Devendra Patel part 7

Actreess Nalini jaywant: અપ્રતિમ સૌંદર્ય છતાં એકલાં અટૂલાં નલિની

Actreess Nalini jaywant: એક જમાનાની અત્યંત રૂપાળી એવી અભિનેત્રી નલિની જયવંતનું થોડા વર્ષો પૂર્વે ૮૩ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું.

નલિની જયવંત લાંબા સમયથી મુંબઈના ચેમ્બુર વિસ્તારના એક નાનકડા બંગલામાં એકાકી જીવન ગાળતાં હતાં. પાછલાં કેટલાંયે વર્ષોથી લોકનજરમાંથી ઓઝલ થઈ ગયેલાં નલિનીની દરકાર ભાગ્યે જ કોઈ કરતું હતું. તેઓ બીમાર હતાં અને તેમની ગંભીર પરિસ્થિતિ જોઈ પડોશીઓએ મ્યુનિસિપલ એમ્બ્યુલન્સ બોલાવી તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યાં, જયાં તેમનું અવસાન થયું. તે પછી દૂરના એક સગાએ આવી તેમની અંતિમક્રિયા કરી. બોલિવૂડની આ મોસ્ટ બ્યૂટીફૂલ એક્ટ્રેસને શ્રદ્ધાંજલિ આપનાર બે વ્યક્તિ હતા : દેવ આનંદ અને દિલીપકુમાર.


વિશાળ નયન, પૂરા કદના હોઠ અને સુંદર ચહેરો ધરાવતા નલિની જયંત આ ઉદાસ, દુખી અને એકાકી હતાં, નલિની જયવંતને તેમના પરિવારે પણ ત્યજી કારક કે તેમા ફિલ્મજગતમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. કારેલની મમ્મી તનુ અને માસી નૃતનનાં માતા શોખના સમર્થન કાકા દાદાસાહેબ જયવંતના તેઓ પુત્રી તા નલિની પવતની ફિલ્મોમાં કામ કરવા માંગતા હોઈતેમના પિતાએ અનેક વાર તમને માર માર્યો હતો. દાદાસાહેબ જયવત મહારાષ્ટ્રના ઉચ્ચવર્ગમાંથી આવતા હોઈ તેમની પુ ફિલ્મોમાં કામ કરે તેને તેઓ એક ખરાબ બાબત સમજતા હતા.

નલિની જયવંતનો જન્મ ૧૯૨માં મુંબઈ ખાતે થયો હતો. પરિવારની ઇચ્છા વિ જઈ નલિની જયવંતે માત્ર ૧૩ વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને ૧૯૪૬માં ‘રાધિકા’ નામની ફિલ્મમાં કામ કર્યું. તે પછી તેમણે ‘અનોખા પ્યાર’, ‘સમાધિ સામ મિ. એક્સ’, ‘ખલીફા’, ‘મહેબૂબા’, ‘મુકદર’ અને ‘મુનીમજી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. ૧૯૫૮માં બનેલી ફિલ્મ ‘કાલા પાની’માં તેમણે કરેલા રોલ બદલ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

નલિની જયવંત જેટલો સમય પણ ફિલ્મોમાં રહ્યાં એટલો સમય તેઓ શ્રી અભિનેત્રીઓથી જુદાં પડી જતાં. “અનોખા પ્યારમાં નરગિસ મુખ્ય ભૂમિકામાં હતી અને નલિની જયવંત સહાયક અભિનેત્રી હતો, પરંતુ નલિની જ પ્રેક્ષકોનાં દિલ જીતી ગયો. એ એમનો એડલ્ટરોલ હતો. એવી જ રીતે ૧૯૫૮માં બનેલી ફિલ્મ ‘કાલા પાની”માં પણ તેનો રોલ મધુબાલાને ટપી ગયો. ૧૯૫૦માં ફિલ્મફેરે યોજેલા એક ઓપિનિયન પોલમ ભારતીય ચિત્રજગતની સૌથી વધુ સ્વરૂપવાન અભિનેત્રી તરીકેનું સન્માન તેમણે પ્રાપ્ત થયુ હતું.

બધી મળીને કુલ ૧૮ ફિલ્મોમાં તેમણે કામ કર્યું. તે પૈકી સાત ફિલ્મો અશોકકુમાર સાથે કરી. પ૦ના દશકમાં તેમની આ તમામ ફિલ્મો બોક્સઑફિસ પર હીટ રહી, ત્રણ ફિલ્મોમાં તેમની સાથે દેવ આનંદ અને બે ફિલ્મોમાં તેમની સામે દિલીપકુમાર હતા. ફિલ્મ ‘નાસ્તિક’માં તેઓ અમિતાભ બચ્ચનનાં અંધ માતા બન્યાં.

