LPG

New Rules for July 2023: નવા બદલાવો સાથે આવશે જુલાઈનો મહીનો, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે

New Rules for July 2023: રાંધણગેસ, કોમર્શિયલ ગેસ, સીએનજી-પીએનજી સહિત અનેક વસ્તુઓના ભાવ અને નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે

કામની ખબર, 28 જૂનઃ New Rules for July 2023: જૂન મહિનો પૂરો થઈ રહ્યો છે અને જુલાઈથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દર વખતની જેમ આ વખતે પણ ઘણા મોટા ફેરફારો થવાના છે. રાંધણગેસ, કોમર્શિયલ ગેસ, સીએનજી-પીએનજી સહિત અનેક વસ્તુઓના ભાવ અને નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

જુલાઈ મહિનામાં આ ફેરફારો સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે. આવી સ્થિતિમાં, તમારી પાસે તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. ચાલો જાણીએ 1 જુલાઈથી તમારા માટે શું બદલાવ આવવાનો છે.

એલપીજીના ભાવમાં ફેરફાર

દેશની સરકારી તેલ કંપનીઓ દ્વારા દર મહિને એલપીજી ગેસની કિંમત નક્કી કરવામાં આવે છે અથવા તેમાં સુધારો કરવામાં આવે છે. આ વખતે પણ એલપીજી ગેસના ભાવમાં પહેલી તારીખે ફેરફાર થવાની આશા છે.

મે અને એપ્રિલ દરમિયાન 19 કિલોના કોમર્શિયલ ઉપયોગના ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આ કારણથી આ વખતે એલપીજીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

ક્રેડિટ કાર્ડના ખર્ચ પર 20% TCS

વિદેશમાં ક્રેડિટ દ્વારા ખર્ચ કરવા પર TCS લાગુ કરવાની જોગવાઈ છે, જે 1 જુલાઈ 2023 થી લાગુ થશે. આ હેઠળ, 7 લાખથી વધુના ખર્ચ પર 20% સુધીનો TCS ચાર્જ વસૂલવામાં આવશે, પરંતુ શિક્ષણ અને તબીબી માટે, આ ચાર્જ ઘટાડીને 5% કરવામાં આવશે. જ્યારે, જો તમે વિદેશમાં એજ્યુકેશન લોન લઈ રહ્યા છો, તો આ ચાર્જ ઘટીને 0.5 ટકા થઈ જશે.

સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર

દર મહિનાની જેમ આ મહિને પણ CNG અને PNGના ભાવમાં ફેરફાર થઈ શકે છે. દિલ્હી અને મુંબઈની પેટ્રોલિયમ કંપનીઓ પહેલી તારીખે ગેસના ભાવમાં ફેરફાર કરી શકે છે.

ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ

દરેક કરદાતા (Taxpayer) એ ITR ફાઈલ કરવું પડશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ જુલાઈમાં પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં, જો તમે હજુ સુધી ITR ફાઈલ નથી કર્યું તો 31 જુલાઈ સુધીમાં ફાઈલ કરો.

આ પણ વાંચો… Immunity Booster Soup: ચોમાસામાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા આ ખાસ સુપ ને ડાયટમાં કરો સામેલ, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો