happy mother holding baby arms bed

Parents & Kids: જન્મ આપીને પછી જે માતા-પિતા બાળકને ફેંકી કે તરછોડી દે છે તેઓ અંદરથી….

કરામતી કૃષ્ણત્વ ! (Parents & Kids)

    Parents & Kids: આપણા સહુના જીવનના દરેક તબક્કામાં શ્રીકૃષ્ણનું જીવનકવન પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલું જ છે. તેમની લીલામાં તથ્યો સમાયેલા જ છું. શ્રી કૃષ્ણના પ્રત્યેક કાર્યો સૌને ઉપયોગી માહિતી તથા માર્ગદર્શન આપતા જ રહે છે. દરેક માણસ જો પોતાનામાં રહેલા કૃષ્ણત્વને સમજશે અને તેનો અમલ કરશે તો ક્યાંય અન્યાય થશે નહીં અને દુઃખી થશે નહીં.

    Parents & Kids, Nilesh dholakiya

    યોગ સંદર્ભમાં કેલૈયા કાનકુંવર, શામળીયા મહારાજ કહે છે કે કર્મમાં કુશળતા એ જ યોગ છે, યોગ એટલે માત્ર જાતજાતના આસનો કરવામાં કુશળતા એ જ નથી. તેઓ તેની વ્યાખ્યા કરતાં કહે છે કે જો તમે સરકારી કર્મચારી હોય ને તમારી ઓફિસમાં દૂરદૂરના ગામડામાંથી આવતા કોઈ ગરીબ વ્યકિતને સરકારી કામમાં મદદ કરો, તેનું ફોર્મ ભરી આપો, તેમને નિયમ પ્રમાણે મળતી સરકારી સુવિધા મેળવવામાં મદદ કરો તો તમે કર્મયોગી છો. બસ આ જ આપણામાંનું કૃષ્ણત્વ છે. એ જ યોગ છે, એ જ પ્રક્રિયા અનુલોમ-વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ છે, સર્વ યોગ યથાસ્થાને છે. શ્રી કૃષ્ણના જીવનમાંથી જે વાત બહાર નીકળે છે તે વાત એટલી છે કે કોઈ દુઃખીના, કોઈ પીડીતના મોં ઉપર હાસ્ય ફેલાવો, તેમની વહારે જાઓ, શોષિતોને મદદ કરો, વંચિતોને ગળે લગાવો. આટલી વાતથી જ શ્રી કૃષ્ણ આપણા પર ફીદા થઈ જશે.

    જન્માષ્ટમી પર્વે નંદના જાયા સાથે થયેલી વાતનું જ પુનરાવર્તન આપણને ધાર્મિક કે કાર્મિક બનવાના ખ્યાલ માટે પ્રેરે છે – તે બાબતે, નીચે મુજબની એક સત્ય ઘટના આપણને શું કરવું તે સમજાવી જાય છે : જુઓને, ભાગ્ય ક્યાંથી ક્યાં લઈ જાય છે !? અનાથ આશ્રમથી ઓસ્ટ્રેલીયા પહોંચેલી તકદીરની આ કથા રોમાંચિત કરનારી છે. જન્મ આપીને પછી જે માતા-પિતા બાળકને ફેંકી કે તરછોડી દે છે તેઓ અંદરથી રડતા જ રહેતા હોય છે; કારણ કે તેઓ ફરી વાર ક્યારેય તેમના વ્હાલસોયા સંતાનને મળી શકતા નથી.

    આ પણ વાંચો:- Busy Life: જીવી ગયા…

    આવી જ એક ઘટના વર્ષો પહેલાં બનેલી. મહારાષ્ટ્રના પુણે શહેરમાં જે અનાથાશ્રમ છે તેને ‘શ્રીવાસ્તવ અનાથાશ્રમ’ કહેવામાં આવે છે. પુણે શહેરના એક અજાણ્યા ખૂણામાં ૧૩મી ઓગસ્ટ ૧૯૭૯ના રોજ એક બેટીનો જન્મ થયો હતો, માતા-પિતાને ખબર હતી કે તે એક મજબૂરી છે એટલે તેઓએ વહેલી સવારે પુનાના આ અનાથાશ્રમના પારણામાં તેમના કાળજાનો ટુકડો ફેંકી દીધો હતો.

    અનાથ આશ્રમના સંચાલકોએ આ દીકરીનું નામ નામ ‘લૈલા’ રાખી ઉછેર શરૂ કર્યો. એ દિવસોમાં હરેન અને સુ નામનું એક અમેરિકન કપલ ભારતની મુલાકાતે આવ્યું હતુ. તેમના પરિવારમાં પહેલેથી જ એક છોકરી તો હતી જ. ભારત આવવાનો તેમનો હેતુ એક છોકરાને દત્તક લેવાનો હતો. તેઓ એક સુંદર છોકરાની શોધમાં આ અનાથઆશ્રમમાં આવ્યા; તેઓને કોઈ છોકરો મળ્યો નહીં, પરંતુ “સુ”ને પેલી લૈલા ખૂબ જ વહાલી લાગી અને એ છોકરીની તેજસ્વી, ભુરા રંગની આંખો માસૂમ નિર્દોષ ચહેરાથી પ્રેમ થયો. કાયદેસરની કાર્યવાહી બાદ બાળકીને દત્તક લેવામાં આવી, “સુ”એ બાળકનું નામ લયલાથી બદલીને ‘લિઝ’ કરી દીધું, તેઓ પાછા યુ.એસ.એ. ગયા, પરંતુ થોડા વર્ષો પછી તેઓ કાયમ માટે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સ્થાયી થયા.

