Miss universe 2021

Miss universe-2021: 2017ની મિસ ચંદીગઢ બની મિસ યુનિવર્સ, 21 વર્ષ બાદ ભારતના શિરે વિશ્વસુંદરીનો તાજ

Miss universe-2021: ભારતની પહેલી મિસ યુનિવર્સ સુષ્મિતા સેન, બીજી વખત લારા દત્તાએ જીત્યો હતો આ ખિતાબ

મનોરંજન ડેસ્ક, 13 ડિસેમ્બરઃ Miss universe-2021: ભારતની હરનાજ સંધૂએ સાઉથ આફ્રિકા અને પરાગ્વેને પાછળ છોડીને મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કરી લીધો છે. હરનાજે 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. ટોપ 3 સ્પર્ધકોને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, તમે દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને શું સલાહ આપશો? તેના જવાબમાં હરનાજ સંધૂએ કહ્યું હતું કે, તમારે એ માનવું પડશે કે, તમે અદ્વિતીય છો અને તે જ તમે ખૂબસુરત બનાવે છે. બહાર આવો, તમારા માટે બોલતા શીખો કારણ કે, તમે જ તમારા જીવનના નેતા છો.

પોતાની જીત બાદ હરનાઝે કહ્યું કે,”હું પરમાત્મા, મારાં માતાપિતા અને મિસ ઇન્ડિયા સંગઠનની ખૂબ આભારી છું, જેમણે મને માર્ગદર્શન આપ્યું અને સહકાર આપ્યો. 21 વર્ષ બાદ આ ગૌરવશાળી તાજ ભારત માટે લાવવો એ મારા માટે ગર્વની બાબત છે.”

ઇઝરાયલના ઍલિયટમાં આયોજિત આ પ્રતિયોગિતામાં મૅક્સિકોનાં પૂર્વ મિસ યુનિવર્સ ઍન્ડ્રિયા મેજાએ હરનાઝ સંધુને તાજ પહેરાવ્યો હતો. આ ઉપરાંત હરનાજ આ સિવાય તેમણે ફૅમિના મિસ ઇન્ડિયા પંજાબ 2019 જેવા ઘણા ખિતાબ જીત્યા છે અને ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચોઃ Praveg TV: ગુજરાતમાં શરુ થવા જઇ રહી છે પ્રવેગ ટીવી ગુજરાતી ન્યુઝ ચેનલ- વાંચો વિગત

નોંધનીય છે કે, પ્રથમ વખત 1994માં ભારતને મિસ યુનિવર્સનો તાજ અપાવ્યો હતો હૈદરાબાદમાં જન્મેલી સુષ્મિતા સેને. તે સમયે સુષ્મિતાની ઉંમર માત્ર 19 વર્ષ હતી. સુષ્મિતા સેન આટલી નાની ઉંમરે મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. 

ત્યાર બાદ વર્ષ 2000માં લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સુષ્મિતા બાદ આ ખિતાબ જીતનારી તે બીજી ભારતીય મહિલા બની હતી.

Whatsapp Join Banner Guj