Urjanu lagn jivan

નવલકથા; ભાગ-7 “ઉર્જાનું લગ્ન જીવન”(Urjanu lagna jivan part-7)

ઉર્જાનું લગ્ન જીવન…Urjanu lagna jivan part-7

Urjanu lagna jivan part-7: બીનાબહેન અને દિલીપભાઈનુ ઘર હવે પંખી વગરના માળા જેવું થઈ ગયુ,પણ થઈ શું શકે આતો જગની રીત હૈયે પથ્થર રાખીને પણ નિભાવવી પડે છે.

    ઉર્જા પોતાના પિતાનું ઘર છોડી સાસરે આવી,સાસુ અંજનાબહેન નણંદ સંજનાએ તેનું દિલથી સ્વાગત કર્યું.સગાઈ વખતથી આજ સુધી સંજના બધી જ ભાભી જોડે શેર કરતી.નણંદ સંજનાને ભાભીમાં એક મિત્ર મળી.ઉર્જા અને સંજના મધૂરસંબંધો જોઈ અંજનાબહેન અને પારિતોષભાઈ ખુબ ખુશ હતા.પારિતોષભાઈ અને અંજનાબહેન ઉર્જાને બીજી દિકરી માની રહ્યા હતા.
        
 ગ્રીન અને રેડ લહેંગા દુલ્હન ઉર્જાની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો.ઉર્જાની ઢળતી આંખો શરમાળ ચહેરે,મંદ મંદ મુસ્કાન,પ્રણયનુ તેની તરફ દોરી રહી હતી.
સંજનાએ મશ્કરીભર્યા અંદાજે તિખળ કરતા કહ્યું”અલા પ્રણય લાવ મારે નેક હું તારી એકની એક બહેન અને ભાભીની લાડલી નણંદ છું.કંજુસાઈ ન કરતો…હો…”

પ્રણય તેની લાડલી બહેનને”પ્રેમથી ટપલી મારતાં કહે”તું કહે એટલી નેક આપીશ આજે હું બહુ ખુશ છું,ઉર્જા મારા જીવનમાં ખુશીઓનો સમુદ્ર બનીને આવી છે,વધુમાં પ્રણય કહે”મમ્મી મારી “યહૂજા કંપની”જે મોટાપાયે સોફ્ટવેર બનાવી વેંચે છે,મારે આજે 1લાખ રૂપિયાનો ઓર્ડર આવ્યો.કંપનીને એડવાન્સ પે મેન્ટ પણ મળી ગયું છે,સામેવાળી પાર્ટી તરફથી.
      
 અંજનાબહેન અહોભાવથી બોલી ઉઠ્યા”જોયું ને હું કહેતી….હતી…કે….ઉર્જા…દિકરી….સાક્ષાત લક્ષ્મીજી બની આપણા દ્વારે આવી છે.આપણી વહુના કદમ બહુ શુભ છે.”

  ત્યાં બટકબોલી સંજના હરખઘેલી બની બોલી ઉઠી”અરે….ભાભી કોની….મારી પ્યારી ભાભી.આટલું કહીને સંજના ઉર્જાને ભેટી પડી.ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો.
        
 જે રાતની પ્રણય આતુરતા પુર્વક રાહ જોઈ બેઠો હતો,એ રાત આજે હતી.પરંતુ ઉર્જા મનથી થોડી ન ગભરાહટ અનુભવી રહી હતી.

      ઉર્જાને પોતાનાથી દૂર જાતા જોઈ પ્રણયથી ન રહેવાયું,તે ઉર્જાને શાંતમને પૂછે”ઉર્જા…હું… તને…નોટિસ કરું છું કે…આપણે સગાઈથી અત્યાર સુધી તે મારી જોડે સરખી રીતે વાત નથી કરી…કેમ…આનું કારણ હું જાણી શકું….?તારા મનમાં જે હોય તે નિશ્ચિત થઈ કહી શકે છે…”

       પ્રણયને પ્રત્યુત્તર આપતાં ઉર્જા કહે” અરે…પ્રણય નહીં કંઈ નહીં આતો…પરિવારની યાદ આવી ગઈ,ક્યારે હું મમ્મી પપ્પા વગર એકલી રહી નથી એટલે…તમે ખોટી ચિંતા કરો છો…ચાલો સુઈ જાવ…મારે પણ મોડું થાય છે.ઉર્જા હજી સુધી પોતાના દિલમાંથી આવેગને નોહતી નિકાળી શકી.
          
