Urja novel part 5

ઉર્જાનો નિર્ણય ભાગ 5(Urjano nirnay): શૈમી ઓઝા “લફઝ”

ઉર્જાનો નિર્ણય (Urjano nirnay) (ભાગ 5)
        

Urjano nirnay: મેડમમાં ઉર્જાને પોતીકાપણું લાગ્યું.મેડમના સાથ સહકારથી ઉર્જાની તબિયતમાં સુધાર આવી રહ્યો હતો પણ માનસિક હજી માનસિક દુવિધા સંપૂર્ણપણે ખત્મ નોહતી થઈ.
         બીનાબહેન અને ગોદાવરીબહેન પ્રણય વાળી વાતને નોહતા વિસર્યા,પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મૌન સેવવુ વધુ પસંદ કર્યું.

  સૂતેલી ઉર્જાનું પ્રેમથી   માથું સહલાવતા બીનાબહેન કહે” બેટા…ઉર્જા તને હવે કેમ છે?દિકરા હવે તું જલ્દી ઠીક થઈ જઈશ,
બીનાબહેનની ચાલી રહેલી વાત કાપતાં ગોદાવરી બહેન કહે”બીના વહૂ હું બધું જાણું છું કે આન કંઈ નથ થયું, અમથા આના નાટક સ,હું આન હારી રીતે ઓળખું સુ.” “તુ આન બહુ માથે ચડાવી રાખી…શ…તો એક દિવસ ભોગવજે…વધુમાં અધમણનો નિસાશો નાંખતા કહે”અરે…

ભગવાન શું થશે આ ઘરનું…?”ઘરમાં આવેલી અચાનક માંદગીએ ગોદાવરી બહેનનું શાન ભાન ભુલાવેલુ.ઘરના મોભી હોવાના નાતે ગોદાવરીબેન દિકરો દિલીપ અને બીનાબહેન ઉપર પોતાનું વર્ચસ્વ જમાવતા,પણ બીનાબહેન શાંત,સેવાભાવી અને વિનમ્ર હોવાથી સાસુમાનુ આવું આકરું વર્તન ચાલી ગયેલું ઉર્જા સ્પષ્ટ વક્તા હોવાથી દાદી અને ઉર્જાની રોજ રકઝક ચાલતી,બે માથી કોઈ નમતું નો જોખતુ.ઘરની શાંતિ માટે બીનાબહેન માફી માંગે તો મામલો ઠારે પડતો.ઉર્જાને મમ્મીની આ વાત ન સમજ આવી કે “ભુલ પોતે કરે ને દાદી મમ્મી પાસે માફી મંગાવે…દાદીના આકરા શબ્દો અને આચાર- વિચારો ઉર્જાને અકડાઈ મુકતા.આ ઘર દાદાની મૂડીથી બનેલું હોવાથી બીનાબહેન,દિલીપભાઈ અને તેમની વ્હાલસોયી દિકરી ઉર્જા પાસે દાદીને સહન કરે જ છૂટકો હતો.
         
      પરંતુ ગોદાવરી બહેનની મનમાની એ તો હવે હદ વટાવેલી.ઉર્જાએ મનથી નક્કી કરેલું કે કંઈ પણ થાય હવે દાદીની ખીચપીચ નહીં સહન કરે.બસ હવે બહુ થયું,હવે નહીં…દાદીની ઉંમર તેને ગુસ્સો પીવા માટે પ્રેરી રહી હતી.આ હવે રોજિંદાક્રમ બની ગયેલો.

       રવિવારનો દિવસ હતો.ઉર્જા આળસ મરડી ઉભી થઈ.કોફીના ઘૂંટડા સાથે વાતાવરણને નિહાળી રહી હતી.ઉર્જા એકાંતપ્રિય
અને ઉમદા વિચારોવાળી યુવતી હતી.પરંતુ આજે ઉર્જા પોતાના જીવનના નિર્ણયને લઈ થોડી અસમંજસમાં મૂકાયેલી હતી.ઉર્જાના કમરામાં ટકોર કરી બીનાબહેન પ્રવેશે છે.બીનાબહેન ઉર્જા સમક્ષ પોતાની રાય રાખતાં કહે”સોરી બેટા ઉર્જા…તને ડિસ્ટર્બ કરવા બદલે…બેટા….ઉર્જા હવે કેમ છે તને?ઠીક તો છે ને??”

ચિંતાતુર બીનાબહેનને હિંમત આપતાં કહે”મમ્મી તુ મારી ચિંતા ન કર હું ઠીક છું…વધુમાં ઉર્જા કહે”મમ્મી તું કેમ આવી મને તે બોલાવી હોત તો પણ હું આવી જાત.તે શું કામ તકલીફ લીધી!!”દિકરીના આકરા વાક્યો બીનાબહેનના હ્રદયને ભેદી આરપાર નિકળી જાય છે.
        બીનાબહેન ખોંખારો ખાઈ પોતાના આંસુ છુપાવતા કહે”બેટા આજે કેમ આમ બોલે છે,કંઈ થયું છે કે શું,બેટા જે હોય તે સાચે સાચું જણાવજે….હોને…

“આટલું કહીને બીનાબહેન વ્યાકુળ થઈ ગયા તેમની દિકરી ઉર્જાએ ક્યારેક તેમની સાથે આવી રફ ભાષામાં વાત નોહતી કરી.પણ દિકરીમાં આવી રહેલું આ પરિવર્તન તેમને પચાવવુ બહુ અઘરું પડી રહ્યું હતું.પરંતુ તેમને દિકરી પાસે જે બાબત જાણવા આવ્યા હતા તે તો કોઈ હિસાબે જાણીને જ રહેજે તેવું મનથી ઠાની આવેલા.

“ઉર્જા બેટા અંજનાબહેન નો પ્રણય બહુ સરસ છોકરો છે,એના માટે શું તારો વિચાર છે,તું બિમાર હતી એટલે તને હેરાન કરવી યોગ્ય નહતું
…પણ…”આટલું કહેતાની સાથે જ બીનાબહેન અચકાઈ ગયાં.

        ઉર્જાએ મમ્મીનો પ્રેમથી પ્રત્યુત્તર આપતાં કહ્યું”મમ્મી પણ…પછી આગળ…શું…આ નિર્ણય લેવા માટે મેં બહુ વિચાર્યું પછી આ નિર્ણય લઉં છું.કે તમે પ્રણયના પરિવારને મારા તરફથી હા….કહેજો….”

         બીનાબહેનને ઉર્જા પાસે આ જવાબની અપેક્ષા નોહતી.તેમને પોતાના સગા કાન પર વિશ્વાસ ન થયો તેમને દિકરી ઉર્જાને પ્રેમથી પુછ્યું” શું વાત કરે છે,દિકરા ઉર્જા તું આ નિર્ણય તારી મરજીથી લઈ રહી છો!તને ખરેખર પ્રણય ગમ્યો,બેટા જે હોય તે સાચું કહેજે!!તને પ્રણય ગમ્યો તો હું તારા પપ્પાને વાત કરું અંજનાબહેનના પરિવારને આપણો જવાબ જણાવે… બીનાબહેનની ખુશીનું કોઈ ઠેકાણું જ ન રહ્યું,આ જોઈ ઉર્જાએ પોતાના મનની વાત દિલમાં દબાવી રાખવાનું યોગ્ય સમજ્યું.તેને આજે મમ્મી ના ચહેરે એ ખુશી જોઈ હતી,જે પહેલાં ક્યારેય નોહતી જોઈ,આવેગ સાથે ની યાદગાર પળો અને આવેગને પોતાના દિલને એક ખૂણે સાચવી રાખી.”

        ઉર્જા મનમાં સમજી ગઈ,કે મમ્મી શું કહેવા માંગે છે અને મમ્મી તેની પાસે કેવા પ્રકારના જવાબની આશા રાખે છે તે…
            ઉર્જા મમ્મી પપ્પાને દુઃખી કરવા નોહતી માંગતી,માટે તેને મમ્મી પપ્પાની પસંદગીના છોકરાને પ્રણયને જીવનસાથી તરીકે વધાવી લેવો યોગ્ય સમજી.

શૈમી ઓઝા “લફઝ”
વધુ ભાગ/6 આગળ…..

આ પણ વાંચો…નવલકથા; Sudhani jindagini safar: સુધાની જિંદગીની સફર (ભાગ-3)

Reporter Banner FINAL 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *