Shreyansh Trivedi: પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં શ્રેયાંશ ત્રિવેદી દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
Shreyansh Trivedi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 200m T37 સ્પર્ધામાં શ્રેયાંશ ત્રિવેદી દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
નવી દિલ્હી, 25 ઓક્ટોબરઃ Shreyansh Trivedi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 200 મીટર T37 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ શ્રેયાંશ ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું, “T-37 200-મીટર એશિયન પેરા ગેમ્સ ઇવેન્ટમાં શ્રેયાંશ ત્રિવેદી માટે કેટલું તેજસ્વી બ્રોન્ઝ.
શ્રેયાંશની ઝડપ અને અતૂટ નિશ્ચયથી દેશને આનંદ થયો છે. ખરેખર નોંધપાત્ર સિદ્ધિ.”
આ પણ વાંચો… Guj Govt Decision: રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬ની જોગવાઈમાં કર્યો સુધારો