Soup

Immunity Booster Soup: ચોમાસામાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા આ ખાસ સુપ ને ડાયટમાં કરો સામેલ, વાંચો વિગતે…

Immunity Booster Soup: ટામેટાનું સૂપ પીવાથી તમારી ઇમ્યુનિટી મજબૂત થશે

હેલ્થ ડેસ્ક, 28 જૂનઃ Immunity Booster Soup: ચોમાસાની ઋતુ શરૂ થતા ની સાથે જ નાની મોટી બીમારીઓ પણ આવતી હોય છે. આથી તમારે પોતાના ડાયટમાં બદલાવ લાવવો જોઈએ. અનેક રોગો સામે બચાવવા માટે ઇમ્યુનિટી નું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. ઘણી બધી વસ્તુઓનો સેવન તમારી રોગપ્રતિકારક ક્ષમતાને વધારી શકે છે.

ચોમાસાની ઋતુમાં તમારે પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે તેના ઉપર ધ્યાન નથી આપતા તો નાની મોટી અનેક બીમારીઓ તરત જ લાગી જતી હોય છે. ઘણા બધા લોકો ગરમ સૂપનું સેવન કરતા હોય છે. સૂપ પીવું પણ તમારા શરીર માટે ફાયદાકારક છે. અલગ અલગ પ્રકારના સૂપ તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકે છે. આજે આપણે આવા જ અમુક સુપ વિશે જાણીશું.

તમે પોતાના ડાયટમાં ટામેટાના સુપને સામેલ કરી શકો છો. તે વિટામિન સી થી ભરપુર હોય છે. સાથે જ તેમાં એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. ટામેટાનું સૂપ પીવાથી તમારી ઇમ્યુનિટી મજબૂત થશે. આ સિવાય તમે મકાઈનું સૂપ બનાવીને પણ પી શકો છો. તેનું સેવન પણ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

આ સિવાય બ્રોકલીનું સેવન તમારા માટે ફાયદાકારક હોય છે. બ્રોકલીમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ જેવા તત્વો હોય છે. આથી બ્રોકલી નું સૂપ પીવાથી પણ તમારી રોગપ્રતિકારક ક્ષમતા સારી થાય છે.

મગની દાળનું સૂપ પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તેમણે મગની દાળનો સૂપ પીવું જોઈએ.

આના સેવનથી અનેક બિમારીઓ સામે પણ તમારા શરીરનો બચાવ થાય છે. આથી ચોમાસાની ઋતુમાં તમે પણ અલગ અલગ પ્રકારના સૂપનું સેવન ચોક્કસથી કરો. 

આ પણ વાંચો… Galteshwar Shiv Temple: ભગવાન શિવનું મંદિર અને ભગવાન શિવની વિશાળકાય પ્રતિમા ધરાવતું તીર્થક્ષેત્ર ‘ગલતેશ્વર’, જુઓ તસ્વીરો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો