Urja novel part 4

ઉર્જાનો નિર્ણય (The decision of energy)

ભાગ:4 ઉર્જાનો નિર્ણય

            The decision of energy: અંજનાબહેનનો માયાળુ અને સરળ સ્વભાવ જોઈ તે પણ અંજાઈ ગયેલી.”પણ લગ્ન જેવા નિર્ણય ખુબ વિચારીને લેવાના હોય છે, નહીં લાગણીના પ્રવાહમાં વહીને લીધેલો નિર્ણય તમને એક દિવસ પછ્તાવાની નોબત અપાવે છે.


           ઉર્જા આજે નિર્ણય લેવામાં સંકોચ અનુભવી રહી હતી એકબાજુ એની કારકિર્દી અને સપના હતા તો બીજી બાજુ પરિવાર અને પ્રણય હતો.તે આટલી દ્રિધામાં ક્યારેય નોહતી મૂકાઈ કે જેટલી આજે હતી.તે વિચારોના વમળમાં અટવાઈ ગયેલી.મમ્મી પપ્પા અને ઘરના મોભી દાદા દાદીની ઈચ્છા હતી કે”ઉર્જાનું પ્રણય સાથે ગોઠવાઈ જાય માટે ઉર્જા ને તેઓ આ વાત માટે વિચારવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. પણ ઉર્જા તેના તન મનથી આવેગને નોહતી નિકાળી શકી.મમ્મી ને પોતાના મનની વાત કહે તો પણ તે કેવી રીતે કહે મમ્મી અને પરિવાર તેની વાત સમજશે કે કેમ તે પોતે ચિંતાથી ઘેરાયેલી હતી.

        બીનાબહેન દિકરી ઉર્જા પાસે આવ્યા,ઉર્જાના ચહેરા ઉપર ચિંતા સાફ વંચાઈ રહી હતી.

          બીનાબહેન ઉર્જા પાસે આવે છે.ઉર્જાને આ હાલમાં જોઈ તે હેબતાઈ જાય છે.ઉર્જાની તબિયત મા રિકવરી આવે એ માટે હળદરવાળું દૂધ આપે છે,તેમ છતાંય ઉર્જાને રિકવરી નથી આવતી.
ઉર્જાનું શરીર તાવથી કડસતુ હોય છે.તેને ડોક્ટર પાસે તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવે છે.

          “મારી ઉર્જાને શું થયું છે,ડોક્ટર સાહેબ મને સમજ નથી આવતું એ સાજી તો થઈ જશે ને તેનખ સાજા થતાં કેટલો સમય લાગશે?મને કહેશો…મારી દિકરીને આમ કડસતા હું નહીં જોઈ શકું.”આટલું કહીને બીનાબહેન ચોધાર આંસુએ રડી પડ્યા,તેમને શાંત કરવા લગભગ મુશ્કેલ હતાં.પણ ડોક્ટરે હિંમત એકઠી કરીને કહ્યું “તમારી દિકરીને કોઈ સામાન્ય તાવ નથી મગજનો તાવ છે,એટલે હું કંઈ ન કરી શકું સોરી… તમારે એમને મગજના ડોક્ટર પાસે લઈ જવા પડશે. “આ સાભળી બીનાબહેન સહેજ અકડાઈને બોલ્યા”
એ…ડોક્ટર…જરા મોઢું સંભાળી વાત કરો મારી દિકરી કંઈ પાગલ નથી.તમને વ્હેમ થતો લાગે છે, જરા ફરીથી ચેક કરી લો એકવાર…”

           ડોક્ટર ગુસ્સામાં બેકાબૂ થયેલા બીનાબહેન ને પોતાનું તાત્પર્ય સમજાવતા કહે”બેન હું સમજી શકું છું તમારા મનની હાલત…પણ મગજના ડોક્ટર પાસે જાવું એટલે પાગલ એવું કઈ ડિક્શનરીમાં લખેલુ છે,મને જણાવશો…તમે વિચારી રહ્યા છો એવું મારો કહેવાનો મતલબ નથી,તમે મારી વાત સમજવાનો પ્રયાસ કરો.મગજનો તાવ આવવો કંઈ પાગલપનની નિશાની નથી…એ તો કોઈ પણને આવી શકે છે,
માણસ વધુ વિચારો કે ચિંતામાં ડૂબી જાય તો એના મગજ પર અસર પડે તે શું કરવું કે શું નહીં એ સમસ્યામાં ઘેરાયેલો હોય પણ મગજ પર અસર પડે,ત્યારે તેનાથી એવી પ્રવૃત્તિ થાય કે જે એને ક્યારેય વિચારી જ ન હોય….

એ હાલતમાં જે ગુજરતુ હોય એના સિવાય બીજું કોઈ ન જાણી શકે.”વધુમાં ડોક્ટર ઉંડાણપુર્વક માહિતી આપતાં કહે “હું શું કહેવા માંગુ છું એ તમે સમજો…”બેન પહેલાં તો તમે શાંત થઈ જાવ તમે તમારી દિકરી જેવા બીજા કેટલાય પેશન્ટ છે મારે,એમને પણ તો સંભાળવાના હોય ને!આ કેસ મારો નથી એટલે તો તમને મગજના ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપી.તમે બેન શું કાગ નો વાઘ કરો છો થોડી શાંતિ જાળવો તો સારું છે.તમને હું હાથ જોડી વિનંતી કરું છું,બહેન મહેરબાની કરી શાંતિ રાખો.બીનાબહેને બહુ રકઝક પછી ડોક્ટરની વાત સ્વીકારી.ઉર્જા અર્ધબેહોશ હાલતમાં હતી.
           
       બીનાબહેન ઉર્જાને અમદાવાદ મગજનાં ડોક્ટર પાસે લઈ ગયેલા…સાઈકોલોજીસ્ટ મેડમે પહેલા ઉર્જા જોડે એકાંતમાં વાતચીત કરવાનુ વધુ યોગ્ય સમજ્યું.

       સાઈકોલોજીસ્ટ મેડમ ઉર્જા સાથે દર્દીની જેમ નહીં પણ મિત્રની જેમ વર્તતા હતા.ઉર્જાએ કાઉન્સિલરમાં એક સારી મિત્રને જોઈ.ઉર્જાની બધી જ વાત તેમને સાંભળી.

            (ઉર્જા શું નિર્ણય લે છે તે તેના માટે કેવો રહેશે…????….

વધુમાં હવે આગળ….

આ પણ વાંચો…નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-2

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *