amitabh jaya

Amitabh net worth revealed: પત્ની જયા બચ્ચને કર્યો અમિતાભ બચ્ચનની સંપત્તિનો ખુલાસો, જાણો કેટલી છે કુલ સંપત્તિ?

Amitabh net worth revealed:તાજેતરમાં જ જયા બચ્ચને ઉમેદવારી પત્ર પણ ભર્યું છે. જયા બચ્ચનના સોગંદનામાથી ખુલાસો થયો છે કે, અમિતાભ બચ્ચન સાથે તેમની સંપત્તિ 1500 કરોડ રૂપિયાના આંકડાથી વધુ છે.

મનોરંજન ડેસ્ક, 16 ફેબ્રુઆરીઃ Amitabh net worth revealed: બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચનનું નામ પાંચમી વખત સમાજવાદી પાર્ટીએ રાજ્યસભા માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યુ છે. તાજેતરમાં જ જયા બચ્ચને ઉમેદવારી પત્ર પણ ભર્યું છે. જયા બચ્ચનના સોગંદનામાથી ખુલાસો થયો છે કે, અમિતાભ બચ્ચન સાથે તેમની સંપત્તિ 1500 કરોડ રૂપિયાના આંકડાથી વધુ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, જયા બચ્ચન તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23માં તેમની નેટવર્થ 1 કરોડ 63 લાખ 56 હજાર 190 રૂપિયા છે. જ્યારે અમિતાભ બચ્ચનના મામલે આ આંકડો 273 કરોડ 74 લાખ 96 હજાર 590 રૂપિયા છે. બંનેની ચલ સંપત્તિ 849.11 કરોડ રૂપિયા છે અને અચલ સંપત્તિ 729.77 કરોડ રૂપિયા છે.

જયા બચ્ચનનું બેંક બેલેન્સ 10 કરોડ 11 લાખ 33 હજાર 172 રૂપિયા છે અને અમિતાભ બચ્ચનનું બેંક બેલેન્સ 120 કરોડ 45 લાખ 62 હજાર 83 રૂપિયા છે. જયા બચ્ચન પાસે જે જ્વેલરી છે તેની કિંમત 40.97 કરોડ છે અને તેમની પાસે 9.82 લાખ રૂપિયાની એક કાર છે. બીજી તરફ અમિતાભ બચ્ચન પાસે 54.77 કરોડ રૂપિયાની જ્વેલરી છે અને 16 વાહનો છે. તેની કુલ કિંમત 17.66 કરોડ રૂપિયા છે.

15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. સપાએ ઉત્તર પ્રદેશમાં ઉમેદવારો જાહેર કર્યા છે. 403 બેઠકો વાળા રાજ્યમાં પાર્ટી પાસે 108 બેઠકો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પાસે 252 અને કોંગ્રેસ પાસે બે બેઠકો છે.

આ પણ વાંચોઃ Threat to Blow up Ram Temple: રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, ગુપ્તચર એજન્સીઓ થઇ સજાગ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો