Nandmahotsav: નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી…

Nandmahotsav: જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ન નો જન્મ ઊજવાય છે. પછી પાંરણા એટલે કે નંદમહોત્સવ ધામધુમ થી ઊજવાય છે

Nandmahotsav: ઓગષ્ટ મહીનો એટલે તહેવારો નો મહીનો. આ મહીનાની શરૂઆત થી જ તહેવારોની શરૂઆત થઈ જાય છે. અને તહેવારોની સાથે જ દરેક વ્યક્તિ માટે મોજ, મસ્તી, અને આનંદ શર થઈ જાય છે. એમાંયે ખાસ તો જન્માષ્ટમી તો ખાસ. નાગ પાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, અને આઠમ એટલે કે જન્માષ્ટમી અને ત્યાર બાદ પારણાં (નંદમહોત્સવ) ઊજવવાંમાં આવે છે. આમ ૫ દિવસ સુધીનો આ તહેવાર આનંદ ઉલ્લાસ થી ઊજવવાં માં આવે છે.

96a4e4d6 dd66 4817 b3a0 4d374f26d8af


નાગ પાંચમ નાં દિવસે નાગદેવતાં ની પૂજા કરીને તેમને દુધ પીવડાવવામાં આવે છે. તેનાં બીજા દિવસે એટલે કે રાંધણ છઠ્ઠનાં દિવસે અનેકો જાતનાં પકવાન બનાવવાં માં આવે છે અને ચૂલાં પૂજન કરવાંમાં આવે છે. ત્યાર બાદ તેનાં બીજા દિવસે ઘરે ચુલો સળગાંવવા માં આવતો નથી. તે દિવસે ખંડુ ભોજન જમવામાં આવે છે. તેનાં બીજા દિવસે આઠમ એટલે કે જન્માષ્ટમી ઊજવવાં માં આવે છે. જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ન નો જન્મ ઊજવાય છે. પછી પાંરણા એટલે કે નંદમહોત્સવ ધામધુમ થી ઊજવાય છે.

ઘણાં લોકો સાતમ આઠમ નાં દિવસોમાં જુગાર રમવાં માટે ટેવાયેલાં હોય છે. એમનાં માટે તો જન્માષ્ટમી એટલે કે જાણે જુગાર રમવાં માટે નાં જ દિવસો ન હોય! તેઓ આ જુગાર ની આદતનાં કારણે પોતાનું ઘણુ બધું દાવ પર લગાવી દેતાં હોય છે અને છેવટે ખોઈ બેસે છે. મહાભારત માં દ્વોપદી ને પણ પાંડવોએ જુગાર માં દાવ પર લગાવી હતી અને તેઓ તેને હારી ગયાં હતાં. તે સમયે ભરી સભામાં દ્વોપદી નું ચીરહરણ કરવામાં આવ્યું હતું. જો પાંડવોએ તેને દાવ પર નાં લગાવી હોત તો તેની સાથે તે બધું નાં થયું હોત.

આ પણ વાંચોઃ Taliban celebrate: મધરાતે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડતા જ ખુશ થયા તાલિબાનીઓ, ધડાધડ ફાયરિંગ કરી આ રીતે મનાવ્યો જશ્ન


જન્માષ્ટમી ઉપર જુગાર રમવી તો જાણે એક પ્રથા જ બની ગઈ છે, જુગાર રમ્યાં વિનાં તો જાણે લોકોની જન્માષ્ટમી જ ના થાય. આ તહેવારોનાં સમયે પોલીસ કેટલીયે જગ્યાઓ એ રેડ પાડીને લાખો રૂપિયાં સાથે લોકોને પકડે છે. જન્માષ્ટમી નો તહેવાર સ્કુલો માં દહીહાંડીનો કાયઁક્રમ રાખવાંમાં આવે છે. નાના નાના બાળકો રાધા ક્રિષ્ન બનીને દહીહાંડી ફોડે છે, અને રાસલીલાં કરીને આનંદ થી જન્માષ્ટમી ઊજવે છે. અલગ અલગ જગ્યાંએ કૃષ્નને અલગ નામ થી ઓળખવામાં આવે છે. કોઈ કાનો તો કોઈ ગોવિંદ, કોઈ રણછોડ રાય તો કોઈ માખણ ચોર તો કોઈક માધવ ને આના જેવાં જ કેટલાયે નામથી લોકો કૃષ્નને બોલાવે છે. વાત કરીએ કૃષ્ન નાં પ્રેમ ની તો તેમનો પ્રેમ પણ તેમનાં જેવો જ હતો. કૃષ્નની પ્રિયતમાં રાધા એનાં જેવી ના કોઈ હતી અને નાં કોઈ હશે.

ભલે બનેં જીવનભર સાથે નાં રહી શક્યાં છત્તાં આજે પણ કૃષ્ન સાથે મંદિરો માં રાધા જ વિરાજમાન છે. કૃષ્ન વિનાં રાધા અધુંરી છે અને રાધા વિનાં કૃષ્ન. કૃષ્નની ભક્તિ માં તો એટલી શક્તિ હતી કે મીરાં માટે મોકલાવેલાં ઝેર ને પણ કૃષ્ન એ અમૃત બનાવી દીધું હતું. સાંચા મનથી યાદ કરવાં પર કૃષ્ન દરેક ને મદદ કરે છે. કૃષ્ન ની લીલા તો અપરમપાર છે. કૃષ્ન ની વાંસળી ની દીવાની તો ગોકુળ ની એક એક ગોપીઓ હતી. કૃષ્નને પણ ગોપીઓનું માખણ ચોરી કરવામાં મઝા પડતી હતી. કૃષ્ન આખા ગોકુળ માં પોતાની વાંસળીથી લોકોને દિવાનાં બનાવી દેતાં હતાં.

આ પણ વાંચોઃ International flight ban: ઇન્ટરનેશનલ ફ્લાઇટનો પ્રતિબંધ આ તારીખ સુધી લંબાવાયો, જો કે આ રૂટ ઉપર ફ્લાઇટો ચાલુ રહેશે- વાંચો વિગત

કૃષ્ન એ ગોકુળવાસીઓ નો જીવ બચાવવાં માટે ગોવધઁન પવઁત ને પોતાની ટચલી આંગળી ઉપર ઊઠાવી લીધું હતું. કૃષ્ન ને એક નહિ પણ બે બે માતા ઓનો પ્રેમ મલ્યો છે. એક જન્મ આપનાર માતા દેવકી અને બીજી જસોદા જેણે કૃષ્નને પાળીપોસી ને મોટો કયોઁ. કૃષ્નનાં બાળપણ નાં રાસલીલા નાં જેટલાં કિસ્સાઓ ની વાત કરીએ ઓછી જ છે. અત્યાર નાં સમય માં એટલે કે કોરોનાં કાળ માં સરકાર તરફ થી જન્માષ્ટમી ઊજવવાંની છુટ તો અપાઈ છે પણ સાથે જ કોરોના ની ત્રીજી લહેર પણ શરૂ થવાનાં અણસાર આવી રહ્યાં છે. ધીરે ધીરે ફરીથી કોરોના નાં કેસો આવી રહ્યાં છે આવાં માં તહેવારો ની સાથે સાથે ગાઈડલાઈન પણ જરૂરી છે.

Whatsapp Join Banner Guj