Approves same sex marriage

Approves same sex marriage: આ દેશમાં સમલૈંગિકોને આપવામાં આવી વિવાહની મંજૂરી, જેમાં 64.1 ટકા મતદારોએ તેનું સમર્થન કર્યું

Approves same sex marriage: સ્વિત્ઝરલેન્ડ દ્વારા 2007ના વર્ષમાં જ સમલૈંગિકોને સાથે રહેવાનો અધિકાર આપવામાં આવ્યો હતો પરંતુ તે સમયે વિવાહની અનુમતિ નહોતી અપાઈ

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બરઃ Approves same sex marriage: સ્વિત્ઝરલેન્ડની બે તૃતિયાંશ જનતાએ રવિવારે એક ઐતિહાસિક નિર્ણય સાથે સમલૈંગિક યુગલોને વિવાહની અનુમતિ આપી દીધી છે. આ નિર્ણય માટે જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો હતો જેમાં 64.1 ટકા મતદારોએ તેનું સમર્થન કર્યું હતું. આ નિર્ણયની સાથે જ હવે સ્વિત્ઝરલેન્ડમાં પણ પશ્ચિમી યુરોપના અન્ય કેટલાય દેશોની જેમ સમલૈંગિકોને વિવાહ કરવાની મંજૂરી મળી ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે, સ્વિત્ઝરલેન્ડ દ્વારા 2007ના વર્ષમાં જ સમલૈંગિકોને સાથે રહેવાનો અધિકાર આપવામાં આવ્યો હતો પરંતુ તે સમયે વિવાહની અનુમતિ નહોતી અપાઈ. ત્યારે હવે વિવાહની અનુમતિ મળતા સમલૈંગિક સમુદાયના લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. 

આ પણ વાંચોઃ BJP workers joined AAP: અમદાવાદના આ વિસ્તાર ખાતે ભાજપના ૧૫૦૦ જેટલા કાર્યકર્તાઓ આપમાં જોડાયા

આ નિર્ણયનું સમર્થન કરનારા લોકો માને છે કે, હવે સમલૈંગિક લોકોને કાયદાકીય રીતે અનેક એવા અધિકાર મળી શકશે જેનાથી તેઓ પહેલા વંચિત રહી ગયા હતા. આ નિર્ણય બાદ હવે તેઓ બાળકોને પણ દત્તક લઈ શકશે અને તેમને નાગરિકતા પણ મળશે. તેઓ દેશના દરેક અધિકારનો ફાયદો લઈ શકશે. 

જોકે અનેક લોકો આ વિવાહનું સમર્થન નથી કરી રહ્યા. તેમની નજરમાં સમલૈંગિક વિવાહ ઉચિત નથી. તેમના કહેવા પ્રમાણે બાળકોને માતા અને પિતા એમ બંનેના પ્રેમની જરૂર હોય છે. આ ઉપરાંત કેટલાય લોકોએ આ નિર્ણયને પ્રકૃતિના નિયમની વિરૂદ્ધ ગણાવ્યો હતો. 

Whatsapp Join Banner Guj