Stop rape now: અત્યારે બનતી દુષ્કર્મની ઘટના માટે કોણ જવાબદાર?

Stop rape now: કેટલાક લોકો તો એવાં પણ જોવા મળ્યાં છે કે જે એવું કહે છે કે ટીવી, પિક્ચરો, મોબાઈલો, કોમ્પ્યુટરો વગેરે નો ઉપયોગ કરીને લોકો આવું કંઈ પણ કરતાં સીખે છે! તો એ લોકો માટે મારો એક સવાલ છે, પહેલાં સમયમાં જ્યારે દ્રૌપદી નું ચીરહરણ કરવામાં આવ્યું ત્યારે તો ટીવી કે મોબાઈલ જેવી કોઈ પણ પ્રકારની વસ્તુઓ ક્યાં હતી?

Stop rape now: અત્યારે આમ તો તહેવારો નો સમય ચાલી રહ્યો છે, એટલે દરેક લોકો પોતાની મસ્તી છે. પરંતું દેશ નાં કોઈક ખુણે નાં બનવાંની ઘણી એવી ઘટનાંઓ બની છે જે છેલ્લાં થોડા દિવસ પહેલાં આપડી સામે આવી છે. ૧૦ સપ્ટેમ્બરે જ્યારે સમગ્ર દેશવાસીઓ ગણેસ ચતુથિઁ મનાવી રહ્યાં હતાં ત્યારે સવાર નાં ૩.૩૦ વાગ્યાની આજુબાજુ મુમ્બઈ નાં સાકીનાકા પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો કે સાકીનાકા એરિયાંનાં ચાંદિવલી સ્ટુડિયો પાસે એક મહિલાં ને માર મારી એક ટેપોં માં નાખી દેવાંમાં આવી છે. એટલે સાકીનાકા પોલીસ સ્ટેશન થી પોલીસ તે જગ્યાએ પહોચી ગઈ. પોલીસ તે જગ્યાંએ ૧૦ મિનિટ ની અંદંર પહોચીં ગઈ. પોલીસે જોયું કે મહિલાં નું લોહી ખુબ વહી ગયું હતું, તેથી તેમણે એક પણ મિનિટનો સમય વેડફ્યાં વગર તે મહિલાં ને તેજ ટેંપો માં હોસ્પિટલ લંઈ ગયાં. હોસ્પિટલ માં દાખલ કરાવીને તેની દવાં શરૂ કરાંવી.

આ પણ વાંચોઃ High Protein Foods: તમે શાકાહારી છો, તો આ વસ્તુમાંથી મેળવો ભરપુર પ્રોટીન

e0cf961c c5f1 4012 a27b cb0ab831dea3

ડૉક્ટરે તે મહિલાં ની તપાસ કરી અને તરત જ તેની સારવાર શરૂ કરી. ડૉક્ટરે પોલીસ ને જણાવ્યું કે તે મહિલા ની ઉમર આશરે ૩૨ વષઁની છે, તે મહિલા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, અને તેનાં પ્રાઈવેટ પાટઁ ઊપર લોખંડની પાઈપ થી વારંવાર હુમલો કરવામાં આવ્યો છે. જેથી તે મહિલા નું લોહી ખુબ વહી ગયું છે. તેના આખા શરીર ઉપર વાગવાનાં નિશાન છે. પોલીસે આ બાબત જાણ્યાં પછી પોલીસે તપાસ હાથ ધરી. જે જગ્યાએ આ ઘટના બની તેની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા. તેમાંથી એક સીસીટીવીની ફૂટેજ માં ત્યાં બનેલી સમગ્ર ઘટના કેદ થઈ. સીસીટીવી ફૂટેજ ની મદદ થી આરોપી ને ઓળખી કાઢી તપાસ હાથ ધરાઈ. થોડા સમય ની અંદર જ પોલીસે તે આરોપી ની ધરપકડ કરી લીધી. તે એક ૪૫ વષઁનો માણસ હતો. તે મહિલા ને ન્યાય મળે તે માટે અનેક લોકો તેનાં માટે રસ્તા ઉપર ઊતરી આવ્યા હતાં.

Advertisement


સરકાર માં પણ અંદરોઅંદર આ ઘટના વિશે ચર્ચા થવા લાગી. મુંબઈ સરકાર ઉપર જાત જાતના વાદવિવાદ થવા લાગ્યાં. મુંબઈ નાં ભીડભાડ વાળી જગ્યાએ ચાંદિવલી સ્ટુડિયો પાસે સવારે ૩.૧૫ ની આજુબાજુ આવી ઘટના બની. તે મહિલા ને બચાવવા માટે ૩ સજઁરી ઓ કરવામાં આવી. આશરે ૩૬ કલાક જેટલું તે મહિલા જીવ બચાવવા માટે લડી. પણ અંતે તેણે દમ તોડી દીધો. છેલ્લા એક મહિનાની અંદર આવા જ કેટલાયે બળાત્કાર નાં કેસો સામે આવ્યાં છે. શું આજ છે મુંબઈ સરકાર ની સુરક્ષા? ધોળા દિવસે પણ છોકરી ઓ સુરક્ષિત નથી?
આ પણ વાંચોઃ Heavy rain forecast in gujarat: રાજ્યમાં હજી 4 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?

કેટલાક લોકો તો એવાં પણ જોવા મળ્યાં છે કે જે એવું કહે છે કે ટીવી, પિક્ચરો, મોબાઈલો, કોમ્પ્યુટરો વગેરે નો ઉપયોગ કરીને લોકો આવું કંઈ પણ કરતાં સીખે છે! તો એ લોકો માટે મારો એક સવાલ છે, પહેલાં સમયમાં જ્યારે દ્રૌપદી નું ચીરહરણ કરવામાં આવ્યું ત્યારે તો ટીવી કે મોબાઈલ જેવી કોઈ પણ પ્રકારનીવસ્તુ ઓ ક્યાં હતી? નહોતી જ ને તેમ છતાં પણ દ્રૌપદી નું ચીરહરણ થંયુ જ હતું. એટલે આવું કંઈ થાય તો તેનું ઠીકરું પૂરેપૂરૂ ટીવી, મોબાઈલ જેવી વસ્તુઓ ઉપર તો ના જ ફોડાય. અને બીજો સવાલ એક એ પણ ઊભો થાય છે કે જે સરકારી નેતાઓ અત્યારે વિપક્ષ ના નેતા ઓ ઉપર કે સરકાર ઉપર આંગળી ચીંધી રહ્યાં છે, જો તેમનાં જ ઘરની કોઈ સ્ત્રી બહેન, પત્ની કે ભાભી સાથે આજે એવું કંઈ બન્યું હોત ત્યારે પણ તે લોકો આવી જ રીતે વિપક્ષ ઉપર આંગળી ચીંધવા ઉભા થતાં?

Whatsapp Join Banner Guj

Advertisement