  પ્રણયને ઉર્જાના આ જવાબથી સંતોષ થતો નથી.તે કોઈ પણ સંજોગે ઉર્જાના મનની વાત જાણવા માંગતો હતો.તેને બધાં જ પ્રયાસ કર્યા,
ઉર્જાના મનની વાત જાણવાના પણ બધાં જ વ્યર્થ.

     ઉર્જા પોતાની જાતને પ્રણયની ગુનેગાર માનતી,પણ તે જેટલો આવેગને ભૂલવા જાતી એટલી એની ભિતર ચાલી જાતી.    

  ઉર્જા નવરાશની પળોમાં આવેગ સાથે વિતાવેલી એકએક ક્ષણો,આવેગથી બોલાયેલા શબ્દો,તેના દ્વારા થયેલી જાણે અજાણે નાના બાળક જેવી હરકતોનું ચલચિત્ર તેના માનસપટ પર પ્રગટ થતા તે શાનભાન ભૂલી બેસતી.આવેગના વિચારે તેને ગાંડીતૂર કરેલી.ઉર્જાની હાલત ધડકન ફિલ્મની અંજલી જેવી થઈ ગયેલી.
       મમ્મી પપ્પાની આબરૂ એ તો તેને એવી વિમાસણમાં મૂકી દીધેલી કે આ લગભગ પરિસ્થિતિને સંભાળવી તેને વશમાં પણ નોહતી રહેતી.

પણ આ સમયે 
ઉર્જાએ મૌન સેવવુ વધુ યોગ્ય સમજ્યું,પણ તે કરે તો શું કરે

” તુ મને કહે નહીં તો કેવી રીતે ખબર પડશે તારા મનની વ્યથા.??વધુમાં કહે તુ મને પતિ નહીં પણ મિત્ર સમજજે.ઉર્જા તારી મરજી વગર હું તને સ્પર્શ નહીં કરું તું નિશ્ચિત થઈ જા.”આટલું કહી પ્રણય ઉર્જાને દિલાસો આપે છે.

          ઉર્જાને મનથી હવે થોડી હાશ…થાય છે.

     બેઉ અજાણ્યા મુસાફરોનો વાર્તાલાભ જોઈ ચંદ્રમાં પણ  ઢળી ગયો.સવારે વહેલા ઉઠી કુળદેવીના દર્શન કરવા રાજસ્થાન જવાનું હોવાથી પ્રણય સોફામાં સુઈ જાય છે.

    ઉર્જા અને પ્રણયને કુળદેવીના દર્શન કરાવી છેડાછેડીની રશ્મ પુરી કરવામાં આવે છે. કુળદેવીના આશીર્વાદ લઈ ઉર્જા અને પ્રણય જીવનની નવી શરૂઆત કરી કરે છે.

  ઉર્જા મનોમન કુળદેવી ને વિનવતા કહે “માં હું નથી જાણતી હું જે કરી રહી છું અને જે કરવાની છું તે યોગ્ય છે કે નહીં,આવેગ મારો યાદગાર ભુતકાળ છે,જેને નથી ભુલી શકતી,પણ માં મને શક્તિ આપ કે ભૂતકાળ ભુલી વર્તમાનને કોઈ હરખ શૌક વગર ફરજ સમજી અપનાવી શકુ માં.તું મને સારા રસ્તે લઈ જાજે,મારા હાથમાં મારા પિયર અને સાસરી બે કૂળની આબરૂ મારા હાથમાં છે,મારાથી અજાણે પણ કોઈ એવું કામ ન થાય જેનાથી મારા માતા પિતા અને સાસુ સસરાને કલંક લાગે.માડી આટલી કૃપા કરજે મારી ઉપર આટલું કહી ઉર્જા માના ચરણોમાં ઢળી પડી.” વધુ ભાગ-8 આગળ…..

શૈમી ઓઝા “લફઝ”

આ પણ વાંચો…નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-5 (Sudhani jindagini safar part-5)

Whatsapp Join Banner Guj