ફિલ્મ ‘સંગ્રામ’માં કામ કરતાં કરતાં એ જમાનાના મશહૂર કલાકાર અશોકકુમારના પ્રેમમાં પડી ગયાં. એ જમાનામાં એમ કહેવાતું હતું કે અશોકકુમારે તેમની અગાસીમાં ટેલિસ્કોપ મુકાવ્યો હતો અને નલિની જયવંતે બાઇનોક્યુલર વસાવ્યું હતું. તેની મદદથી બેડ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતાં, પરંતુ ૧૯૫૦નો દાયકો પૂરો થાય તે પહેલાં જ તેમની પ્રાયવસંતનો અંત આવ્યો. માત્ર ૧૭ વર્ષની વયે તેઓ ફિલ્મ નિર્દેશક વીરેન્દ્ર દેસાઈ સાથે પરણ્યાં, પરંતુ તેઓ છેતરપિંડીનો ભોગ બન્યાં. તેમના પ્રથમ પતિ વીરેન્દ્રકુમાર પણ ફિલ્મ નિર્દેશક હતા અને બીજા પતિ પ્રભુ દયાલ પણ ફિલ્મ નિર્દેશક હતા. નલિની જયવંતે બે વાર લગ્ન કર્યું. બીજી વારનું લગ્ન તેમણે એ જમાનાના નિર્દેશક પ્રભુ દયાલ સાથે કર્યું અને તે પછી તેમને રોલ મળવાના બંધ થઈ ગયા. એ પછી દયાલ પણ પીવાના રવાડે ચડી ગયા અને ખુદ નિલની પા. અલબત્ત, ૧૯૮૩માં તેમણે ફરી એક વાર ‘નાસ્તિક’ (રિમેઇક)માં કામ કર્યું. ૧૯૫૪માં બનેલી ફિલ્મ ‘નાસ્તિક માં પણ તેમણે અભિનય કર્યો હતો.

In Remembrance, Nalini Jaywant | Harveypam's Blog
અભિનેત્રી નલિની જયવંત

ફિલ્મજગતમાં આવવા બદલ તેમને ઘણી ઊંચી કિંમત ચૂકવવી પડી હતી. તેમનું સૌંદર્ય અને નૈતિકતા એ બધું જ એમણે ખર્ચી નાંખવું પડ્યું હતું. તેમના જાજરમાન ભૂતકાળમાં પણ તેઓ ખુદ માફ ના કરી શકે તેવી ઘટનાઓ ઘટી હતી. કોઈ અંગત મિત્ર સાથે તેઓ એ બધા દુઃખપ્રસંગો વાગોળતાં હતાં. ૧૯૮૩ પછી તેઓ સાવ એકાકી જીવન ગોળતાં હતો. પાછલા વર્ષોમાં નલિની જયવંતને કોઈ મળવા જતું નહોતું ત્યારે જ એક જ મુલાકાતી ક્યારેક તેમના ઘેર જોવા મળતા અને તે હતા પ્રણય ગુપ્ત. પ્રણય ગુપ્તનાં મમ્મી નલિનીનાં કાકી થતાં હતાં. પ્રણય સાથે વાતો કરતી વખતે તેઓ પોતાની જિંદગીનો પાછલાં જર્જરિત થયેલા પાનાં ખોલતાં.

નલિની જયવંત એ જમાનાનાં અસાધારણ બ્યૂટી ધરાવતાં હોવા છતાં તેમને સાચો પ્રેમ કદીયે કોઈનાય તરફથી મળ્યો નહોતો. વળી બે વાર લગ્ન થવા છતાં તેમને કોઈ સંતાન થયું નહોતું તેનું પણ તેમને ભારે દુઃખ હતું. પરિવારે તો તેમને પહેલેથી જ ત્યજી દીધાં હતાં. પરિવાર સાથે રહેવાનું કેટલું બધું મહત્ત્વનું છે તે વાત તેઓ યુવાન પ્રણયને સમજાવતાં. પ્રણય ગુપ્ત જાણીતા પત્રકાર અને લેખક પણ છે. સગા ભાઈઓ પણ નલિની જયવંત સાથે બોલતા નહોતા. પિતા પણ નહીં. પ્રથમ પતિ વીરેન્દ્ર દેસાઈ સાથેનું લગ્નજીવન ઝાઝું ટક્યું નહીં અને બીજા પતિ પ્રભુ દયાલ સાથે પણ તેઓ સુખી નહોતાં.