    પિતાએ દીકરીને ઘરના પાર્કથી લઈને ગલીના છોકરા સાથે ક્રિકેટ રમવાનું શીખવ્યું. ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો અપાર હતો, તેણે પોતાનો અભ્યાસ પણ પૂરો કર્યો. તેણીને સારી તક મળી, તેણીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ક્રિકેટમાં આગળ વધી. ક્રિકેટનો ભરપૂર શોખ તેનું બેટ બોલવા લાગ્યું અને પછી તેણે ક્રિકેટમાં રેકોર્ડ્સ તોડવાના શરૂ કર્યા. સને ૧૯૯૭માં ન્યૂ સાઉથ વેલ્સ તરફથી પ્રથમ મેચ રમી. ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ODI જીતી. ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રથમ ટેસ્ટ રમી. ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી રમતા લીઝે આઠ ટેસ્ટમાં ૪૧૬ રન કરીને, ૨૩ વિકેટ ઝડપી. લીઝે આજ સુધીમાં ૧૨૫ વનડે ક્રિકેટ્ ખેલીને ૨૭૨૮ રન બનાવ્યા તેમજ ૧૪૬ વિકેટ લીધી. ૫૪ T૨૦ મેચમાં લીઝે ૭૬૯ રન ઝૂડ્યા તો ૬૦ વિકેટો ખેરવી.

    વનડેમાં ૧૦૦૦ રન બનાવનારી અને ૧૦૦ વિકેટ લેનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની. ICC રેન્કિંગ સિસ્ટમ દાખલ કરવામાં આવી ત્યારે તે વિશ્વની નંબર- વન ઓલરાઉન્ડર હતી ને પછી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પણ બની. બચપણમાં નોધારી હતી તે લીઝે પાલક માવતરના હૂંફાળા ઉછેરથી ચાર વર્લ્ડકપમાં ભાગ લીધો – ODI અને T20માં, તેની ટીમે મહિલા ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો. તેથી જ કહેવાય છે કે દરેક માણસ પોતાનું ભાગ્ય લઈને આવે છે, માતા-પિતાએ છોકરીને અનાથાશ્રમમાં છોડી દીધી, પરંતુ નિયતિ તેને પહેલા અમેરિકા લઈ ગઈ અને પછી તેને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમની કેપ્ટન બનાવી અને તેને વિશ્વની મહાન ક્રિકેટર બનાવી.

    ચાલો સાથે મળીને ભગવાન કૃષ્ણના વારસ બની જઈએ, શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ ! આપણને ઓછું મળ્યું છે એ આપણને દુઃખ નથી, આપણને ઓછું લાગી રહ્યું છે એ આપણું દુઃખ છે. આપણાં ‘વિચાર’ ઉપર જો કોઈને વિચાર કરવો પડે તો સમજવું, કે આપણે રજૂ કરેલો ‘વિચાર’ સર્વશ્રેષ્ઠ છે.

    અલબત્ત આજના ઝડપી યુગમાં કોઈએ કાળિયા ઠાકર, કામણગારા રણછોડ માટે ય લાલબત્તી ધરતા હળવી શૈલીમાં કોઈએ લખ્યુ છે કે –
    કાનુડા વિચારજે કળયુગમાં અવતરતા,
    કે નખરા તારા હવે પોસાય એમ નથી,
    કોખ પણ મળી જશે ફરીને અવતરવા,
    ઝૂલા હાલરડાંના મેળ ખાય એમ નથી,
    અમુલમાં કરાવી આપીશ ઓળખાણ,
    માખણના માટલા કોઈ ઘરમાંય નથી,
    જોગર્સ પાર્ક સૌના ઘરની પાસે જ છે,
    વૃંદાવનની ટીકીટ તો મળે એમ નથી,
    લઈને મોબાઈલ, તું પહોંચી જજે ત્યાં,
    વાંસળી ય ક્યાંય પણ જડે એમ નથી,
    ગોપીઓ તો હજુ પણ મળે છે હજારો,
    રાધાની ભાળ તો હવે મળે એમ નથી,
    રાસલીલા કરે તો ઇન્સ્ટાગ્રામમાં મુક,
    પછી કે’તો નહીં, લાઈક મળતી નથી,
    કંસને જો મારે તો ધ્યાન રાખજે જરા,
    ખરાને જામીન જલ્દી મળતા જ નથી,
    નાગદમનનું તો હવે વિચારતો નહીં,
    એનીમલ રાઈટ્સનું તું જાણતો નથી,
    મોરના પીંછા તું હવે ક્યાં ભરાવીશ ?
    વેશભૂષા આવી કોઈને ગમતી નથી,
    જીન્સ તો ફાવશે જ ને ! વિચારી લેજે,
    નાઈટપાર્ટીમાં ધોતીયુ ચાલતું નથી –
    ગીતા ઉપદેશ કોને આપશે તું કાના,
    અર્જુન જેટલો કોઈ પાસે સમય નથી,
    one sided Loveથી ચેતીને ચાલજે,
    મોર્ડન મીરા હવે ઝેર પીવે એમ નથી,
    આધાર કાર્ડ તારે ય બનાવવું પડશે,
    તારા હજારો નામ હવે ચાલતા નથી,
    વેબસાઈટનો ય તો ખર્ચો છે જ તારે,
    તને મંદિરમાં ય કોઈ સર્ચ કરતું નથી,
    સૅલ્ફી લેવાનું ભૂલ્યા વિના શીખજે –
    આ જૂના પૉઝ હવે ચાલે એમ નથી,
    કાના, તું વિચારજે ફરીને અવતરતા,
    નખરા તારા હવે પોસાતા જ નથી !


    જન્માષ્ટમી પર્વે પ્યાર ભરી શુભેચ્છા🙏🏻

    Gujarati banner 01
    દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *