PM Modi 1

Team announced for ‘One Country One Election’: ‘એક દેશ, એક ચૂંટણી’ માટે 8 સભ્યોની ટીમ જાહેર, જાણો કોને-કોને મળ્યું સ્થાન…

Team announced for ‘One Country One Election’: સમિતિમાં અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એન.કે.સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી સહિત અન્ય સભ્યોને સ્થાન મળ્યું

નવી દિલ્હી, 02 સપ્ટેમ્બરઃ Team announced for ‘One Country One Election’: કેન્દ્રની મોદી સરકારે ‘એક દેશ, એક ચૂંટણી’ની દિશામાં વધુ એક મોટુું એલાન કર્યું છે. કાયદા મંત્રાલયે સમિતિની રચના કરી દીધી છે. ખબર હોય કે, આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આપવામાં આવી છે. સમિતિમાં કુલ 8 સભ્યોને સ્થાન અપાયું છે.

મળતી માહિતી મુજબ, સમિતિમાં અમિતશાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એન.કે.સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી સહિત અન્ય સભ્યોને સ્થાન મળ્યું છે.

એક દેશ એક ચૂંટણી અંગે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, હાલ એક સમિતિ બની છે. સમિતિના રિપોર્ટ બાદ ચર્ચા કરાશે. સંસદ પરિપક્વ છે, ત્યાં ચર્ચા થશે. ગભરાવાની જરૂર નથી. ભારતને લોકતંત્રની જનની કહેવાય છે, અહીં વિકાસ થયો છે. હું સંસદના વિશેષ સત્રના એજન્ડા પર ચર્ચા કરીશ. 

આ પણ વાંચો… SIM Card New Rules: નવું સીમકાર્ડ ખરીદવા અંગે કેન્દ્ર સરકારનો કડક નિયમ, તમે પણ જાણી લો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો