Actor Dharmendras condition is serious

Actor Dharmendra’s condition is serious: 86 વર્ષના એક્ટર ધર્મેન્દ્રની સ્થિતિ ગંભીર, મુંબઇની બ્રીચકેન્ડી હૉસ્પિટલમાં દાખલ

Actor Dharmendra’s condition is serious: બન્ને પુત્ર સન્ની અને બોબી દેઓલ પણ ગુપ્ત રીતે હોસ્પિટલમાં તેને મળવા જઇ રહ્યા છે

બોલિવુડ ડેસ્ક, 06 જૂનઃ Actor Dharmendra’s condition is serious: ધર્મેન્દ્રની સ્થિતિ સિરિયસ છે. ધર્મેન્દ્રને મુંબઇની બ્રીચ કૈન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેના નજીકના સૂત્રોએ આ જાણકારી આપી છે. જોકે, અત્યાર સુધી પરિવાર તરફથી કોઇ ઓફિશિયલ જાણકારી આપવામાં આવી નથી. તેના બન્ને પુત્ર સન્ની અને બોબી દેઓલ પણ ગુપ્ત રીતે હોસ્પિટલમાં તેને મળવા જઇ રહ્યા છે.

મેની શરૂઆતના અઠવાડિયામાં ધર્મેન્દ્રએ પોતાનું હેલ્થ અપડેટ આપ્યુ હતુ, જેમાં તેમણે કહ્યુ હતુ કે થોડી બેદરકારીને કારણે તેને પ્રોબ્લેમ થઇ હતી. જોકે, હવે તે તકલીફ દૂર થઇ ગઇ છે. હવે ફરી એક વખત 86 વર્ષના ધર્મેન્દ્રનુ સ્વાસ્થ્ય ખરાબ થયુ છે.

આ પણ વાંચોઃ Breaking the traffic rules will result in huge fines: આજથી અમદાવાદમાં 11 જૂન સુધી ટ્રાફીક ડ્રાઈવ શરૂ કરાઈ, નિયમ તોડતા મોટો દંડ વસુલવામાં આવશે

ધર્મેન્દ્ર તાજેતરમાં કરણ જોહરની બેનરની ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યા હતા. મેની શરૂઆતના અઠવાડિયામાં ધર્મેન્દ્રના રિકવર થયા બાદ શૂટિંગ શરૂ કરી હતી. હવે તેમની સ્થિતિ નાજુક કહેવામાં આવી રહી છે. ધર્મેન્દ્રના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે તે જલ્દી સ્વસ્થ થઇ જાય.

ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા જ હી-મૈન એટલે કે ધર્મેન્દ્ર પોતાની અપકમિંગ ફેમિલી ડ્રામા ફિલ્મ અપને-2ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા, જેને કારણે તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક દિવસ બાદ તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Pm modi launches new series of coins: PM મોદીએ આપી દેશવાસીઓને મોટી ભેટ, 1- 2- 5-10 અને 20 રૂપિયાના સિક્કાઓની નવી સિરીઝ લોન્ચ કરી – વાંચો વિગત

Gujarati banner 01