કરાઈ હતી.

આ પુર્વે મંત્રી બચુ ભાઈ ખાબડ અંબાજી મંદિરમાં માતાજીની મંગળા આરતીમાં પહોંચ્યા હતા. રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અંબાજી આવી પહોંચ્યા હતા. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહેલી અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા પણ સાથે રહ્યા હતા.

જગતજનની અંબાનું ધામ અંબાજી વિખ્યાત છે. ત્યારે મા અંબાનું આ શક્તિપીઠ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે અને લાખો કરોડો લોગોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દરરોજ મા જગતજનની અંબાના દર્શન અને મા અંબાના ચરણોમાં શીશ નામવવા માઇભક્તો અંબાજી આવતા હોય છે. ત્યારે આજે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ માતાજીના ધામે અંબાજી પહોંચ્યા હતા.

ગુજરાતના તમામ પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનની શરૂઆત કરાઈ છે. ત્યારે આજે અંબાજીમાં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ સાથે રાજસભા ના સાંસદ સભ્ય દિનેશ અનાવડીયા અને બનાસકાંઠા સાંસદ પરબત પટેલ સાથે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સફાઈ કર્મીઓ જોડાયા હતા. ત્યારે મંત્રીઓએ વહીવટી તંત્ર અને સફાઈ કર્મીઓ સાથે અંબાજીના વિવિધ માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વચ્છતાને જાળવી રાખવા સાથે અનેકો નિર્દેશો આપ્યા હતા.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાને વિશેષ મહત્ત્વ આપતા હોય છે. ત્યારે સરકાર દ્વારા દેશ ભરમાં સ્વચ્છ અભિયાન અંતર્ગત વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ અભિયાન અંતર્ગત જોડી તમામ યાત્રાધામોને સ્વચ્છ સુંદર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આજથી ગુજરાતના 24 જેટલા પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છ અભિયાનની શરૂઆત કરાઈ છે.

આ પણ વાંચો… Kumkum Mandir Akshaya tritiya: કુમકુમ મંદિર ખાતે અખાત્રીજે ભગવાનને ચંદનના વાઘાનાં શણગાર ધરારવવામાં આવ્યાં

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો