shaimee oza part 14

Urja ane pranay: પ્રકરણ:14,ઉર્જા અને પ્રણયની રોજીંદી દિનચર્યા

Urja ane pranay: પ્રકરણ:14, ઉર્જા અને પ્રણયની રોજીંદી દિનચર્યા ભાગ:01

           Urja ane pranay: પ્રણય રડતી ઉર્જાને આશ્વાસન આપી રહ્યો હતો.ત્યાં જ અંજનાબહેન અને સંજના સૌ પરિવાર સાથે પરિવાર ના સભ્યોને જોઈ ઉર્જાએ પોતાની જાતને ઠીક કરી ઉર્જા અને પ્રણયે સૌ વડીલોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. અંજનાબહેને ઉર્જાને આલિંગન આપતા કહ્યું”મારી દિકરી આવી ગઈ,બેટા તુ અને પ્રણય તો સાવ લેવાઈ ગયાં.ત્યાં સરખું જમવાનું નોહતુ મળતુ કે શુ?”ત્યારે સંજના થોડી અકડાઈને કહેવા લાગી,”મમ્મી શું તુ પણ બધું અહીં જ પૂછી વળે કે શું જો તો ખરી ભાઈ ભાભી થાકી ને આવ્યા છે.બાકીની સવારે વાત કરશું.”

        ” અરે…હા…સંજુ દિકરા ભુલાઈ ગયું,હું પણ ખરી મા છું,હો…દિકરા અને વહૂને અહીં જ પૂછપરછ કરું છું.ચાલો બેટા ઘરે જઈ આપણે નિરાંતે વાત કરીએ.”આટલું કહી અંજનાબહેને અફસોસના ગરકાવમાં ઘેરાઈ ગયા.સૌ રાત્રે નિરાંતે સુઈ રહ્યા હતા.બીજા દિવસથી પ્રણય અને ઉર્જા પોતાના ઓફીસના કામમાં લાગી ગયાં.
        માઉન્ટાબુએ જ બે યુવાન હૈયાને પ્રેમરસથી તરબોળ કરી નાંખેલા.
માઉન્ટાબુ પર્યેટન માટેનુ સ્થળ ઓછું પણ બે અજાણ્યા યુવાન “હૈયાને દો દિલ એક જાન”પંક્તિ મુજબ પ્રેમી જોડાને એક કરતુ અલૌકિક સ્થળ બની ગયેલું.

પ્રણયની હોશિયારી સાથે તેનામા રહેલી નિર્દોષતાએ ઉર્જાના દિલમાં જગ્યા બનાવી, ઉર્જાને ખબર જ ન રહી,કે ક્યારે તેના કઠોર હ્રદયમાં પ્રણય માટે કૂણી પ્રેમની લાગણી જન્મી.”આમ પણ લાગણીઓને ક્યાં સમજ હોય છે.જે દિલને ભાવી જાય એના તરફ મૂશળધારે વરસી જાય છે.”પ્રણય ઉર્જાનું બદલાતું વર્તન આ જોઈ વિચારમાં પડી ગયો.જે થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે એમ સમજી નિરાંતના શ્વાસ લેતો હતો.

   સૂતેલા ઉર્જા પ્રણયની સેવા કરી રહી હતી.આ મનમોહક દ્રશ્ય જોઈ ચંદ્ર દેવ પણ શરમાઈ ગયાં,કદાચ એમને પણ એવો વિચાર આવ્યો હશે કે બે પતિ પત્નીના પ્રેમરંગમા ભંગ પાડવો એ યોગ્ય નથી.ચંદ્રદેવ પણ શરમથી વાદળોમાં છૂપાઈ ગયા,ઉર્જા બ્લેન્કેટથી પણ ઠંડી ન છૂપાતા ઉર્જા પ્રણયની બાહોપાશમા લપાઈ ગઇ,પ્રણય તેને પ્રેમથી સહલાઈ રહ્યો હતો.


પ્રણયની બાહોમા તે પોતાના જાત મહેફુસ સમજતી હતી.આમને આમ સવાર થઈ ગઈ.
સવારનું પાંચ વાગે અલાર્મ વાગતાની સાથે જ ઉર્જા ફટાફટ તૈયાર થઈ રસોડામાં સાસુમાને મદદ કરવા પહોંચી ગઈ.સવારનો નાસ્તો પતાવી તે ઓફીસ જવાની તૈયારી કરી રહી હતી.ઓફિસમા કંપનીની હેડ હોવાથી તેના પર કાર્યભાર વધુ હતો.સૌ કોઈ ઉર્જાના કામ અને વર્તનથી ખુશ હતા.ઉર્જાની સાસરીમાં પણ ઉર્જાને સારો એવો પ્રેમ મળી રહ્યો હતો.કોઈને ઉર્જાના વર્તનથી કોઇ ફરિયાદ નહીં,પરંતુ સમયે હવે પોતાની ગતિ બદલી.

       એક દિવસની વાત છે.પ્રણયનું આખુ શરીર પીળુ પડી ગયેલું.આ જોઈ ઉર્જા સહિત સૌ પરિવારના સભ્યોનો જીવ અધ્ધર થઈ ગયેલો.પ્રણયનુ શરીર તાવથી ધગધગી રહ્યું હતું.શરીર ઠંડુ પડી રહ્યું હતું.ઉર્જા ચિંતામાં ડૂબી ગઈ.

        “પ્રણય તમને શું થાય છે,આંખો તો ખોલો જુઓ તમને તમારી ઉર્જાના કસમ…એ…પ્રણય કંઈક તો બોલો”આટલુ કહી ઉર્જા રડી રહી હતી.
    “મમ્મી પપ્પા સંજનાબહેન અહીં આવો જુઓ તો આમને શું થઈ ગયું છે તે ખબર નથી પડતી…હૈ ભગવાન…આ શું થઈ ગયું તમને પ્રણય એકાએક.”

     ઉર્જાનુ આવું એકાએક કલ્પાંત જોઈ સૌ પરિવારના સભ્યો તેના રુમમાં આવી ગયાં.
પ્રણયની આવી હાલત જોઈ ગભરાઈ ગયાં,તો અંજનાબહેન તો પોતાના વ્હાલસોયા દિકરાની આવી હાલત જોઇ હેબતાઈ જ ગયેલા.તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
       
      હોસ્પિટલના ચક્કર શરૂ થઈ ગયા.ડોક્ટરે હાથ ઉંચા કરી દીધા”આમને છેલ્લા સ્ટેજનો પીળીયો(કમળો)થયો હોવાથી બચવાની આશા તો ઓછી છે,અને જો લગભગ જો બચી જાય તો ઈશ્વરનો ચમત્કાર.
આઈ.એમ.સોરી.”

     વધુમા ડોક્ટર સિંહા કહે “શાંતિભર્યો માહોલ બનાવજો,દર્દી સામે કોઈ તણાવભરી સ્થિતિ ન સર્જાય આવે એવો પ્રયત્ન કરજો.જેથી દર્દી જેટલું જીવે એટલું શાંતિપૂર્વક જીવે.”
આટલુ કહી ડોક્ટર બીજા પેશન્ટને જોવા ચાલ્યા ગયા.

        અંજનાબહેન વિમાસણમાં પડી ગયા કે ડોક્ટર આટલા કારમા સમાચાર આટલી સહજતાથી કેવી રીતે કહી શકે?
         
       અંજનાબહેને રોકકળ શરૂ કરી દીધી,મમ્મીને શાંત કરતા કરતા સંજના પણ રડી પડી.તે પોતાના લાડલા ભાઈના સારા સ્વાસ્થ્ય માટે દૂવા માંગી રહી હતી.

      અંજનાબહેન પ્રણય પાસે હોસ્પિટલમાં રહ્યા હતા અને ઉર્જા ઘરમાં સૌ સભ્યોની દેખરેખ રાખી રહી હતી.

   ઉર્જા અને અંજનાબહેન વચ્ચે સાસુ વહૂ નહીં પણ મા દિકરી જેવા સંબંધો બની ગયેલા,સંજના પણ ઉર્જાને ભાભી નહીં પણ પોતાની મોટીબહેન માનતી હતી.અંજનાબહેને ઉર્જાથી આ હકીકત છૂપાવવા માંગતા હતાં,પણ ઉર્જા સાસુમાનો ચહેરો જોઈ બધુ સમજી જતી,એ વાતથી અંજનાબહેન અજાણ હતાં.

વધુ ભાગ/15 આગળ…..
શૈમી ઓઝા “લફઝ

આ પણ વાંચોEdible Oil Price: સરકારે આ તેલની કિંમતો ઘટાડવા માટે ઘણા પગલાઓ લીધા, આ તારીખથી મળશે રાહત- વાંચો વિગત

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *