Urja novel 29

Urja part-29; સંજનાના ષડયંત્રની ઉંડાણ માહિતી

Urja part-29: પ્રકરણ: 29 સંજનાના ષડયંત્રની ઉંડાણ માહિતી ભાગ (1)

       Urja part-29: સંજના અંજનાબહેન અને પારિતોષભાઈ પાસે પેપર પર સહી કરાવી બેન્ક તરફ જાય છે,આ કામ તે એટલું સફાઈપુર્વક કરે છે તે  અઠવાડિયુ વીતી ગયું.અકરમને પૈસા પહોંચાડ્યા.
          અંજનાબહેનનો સવારથી ખબર નહીં કેમ જીવ ગભરાતો હતો, મગજમાં સતત નકારાત્મક વિચારો પ્રભુત્વ જમાવી રહ્યા હતા,નજાણે શું અહિત થશે એ જાણી સવારથી ચિંતામાં સરી પડેલા.તેમનો ઘરકામમાં પણ જીવ નોહતો લાગતો.

પારિતોષભાઈ એકાંત મા સંજનાને દૂર કરવાની ઘડી યાદ કરે છે ત્યારે જ તેઓ ભાવુક થઈ જાય છે.”એ…સંજનાના બાપુ ક્યાં ખોવાઈ ગયા….?તમારા ચહેરાની ઉદાસીનુ કારણ…”

પારિતોષભાઈ પોતાની વાત રજૂ કરતાં કહે”તમને તો ખબર જ છે તો અણસમજુ હોવાનો દેખાવ શાને કરો છો…તમારાથી તો ક્યાં કશું છુપુ છે??
        અંજનાબહેન ગભરાટમા કહ્યા વગર નથી રહી શકતા શું થયું… “સંજનાના બાપુ ઠીક તો છો ને….તમને આમ પણ બ્લડપ્રેશર હાઈ છે જો તમે વધુ તનાવમા ઉતરશો તમારા માટે જ ખતરારુપ છે,તમારી ચિંતાનું કારણ જાણું છું,તમે આ બાબતે વધુ ન વિચારશો….સંજનાને સમય પર છોડી દો તમે આરામ કરો…સમય જ એને સુધારશે… સમયની લાઠીમાં એવી તાકાત હોય કે ભલભલાને માણસની શાન ઠેકાણે લાવી શકે.”

Advertisement

પારિતોષભાઈ બળાપો ઠાલવતા કહે “અરે….સંજનાના મમ્મી તમે તો સાવ એવા ને એવા જ રહ્યા.”
અંજનાબહેન આંખ દેખાડતા કહે
“ઓ….સંજનાના બાપુ…તમારો મતલબ શું….છે….હા….

પારિતોષભાઈ મનમાં હસતાં કહે….”અરે….મારી પગલી રાણી સમય..ને પણ ગુજરતા ક્યાં વાર લાગે છે આપણી સંજના પાપા…પાપા…કરી ઘરમાં પગલીઓ પાડી ઘરને કિકિયારીઓથી ઘર ગુંજાવતી સંજના કેટલી મોટી થઈ ગઈ,એતો ખબર છે સંજનાના મમ્મી સમય ક્યાં આપણા હાથમાં હોય છે,પરંતુ આપણી લાડકી દિકરી આટલી મોટી કેવી રીતે થઈ જાય કે એની માં સમાન ભાભીને મોતને ઘાત ઉતારવાના પ્રયાસો કરવામાં પાછું ફરી ન જુએ. સંજનાના લગ્ન કરાવી એ તો કેમ રહે એ ઘરસંસાર માં પરોવાઈ જશે તો આવી હિન્ન પ્રવૃત્તિઓથી બહાર આવશે…
        “અંજનાબહેન પણ ભાવુક અવાજે પતિની વાત એકચિત્તે સાંભળી રહેલા પણ પોતાની જ પરવરિશ પર શરમ આવતી હતી.તેઓ જ પોતાની જાતને જ કોષી રહ્યા હતા. નક્કી મારી જ પરવરિશમા કોઈ ખોટ છે.નહીં તો આપણો દિવસ આવો ન આવે…આવું ન બોલો સંજનાના મમ્મી આમાં તમે એકલા નહીં પણ હું ય એટલો જ દોષી છું,પણ શું કરી શકીએ…

       સંજનાને સમય માટે છોડી દેવી જ રહી જેને કોઈ જ ન સમજાવે એને સમય સમજાવે છે…માટે તમે ચિંતા ન કરશો….ચાલો ચા તૈયાર છે તમે ચા પી લો.કંઈક તો રસ્તો નિકળી આવશે આનો…

