Heavy rain forecast in gujarat

Heavy rain forecast in gujarat: રાજ્યમાં હજી 4 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?

Heavy rain forecast in gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 20.05 ઇંચ વરસાદ પડ્યો છે

ગાંધીનગર, 14 સપ્ટેમ્બર: Heavy rain forecast in gujarat: સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે રેસ્ક્યુ ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 20.05 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 98 તાલુકામાં સૌથી ઓછો 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ચોમાસું ભરપુર જામ્યુ હોય એમ ભારે વરસાદ(Heavy rain forecast in gujarat)ના પડી રહ્યો છે. આ વરસાદના કારણે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 20.05 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જૂનાગઢના વિસાવદરમાં 18.05 ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં 16 ઈંચ વરસાદ ખાબકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચોઃ Prince raj paswan: LJP સાંસદ પ્રિન્સ રાજ પાસવાન વિરુદ્ધ બળાત્કારનો આરોપ, FIR નોંધાઈ

રાજકોટના રાજકોટ તાલુકામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના 5 તાલુકામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ 36 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 47 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 59 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 98 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ(Heavy rain forecast in gujarat) નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર સહિત વિવિધ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં ફસાયા છે. જેમાં કુલ 24 જેટલા લોકોને એરલિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેમજ ભારે વરસાદના કારણે જિલ્લાના કુલ ત્રણ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

એરફોર્સ દ્વારા જામનગર જિલ્લામાં 6 હેલિકોપ્ટરની મદદથી બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બે V5 અને 4 ચેતક હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 24 જેટલા નાગરિકોને પૂરમાંથી બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી નાગરિકોના બચાવની કામગીરી સેનાના જવાનો દ્વારા આગામી સમયમાં પણ શરૂ રહેશે.

આ પણ વાંચોઃ High Protein Foods: તમે શાકાહારી છો, તો આ વસ્તુમાંથી મેળવો ભરપુર પ્રોટીન

Whatsapp Join Banner Guj