નલિની પ્રણય સાથેની વાતચીત દરમિયાન કહેતાં હતાં : “મારા પિતા દાદાસાહેબ જયવંત મારાં કઝીન શોભના સમર્થ પણ ફિલ્મોમાં જાય તેના વિરોધી હતા. દાદાસાહેબ જયવંત કહેતા કે, ‘‘શોભના, તું ફિલ્મોમાં જઈશ તો કોઈ તારી સાથે લગ્ન નહીં કરે.’ છતાં શોભના સમર્થે અભિનયક્ષેત્ર સ્વીકાર્યું. ફિલ્મ ડિવિઝન ઑફ ઇન્ડિયા સાથે સંકળાયેલા કુમાર સેન સમર્થ સાથે કામ કર્યું અને નૂતન તથા તનુજાનાં માતા બન્યાં. અલબત્ત, શોભના સમર્થના જીવનમાં પણ એ જમાનાના ચરિત્ર અભિનેતા મોતીલાલ આવ્યા. મોતીલાલ તેમના નહીં જાહેર કરાયેલા પતિ જેવા જ હતા, પણ જાહેરમાં શોભના સમર્થ એટલું જ કહેતા: ‘‘અમે સારા મિત્રો જ છીએ.’


પરંતુ નલિનીના જીવનમાં મોતીલાલ જેવી કોઈ વ્યક્તિ ના આવી. હા, તેમણે કેટલાક સુંદર કૂતરાં પાળ્યાં હતાં. તેમની પાસે પોમેરિયન્સ અને ટેરિયર્સ ડોગ્સ હતાં. આ નાનકડો કૂતરાં એ જ તેમનો પરિવાર હતો. નલિની એ બધાંની એટલી બધી કાળજી લેતાં કે, પોતે મ તે પહેલાં આ પેટ્સને ખવડાવતાં. તેઓ ઘરની બહાર પણ નીકળતાં નહીં. તેમને ડર હતો કે, તેઓ બહાર જશે તો કદાચ આ નાનકડા પેટ્સ ક્યાંક ખોવાઈજશે.

નલિની જયવંત મહારાષ્ટ્રની એલાઈટ સીકેપી જ્ઞાતિમાંથી આવતાં હતાં, જેણે મરાઠ ભાષાના ઉમદા લેખકો, નાટ્યલેખકો અને વિદ્વાનો આપ્યા હતા.

નલિની જયવંત જ્યારે ફિલ્મોમાં આવ્યાં ત્યારે નરગિસ, મધુબાલા, સુ ગીતાબાલી અને મીનાકુમારીનો જમાનો હતો, પરંતુ એ બધાની વચ્ચે પણ નલિનીએ પોતાનું સ્થાન બનાવી લીધું હતું. આ બધાંની વચ્ચે એક જ સામ્ય હતું અને તે એ કે બધી જ અભિનેત્રીઓ પ્રણયભગ્ન હતી. બધી જ અભિનેત્રીઓ ભીતરથી દુઃખી હતી. નલિની જયવંત સહિત આ બધી જ અભિનેત્રીઓ જે ફિલ્મોમાં કામ કરતી તે ફિલ્મોને અસાધાર સફળતા અપાવતી, પરંતુ પોતાના જીવનનું સાચું સુખ શોધવામાં નિષ્ફળ રહી હતી નરગિસે રાજ કપૂરથી દૂર જવું પડ્યું, સુરૈયાને દેવ આનંદથી, મીનાકુમારીએ ધર્મેન્દ્રથી અને મધુબાલાએ દિલીપકુમારથી દૂર જવું પડ્યું તેમ અશોકકુમારે પણ નલિનીને પ્રેમ કર્યો, પણ કાયમ માટે અપનાવી ન શક્યા. આ બધી જ અભિનેત્રીઓએ જે કોઈને પ્રેમ કર્યો તેમને પામવામાં તે બધી જ નિષ્ફળ રહી. કદાચ પુરુષ કલાકારોએ જ તેમનું શોષણ કર્યું હતું. અને એટલે જ નલિની જયવંત સહિતની આ તમામ સ્વરૂપવાન અભિનેત્રી કોઈને કોઈ વ્યથા તેમના હૃદયમાં સંઘરીને જ મૃત્યુ પામી. માત્ર સૌંદર્ય એ જ સુખ નથી.

આ પણ વાંચોઃ Manma vishvas: મનમા વિશ્વાસ રાખી વિશ્વાસ જીતવા નીકળ્યો…

Gujarati banner 01