Rain pic 1

Gujarat weather upadate: આગાહી મુજબ આજે વહેલી સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો, હજી ભારે વરસાદ સાથે પવન ફૂંકાશે

Gujarat weather upadate: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (1 ડિસેમ્બર) સુરત, નવસારી, વલસાડ, તાપી,અમરેલી,ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

અમદાવાદ, 01 ડિસેમ્બરઃ Gujarat weather upadate: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 1 અને 2 ડિસેમ્બરના રોજ પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેની અસર આજે વહેલી સવારથી સુરત, અમદાવાદ, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં દેખાઈ હતી. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યેથી ધીમી ધારે વરસાદી ઝાપટું પડયુ હતું. પવન સાથે વરસાદી ઝાપટું પડ્યા હતા.

હવામાન વિભાગની આગાહીના પગલે, અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો(Gujarat weather upadate) આવ્યો હતો. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસથી શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. પવન સાથે માવઠું થતા શહેરીજનો ઠુઠવાયા હતા. શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, ગોતા, પ્રહલાદનગર, શિવરંજની, વસ્ત્રાપુર, બોપલ, બોડકદેવમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક વધી છે. હાલ પણ શહેરનું વાતાવરણ વાદળછાયું છે.

અમદાવાદની સાથે વહેલી સવારે સુરત, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સુરતમાં મંગળવારે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. આજે, બુધવારે શહેરમાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Guidelines for International Travelers: સરકારે જાહેર કર્યા વિદેશી પ્રવાસીઓ માટે નવા નિયમો- વાંચો વિગત

સૌરાષ્ટ્રમાં પણ મંગળવારે બપોર બાદ અનેક જગ્યાએ માવઠું થયુ હતુ. ઊના અને ગીરગઢડા પંથકનાં અમુક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાનાં બગીચાઓમાં વ્યાપક નુકશાન થઈ શકે છે. જેથી ખેડૂતો પણ ચિંતીત બન્યા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (1 ડિસેમ્બર) સુરત,નવસારી,વલસાડ, તાપી,અમરેલી,ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દમણ દાદરા નગર હવેલી,ગીર સોમનાથ, દિવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.તો અન્ય જિલ્લા સામાન્યથી મધ્યમ વરસાદ રહશે.અને 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

Whatsapp Join Banner Guj