busy life

Busy Life: જીવી ગયા…

Busy Life: ભાગદોડવાળી જિંદગીને અમે તો જીવી ગયા,

Busy Life, Ronak joshi

Busy Life: ભાગદોડવાળી જિંદગીને અમે તો જીવી ગયા,
અનેકવાર મળી હાથતાળી તોપણ જીવી ગયા.

કિનારે બેઠેલાને મોજું આવી મોજથી તાણી ગયું,
વચ્ચે ટકરાયો પથ્થરને અમે પાછા જીવી ગયા.

સ્વચ્છ જગ્યા પર રાખી પૂજા પાઠ કર્યા ઉપવનમાં,
શ્રદ્ધા રાખી લોકોએ સત્ય આગળ ધર્યુંને જીવી ગયા.

શ્વાસોશ્વાસ વધવા લાગ્યા વિચાર આવ્યો કે ગયા હવે,
હાશ એકસો આઠની સગવડ યાદ આવી જીવી ગયા.

જવાબદારી અને જખ્મોએ ખેંચમતાણ કરી મૂકી,
હળવાશની હાસ્યસ્મૃતિઓ યાદ આવી, ને જીવી ગયા

આ પણ વાંચો:SPIPA: કલ, આજ ઔર કલ !

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *