Shreyas iyer

Shreyas iyer: પહેલી જ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર પહેલો ભારતીય ક્રિકેટર બનીને શ્રેયસે સર્જયો ઈતિહાસ

Shreyas iyer: પહેલી જ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર તે પહેલો ભારતીય ક્રિકેટર અને દુનિયાનો 10મો ભારતીય ક્રિકેટર બન્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 28 નવેમ્બરઃ Shreyas iyer: કાનપુર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કરનાર  શ્રેયસ ઐયરે ઈતિહાસ સર્જયો છે.ન્યૂઝીલેન્ડ સામે પહેલી ઈનિંગમાં સદી ફટાકનાર ઐયરે બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી છે.

મહત્વની વાત એ છે કે, પહેલી જ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર તે પહેલો ભારતીય ક્રિકેટર અને દુનિયાનો 10મો ભારતીય ક્રિકેટર બન્યો છે.

આ પણ વાંચોઃ MP Cycling to hospital in labour pain: સાંસદને રાત્રે અચાનક લેબર પેન થતા પોતે સાયકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા, લોકો હિંમતને કરી રહ્યા છે સલામ

શ્રેયસે પહેલી ઈનિંગમાં 105 રન અને બીજી ઈનિંગમાં 65 રન ફટકાર્યા હતા.શ્રેયસની અડધી સદીના પગલે ભારત બીજી ઈનિંગમાં લીડ સાથે 200 રનને પાર કરી શક્યુ હતુ.26 વર્ષીય શ્રેયસે બીજી ઈનિંગમાં અશ્વીન સાથે 52 રન અને સહા સાથે 64 રનની પાર્ટનરશીપ કરી હતી.

ટી બ્રેક સુધીમાં ભારતે સાત વિકેટ ગુમાવી હતી.ટી બ્રેક પહેલાની અંતિમ ઓવરમાં શ્રેયસ ઐયર વિકેટની પાછળ કેચ આઉટ થયો હતો.

Whatsapp Join Banner Guj