Mango suji cake

Mango suji cake: કેરીની સિઝનમાં બનાવો ટેસ્ટી મેંગો સોજીની કેક, જાણો તેની આસાન રેસીપી

Mango suji cake:પાકેલી કેરી ઉમેરીને અદ્ભુત મેંગો સુજી કેક બનાવો અને પરિવારને ખવડાવો

વાનગી, 29 મેઃ Mango suji cake: કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. બજારમાં અનેક જાતની કેરીઓ વેચાઈ રહી છે. કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. બાળકો હોય કે મોટા, દરેકને કેરી ખૂબ જ પસંદ હોય છે. કાચી કેરીથી લઈને પાકી કેરી સુધી વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. આજે અમે તમને બેક કરેલી મેંગો કેકની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. હા તમે પાકેલી કેરી ઉમેરીને અદ્ભુત મેંગો સુજી કેક બનાવી શકો છો. ખાવામાં જેટલો ટેસ્ટી છે તેટલો જ તેને બનાવવામાં પણ સરળ છે.

તમે બાળકો માટે મેંગો સૂજી કેક બનાવી શકો છો. તેઓને આ કેક ગમશે. તો ચાલો અમે તમને મેંગો સુજી કેકની સરળ રેસિપી અને તેને બનાવવા માટે જરૂરી સામગ્રી વિશે જણાવીએ. જાણો મેંગો સોજી કેક બનાવવાની રીત વિશે-

મેંગો સોજી કેક(Mango suji cake) બનાવવા માટે જરૂરી છે આ વસ્તુઓ-
સોજી – 1 કપ
મેંગો પલ્પ – 1 કપ
તેલ – 1/4 કપ
ખાંડ – 3/4 કપ
બેકિંગ પાવડર – 1 ચમચી
મીઠું – એક ચપટી
પિસ્તા – 2 ચમચી (બારીક સમારેલા)

આ પણ વાંચોઃ Vitamins For Women: આ વિટામિન્સ મહિલાઓ માટે જરૂરી છે, આ ખોરાકથી ઉણપને પૂર્ણ કરો

મેંગો સોજી કેક બનાવવા માટે જરૂરી છે આ વસ્તુઓ-
મેંગો સૂજી કેક બનાવવા માટે, પહેલા ઓવનને પ્રીહિટ કરો.
આ પછી એક મોટો બાઉલ લો અને તેમાં સોજી, ખાંડ અને બેકિંગ પાવડર મિક્સ કરો.
આ પછી તમે કેરી લો અને તેનો પલ્પ કાઢી લો.
આ પલ્પને મિક્સરમાં નાખીને પીસી લો.
આ પછી સોજીના મિશ્રણમાં તેલ ઉમેરો.
છેલ્લે તેમાં કેરીનો પલ્પ મિક્સ કરો.
આ પછી એક નાની ચમચી બેકિંગ પાવડર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
આ પછી કેકની ટ્રેને સારી રીતે ગ્રીસ કરી તેમાં કેકનું બેટર નાખો.તેની ઉપર પિસ્તા ઉમેરો.
ત્યાર બાદ તેને બેક કરો.
કેકને 20 મિનિટ સુધી બેક કરો અને પછી છરી વડે તપાસો કે કેક સંપૂર્ણપણે પાકી ગઈ છે કે નહીં.
આ પછી કેકને 30 મિનિટ સુધી ઠંડુ થવા દો.
આ પછી, કેક સર્વ કરો.
બાળકોને આ કેક ગમશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Liquor beer cheaper: આ રાજ્યમાં દારૂ અને બિયર થશે સસ્તી, મંત્રી જૂથે આયાત જકાત ઘટાડવાનો નિર્ણય કર્યો

Gujarati banner 01