Advertisement

        સંજનાના તમામ ગુનાઓને બાલિશ વર્તન સમજી નજર અંદાજ કરી તેઓ મોટી ભુલ કરી રહ્યા હતા.સંજનાને લાડેકોડે ઉછેરેલી હોવાથી માતા પિતા પણ સંતાનમોહ તેમને
રોકી રહ્યો હતો,પણ ઉર્જા…નો વિચાર આવતાં તેઓ ગળગળા થઈ જાતા કેમકે ઉર્જા પણ તો કોઈની દિકરી જ છે. પોતાના દિકરી થી ય વધૂ એવી ઉર્જા સાથે પણ તો અન્યાય થતો કેમ જોઈ શકાય…”
સંજના એવું તે કાવતરુ ઘડી રહી હતી કે તેઓ બરબાદી તરફ ધકેલાઈ જશે આ વાતથી તેઓ અજાણ હતા.સંજના ઉર્જા ને મારવાના ચક્કરમા પોતે જ ફસાઈ રહી હતી એ વાત તે સમજવાની સ્થિતિ માં નોહતી…અંજનાબહેન અને પારિતોષભાઈએ હવે સમજાવવાનુ છોડી દીધું.અંજનાબહેને સંજનાને આમાંથી બહાર નિકાળવા શામ,દામ,દંડ,ભેદની તમામ નિતી વાપરી જોઈ,કોઈ ફરક નકપણ હવે
 પાણી હવે માંથાથી ઉપર ગયું હતું.પણ એક સંજના હતી કે તેને   કંઈ જ લાગુ પડતું નહિ.    
       પારિતોષભાઈ અને અંજનાબહેનને આ વાત ખબર સુધાય નથી પડતી,કે સંજનાની આ હરકત તેમને ઘરથી બે ઘર કરશે એવી.

         અંજનાબહેને હવે સંજના પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું.દિકરી સંજના બાબતે તેઓ હવે કોઈ જ જોખમ ઉઠાવવા નોહતા માંગતા,પણ હવે કોઈ અર્થ નોહતો કેમકે સંજના પૈસા ઉપાડી આવેલી.ઘડપણમાં ઘરથી બે ઘર થવું એ બહુ દયનીય પરિસ્થિતિ છે.પણ કુદરતના સામે કોનું ચાલે છે…

         પારિતોષભાઈ ઓફિસમાં કામ કરતાં હતાં તબિયત ન સારી હોવાથી તે ઘરે જ ઓફિસનું કામ કરી રહ્યા હતા.

Advertisement

        અંજનાબહેન ભગવાનની પૂજા કરી રહ્યા હતા.ઘરમા સવારથી સન્નાટો જ પ્રસરી ગયેલો.દૂધનું અચાનક ઉભરાઈ જવું,એકાએક કાચનું તૂટવું આ સંકેત જોઈ અંજનાબહેન ભગવાનને મનોમન કરગરી રહ્યા હતા કે આફત પ્રભુ તમે ભલે આપો એની ના નથી પરંતુ લડવાની હિંમત પણ આપજો,એકાએક આવેલા ફોને આ હસતાં ખેલતાં પરિવારની દુનિયા બદલી નાંખી…

બેન્કમેનેજર:મિસ્ટર પારિતોષ સાથે વાત થઈ રહી છે,અમારી…??
પારિતોષભાઈ:હા….જી…આપ કોણ??
બેન્ક મેનેજર:હું બેન્ક ઓફ બરોડાથી જે.એમ.ડોબરિયાલ વાત કરું છું…
પારિતોષભાઈ:બોલો સર…કેમ ફોન કર્યો

બેન્કમેનેજર:આપ પચાસ લાખ રુપિયા જેમ બને તેમ બેન્કને પરત નહીં કરો તો તમારી પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવશે તમારા મકાનમાં સિલ લાગી જશે…એનું ધ્યાન રાખજો…

Advertisement

આવા આકરા સમાચાર સાભળી પારિતોષભાઈ કંઈ બોલી જ ન શક્યા આઘાત હ્રદયમાં ભરાઈ ગયેલો આ જોઈ અંજનાબહેને તેમને પાણી આપ્યું,”એ…સંજનાના બાપુ તમને કંઈ જ નહીં થવા દઉ તમે આમ મને હિંમત વગરની ન કરી ને
જઈ શકો…અંજનાબહેન ને રડતાં ચીસો પાડતા જોઈ ઉર્જા ત્યાં આવી પહોંચી મમ્મી પપ્પાને શું થયું,બેટા ઉર્જા બધું ખત્મ થઈ ગયું…

ઉર્જાએ હિંમત આપતાં કહ્યું મમ્મી હું છું ચાલો ફટાફટ પપ્પાને દવાખાને લઈ
જઈએ તમે આમ હિંમત ન હારો….પપ્પાને કંઈ જ નહીં થવા દઉ.જ્યાં સુધી પપ્પા ઠીક ન થાય ત્યાં સુધી હું પાણી નહીં ગ્રહણ કરું,ડો પારિતોષભાઈને ઓપરેશન થિયેટરમાં લઈ ગયેલા.ડો.વિનંતીપુર્વક કહે” પણ આ પેપરમાં સહી કરી દો ઓપરેશન કરતાં દર્દીને કંઈ થઈ ગયું તો એ માટે હોસ્પિટલ જવાબદાર રહેશે નહીં આ વાતની બાંહેધરી પર હું મારી સહી કરું છું…”

થોડી વાર પછી ઓપરેશન થિયેટરથી બહાર આવેલા ડોક્ટરને જોઈ અંજનાબહેન ચિંતાતુર આવાજે પુછે કે”શું થયું
ડોક્ટર કહે અત્યારે કંઈ કહી શકાય નહીં આ સાંભળી,તમે બહેન અમને અમારું કામ કરવા દો અમારે બીજા કેટલાય પેશન્ટ છે…બધાંય ને જોવાના હોય….”બી કેર ફૂલ આટલું કહીને ડોક્ટર પોતાના કામે લાગી ગયેલા. અંજનાબહેનના હ્રદય પર ફાડ પડી.ઉર્જા તેમને હિંમત આપતા કહે…મમ્મી પપ્પાને તમારા માટે જીવવું જ પડશે હું તેમની માટે બાધા રાખું છું..તમે ચિંતા ન કરો મમ્મી ડોકટર ને પણ બતાવવું છે કે તમારી દવા કરતાં પણ વધુ મંત્રમાં તાકાત હોય છે…”
      જળનો ત્યાગ કરી મૃત્યુંજયમંત્રની જપમાળા કરવા લાગી,આજે ભગવાનની પણ પરીક્ષા હતી.

Advertisement

     અંજનાબહેન પણ ત્યાં હોસ્પિટલમાં ચિંતામાં ડૂબેલા હતા,કોણ સંજના ક્યાં ગાયબ હતી એ કોઈને સમજ નો’હતી આવતી.સરકારી દવાખાનું હતું એટલે માં કા આધાર યોજનામુજબ સારવાર કરવામાં આવી,પારિતોષ- ભાઈ ના બહુ પૈસા’નો થયા.સમયસંજોગ અને ઉર્જાની મન્નત ફળી,એટલે પારિતોષભાઈની લાશમાં જીવ પુરાયો.આ તો મેડીકલક્ષેત્રમાં ચમત્કારથી કમ નોહતુ,અંજનાબહેનની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા.

          સૌ કોઈ સંજનાને શોધી રહેલા પપ્પાનું સાંભળી સંજના હોસ્પિટલમાં આવી રડારોડ ચાલુ કરેલી પણ અંજનાબહેને કેમેય કરી તેને પારિતોષભાઈ સામે ન જવા દીધી…

દિકરી તારી જ બાધા ફળી તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે જો બેટા થોડાક પણ પુણ્ય જો બાકી હોય તો તુ જ મારી દિકરી બની અવતરજે…બેટા તુ નથી જાણતી કે તે મારી પર કેટલો ઉપકાર કર્યો છે.એની તને નથી ખબર સુહાગણ સ્ત્રી માટે તેનો પતિની કિંમત શું હોય છે…તે…”

Advertisement

             ઉર્જા કહે હા મમ્મી તમે સાચું કહો છો મને ખબર છે કે મેં ખોયું છે એટલે મારા સિવાય બીજું કોઈ જ નહીં જાણી શકે આ બાબત ચાલ ઉર્જા તારા પપ્પાને હોશ આવી ગયું છે એ તને જ શોધી રહ્યા છે.આ દ્રશ્ય સંજનાથી જોયું ન જોવાય.પણ તે કંઈ જ ન બોલી શકી..
       પોતાના મમ્મી પપ્પા તેની વિરુદ્ધ થઈ ગયા
એ વાત તે પચાવી ન શકી
           આ બાબત માટે ઊર્જાને જ જવાબદાર ઠેરવી સંજનાએ તેની હત્યા ના કામને આગળ ધપાવ્યુ
      
       સંજનાએ ઉર્જાના મોકલેલ બાયોડેટા મુજબ અકરમના ગૂંડાએ ઉર્જાનો પીછો કરવાનો શરૂ કર્યો.પહેલી વાર તો ઉર્જાને લાગ્યું કે આ
એનો વ્હેમ છે…એટલે બહુ ધ્યાન ન આપ્યું….

            (સંજના પોતાના આ કાવતરામાં સફળ થશે ?જાણે અજાણે પોતે જ પોતાના ના ચક્રવ્યુહમા તો નહી સપડાઈ જાય ને આ વાચવા માટે ભાગ:30 વાચવાનુ ચુકશો નહીં….)

આ પણ વાંચો..Intjaar part-14; એન્જલિનાને હવે રીનાની ઈર્ષા પણ થવા લાગી હતી કારણ કે…….

Advertisement
Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *