Every day daughters day: લાગણીનું વ્હેણ કંડાયાઁ પછી નામ એનું દીકરી રાખ્યું અમે…

Every day daughters day: દીકરી એ ઉપર વાળાની એક એવી રચનાં છે, જેને કદી માંગવાની જરૂર નથી પડતી. કારણ કે દીકરી એતો સાક્ષાત દેવ ની દીધેલી હોય છે, બાકી દિકરાઓને માનતાઓ રાખી માંગવા પડે છે. કવિ શ્રી પ્રહલાદ જાની એ દીકરી માટે એક ખુબ સરસ શેર લખ્યો છે, –
“ લાગણીનું વ્હેણ કંડાયાઁ પછી
નામ એનું દીકરી રાખ્યું અમે.”


Every day daughters day: દીકરી જ્યારે જન્મ લઈને તેનાં પિતા નાં ઘરમાં આવે છે, ત્યારે ફક્ત એક પિતા જ નહી પણ તેનાં પુરાં પરિવાર ની જ કિસ્મત બદલાઈ જતી હોય છે. એક દીકરી નો પિતા હોવું એ ખરેખર ભાગ્યની વાત છે. દીકરી જેમ જેમ મોટી થાય છે તેમ તેમ તેની દરેક જરૂરિયાત પુરી કરવી, તેને ભણાવવી – ગણાંવવી, તેની દરેક જીદ દરેક ફરમાઈશો ને હસતે મુખે પુરી કરવી, તેને સારાં – નરસા નો ભેદ સમજાવવો, સારાં સંસ્કાર આપવાં ખરેખર આ બધું તો કોઈ ભાગ્યશાળી વ્યક્તિ નાં જ નસીબ માં હોઈ શકે.

એક દીકરી જેમ જેમ મોટી થાય છે તેમ તેમ એક પિતા ની ચિંતાઓ પણ પોતાની દીકરી માટે વધતી જાય છે, તેને હંમેશાં એક જ ડર રહેતો હોય છે કે ક્યાંક મારી દીકરી કોઈક ની હવસ નો શિકાર ના બની જાય ? અને આજ નાં સમય માં તો આવો ડર હોવો તે સ્વાભાવિક પણ છે. આજનાં સમય માં માત્ર ૬ વષઁની નાનકડી બાળકી સુરક્ષિત નથી તો જવાન દીકરી માટે એવી ચિંતાઓ તો હોય જ. આવાં કુકમઁ કરનાંરાં કદી એમ નથી વિચારતા કે જો એ બાળકી ની જગ્યાએ એમની જ બાળકી સાથે કે એમની જ બહેન સાથે એવું કોઈ કરી જાય તો એમનાં ઉપર શું વીતસે ?

girl


એક પિતા પોતાની લાડકવાયીને દુનિયાની દરેક ખુશી આપવાં માંગે છે. પોતાની દીકરીનાં ખુશહાલ જીવનનાં સપનાં સીંચે છે, પણ જ્યારે પોતાની આજુબાજુ એવી કેટલીયે દીકરીઓ જુએ છે જે રોજ દહેજ, બળાત્કાર જેવાં દુશ્કમઁનો ભોગ બને છે. પોતાની દીકરી સાથે આવું કંઈક જો થાય કે પછી તેને દહેજ માટે સતાવવાં માં આવશે તો ? એક પિતા નાં આવાં જ કેટલાક સવાલો હોય છે જેનાં જવાબ કોઈની પાસે નથી હોતાં.

સ્ત્રી નાં એમ તો ઘણાં રૂપ છે, પણ જે રૂપમાં તે સૌથી વધારે આઝાદ અને પ્રસન્ન રહે છે તે છે “દીકરી”. અને એજ દીકરી આજે ક્યાંય સુરક્ષિત નથી. આપણી આસપાસ જ્યારે આવું કંઈક થાય ત્યારે લોકો તે છોકરીનાં કપડાં ઉપર કે તેનાં લક્ષણો ઉપર આંગળી ચીંધે છે, તો જે વ્યક્તિ તે છોકરી સાથે આવું કરે છે તેનાં લક્ષણ કેટલાંક સારાં હોઈ શકે ? અરે છોકરીઓ ગમે તેટલાં વસ્ત્રો પહેરી લેસે કે ગમે તેટલું શરીર ઢાંકશે પણ જેમની નજર જ ખરાબ હોય તેમનાં માટે તો તે વસ્ત્રો ઓછાં જ પડશે.

આ પણ વાંચોઃ Approves same sex marriage: આ દેશમાં સમલૈંગિકોને આપવામાં આવી વિવાહની મંજૂરી, જેમાં 64.1 ટકા મતદારોએ તેનું સમર્થન કર્યું

મે પોતે ઘણાં લોકો એવાં જોયા છે જે આવું કંઈક સાંભળીને પોતાની બહેન દીકરીઓને ઘરની બહાર જવાં પર રોક લગાવી દેય છે, કાંતો તેનું ભણવાનું જ બંદ કરાવી દેતાં હોય છે. પણ આવું કંઈ થવાંમાં એ દીકરી ની શું ભુલ હોઈ શકે? ભુલ તો એ લોકો ની નજરો માં હોય છે જે દીકરીઓ ઉપર એવી ખરાબ નજર નાંખે છે. એટલે જ દીકરીઓને અટકાવવાં કરતાં તેમને આવાં લોકો ને વળીને જવાબ આપતાં શીખવવાંની જરૂર છે.

Whatsapp Join Banner Guj