Badlani bhavnama: બદલાની ભાવનામાં બળી જઈશ તું…

તું.(Badlani bhavnama)

બદલાની ભાવનામાં(Badlani bhavnama) બળી જઈશ તું,
છોડ આ ઝંઝટ ખુદને મળી જઈશ તું.

રસ્તો શું કામ શોધે છે, ચાલ્યા કર તું,
મંઝિલને આપોઆપ જડી જઈશ તું.

હાથ ફેલાવ,ચહેરા પર સ્મિત લાવ તું,
પ્રકૃતિની રોમેરોમમાં ભળી જઈશ તું.

સુરજ ચાંદ તારાની જેમ કર્મ કરે જા,
વિશ્વ આકાશમાં ઝળહળી જઈશ તું.

હસતો રે હસાવતો રે આ રંગમંચને,
એક દિવસ તો હાથતાડી આપીશ તું.

આ પણ વાંચો..Intjaar part-14; એન્જલિનાને હવે રીનાની ઈર્ષા પણ થવા લાગી હતી કારણ કે…….

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *