Edible oil image

Edible Oil Price: સરકારે આ તેલની કિંમતો ઘટાડવા માટે ઘણા પગલાઓ લીધા, આ તારીખથી મળશે રાહત- વાંચો વિગત

Edible Oil Price: કેંદ્ર સરકારે શનિવારે ક્રૂડ પામ ઓઈલના ઈમ્પોર્ટ પર લાગવાવાળા ઈફેક્ટીવ શુલ્ક ઘટાડ્યું છે, જેથી કુકિંગ ઓઈલના ભાવો ઘટવામાં મદદ મળશે

બિઝનેસ ડેસ્ક, 13 ફેબ્રુઆરીઃ Edible Oil Price: ગયા વર્ષે સરસવ તેલ, રિફાઈંડ ઓઈલ સહીત બધા EDIBLE OIL ના રેટ્સમાં વધારો જોવા મળ્યો. સરકારે આ તેલની કિંમતો ઘટાડવા માટે ઘણા પગલાઓ ભર્યા હતા. એક વાર ફરી સરકારે એક જરૂરી નિર્ણય લીધો છે, જેથી એક વાર ફરી વધી રહેલા ભાવો ઘટી શકે છે. 

ગયા અમુક દિવસોમાં EDIBLE OILના રેટમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં નરમી લાવવા માટે સરકારે શનિવારે એક મોટો નિર્ણય લીધો હતો. આ માટે કેંદ્ર સરકારે શનિવારે ક્રૂડ પામ ઓઈલના ઈમ્પોર્ટ પર લાગવાવાળા ઈફેક્ટીવ શુલ્ક ઘટાડ્યું છે, જેથી કુકિંગ ઓઈલના ભાવો ઘટવામાં મદદ મળશે. આ સાથે જ દેશની ઓઈલ પ્રોસેસિંગ કંપનીઓને પણ સપોર્ટ મળશે. આવો જાણીએ કે સરકારે પામ ઓઈલના ઈમ્પોર્ટ પર લાગવાવાળા ઈફેક્ટીવ શુલ્કમાં કેટલો ઘટાડો કર્યો છે. 

સરકારે ભર્યા આ પગલાઓ
કેંદ્ર સરકારે શનિવારે ક્રુડ પામ ઓઈલ પર ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યૂટીને 8.25 ટકાથી ઘટાડીને 5.5 ટકા કરી છે. ક્રુડ પામ ઓઈલ પર બેસિક કસ્ટમ ડ્યુટી પહેલાથી જ NIL છે તથા હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટર ટેક્સેજ એંડ કસ્ટમ્સએ એક નોટીફિકેશન જાહેર કરી એક એગ્રી ઇન્ફ્રા ડેવલપમેન્ટ સેસને 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યું છે. આ બદલાવ 13 ફેબ્રુઆરી, 2022 થી પ્રભાવી થઇ ગયો છે. એગ્રી ડેવલપમેન્ટ સેસ તથા સોશિયલ વેલફેયર સેસમાં આ કમી બાદ ક્રુડ પામ ઓઈલ પર ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યુટી 8.25 ટકાથીન ઘટીને 5.5 ટકા પર આવી ગઈ છે. 

આ પણ વાંચોઃ Government gives relief to housewives: મોદી સરકારે ગૃહિણીઓને આપી રાહત, વાંચો વિગત

આ ડેટ સુધી લાગુ રહેશે ડ્યુટીમાં ઘટાડાનો નિર્ણય 
સીબીઆઈસીએ એક નોટીફિકેશન જાહેર કરી ક્રુડ પામ ઓઈલ તથા અન્ય ક્રુડ ઓઈલ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં કરાયેલ ઘટાડાને છ મહિના વધાર્યો છે. આ પ્રકારે ડ્યુટીમાં થયેલ ઘટાડો 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. ઇન્ડસ્ટ્રી બોડી SEA ક્રુડ પામ ઓઈલ તથા રિફાઈંડ પામ ઓઈલ પર લાગવાવાળા ડ્યુટીના અંતરને 11 ટકા પોઈન્ટ પર રાખવાની માંગની કરી રહી છે. આનું કારણ એ છે કે રિફાઈંડ ઓઈલના વધારે ઈમ્પોર્ટથી ઘરેલું રીફાઈનરીઓ પર અસર જોવા મળે છે. રીફાઈંડ પામ ઓઈલ પર ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યુટી 13.75 ટકા છે. 

સરકારે ઘણી વાર કર્યા ઉપાયો 
ગયા વર્ષે EDIBLE OILSની કિંમતો સતત વધારે રહી. આ કારણે સરકારે વિભિન્ન મોકાઓ પર પામ ઓઈલ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો. આ કારણે ઘરેલું સ્તર પર તેલોની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળી. 

​​​​​SEAએ કર્યું નિર્ણયનું સ્વાગત 
સોલ્વેંટ એક્સટ્રેકર્સ એસોસીએશનના એક્સીક્યુટીવ ડાયરેક્ટર બી બી મહેતાએ કહ્યું કે સરકારે ક્રુડ પામ ઓઈલ પર એગ્રી સેસને 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યું છે. તેમણે કહ્યું કે આ સ્વાગત યોગ્ય નિર્ણય છે, પરંતુ ઘરેલું રિફાઈનરીઓને સપોર્ટ આપવા માટે પુરતો નથી. મહેતાએ કહ્યું કે SEAએ ડ્યુટીમાં ઓછામાં ઓછા 11 ટકા પોઈન્ટનું અંતર રાખવાનો આગ્રહ કર્યો છે, જેથી ઘરેલૂ રીફૈનારીઓને સારી રીત ઓપરેટ થવામાં મદદ મળશે.

Gujarati banner 01