Manma vishvas: મનમા વિશ્વાસ રાખી વિશ્વાસ જીતવા નીકળ્યો…

“વિશ્વાસ જીતવા નીકળ્યો”.(Manma vishvas)

Manma vishvas: મનમા વિશ્વાસ રાખી વિશ્વાસ જીતવા નીકળ્યો,
મારુ તારુ મુકી સૌ કોઈને આપણું કહેવા નીકળ્યો.

કરમાયેલા ફૂલોને મહેકતા કરવા નીકળ્યો,
મધદરિયે ડોલતા જહાજને સહારો આપવા નીકળ્યો.

ભટકેલા રાહીને રસ્તો બતાવવા નીકળ્યો,
સમાજ તો છે એક દર્પણ હુ ચહેરો બતાવવા નીકળ્યો.

ખામીઓને ભૂલી ખૂબીઓ શોધવા નીકળ્યો,
ખુદને ખુદમાં ડુબાડી ખુદને શોધવા નીકળ્યો.

પંખીની પાંખો લઈ ઉડવા નીકળ્યો,
સમુદ્રની ગહેરાઈ માપવા નીકળ્યો.

ભૂતકાળ-ભવિષ્યકાળનાં સ્વપનાઓને વર્તમાનમાં જીવવા નીકળ્યો,
આકાશમાં રહેલ તારલાઓને ગણવા નીકળ્યો.

માણસની સાથે માણસાઈની વાત કરવા નીકળ્યો,
છુટે ભલે શ્વાસ પરંતુ વિશ્વાસ તુટે નહી એ વાત સમજાવવા નીકળ્યો.

આ પણ વાંચો… Ekadashi vrat: આજે એકાદશી બારસ અને તેરસનો અનોખો સંયોગ; વાંચો વિગત…

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *