Chotila Utsav

Chotila Utsav: ચોટીલા ઉત્સવ-2024ના પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને કર્યા મંત્રમુગ્ધ

ચોટીલા ઉત્સવ-૨૦૨૪(Chotila Utsav)

 માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર 16 ફેબ્રુઆરી: Chotila Utsav: પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ-૨૦૨૪’નો આજરોજ જગદીશભાઈ ત્રિવેદી, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ શર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વસંત પંચમીના પવિત્ર દિવસે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દ્વારકા, સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના ૧૧ ધાર્મિક સ્થળોએ દર વર્ષે આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન થઈ જ રહ્યું છે. આ ઉપરાંત પ્રતિભાશાળી સ્થાનિક કલાકારોને પોતાના કલાકૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક સુંદર મંચ પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે. ચોટીલા ઉત્સવ યુવા શક્તિને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની રહ્યો છે. આ ઉત્સવના માધ્યમથી સરકાર દ્વારા કલાને જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:- Jealousy: શું તમે જાણો છો “ઈર્ષ્યા” તમને બરબાદ કરી શકે?

૧૧મા ચોટીલા ઉત્સવના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવી જિલ્લા વાસીઓને આ ઉત્સવ અંતર્ગત યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોને મનભરી માણવા અપીલ કરી હતી. ચોટીલા ઉત્સવની શરૂઆત પહેલાં જિલ્લા કલેકટર કે.સી.સંપટે સ્થળ મુલાકાત કરી સમગ્ર કામગીરીનું અવલોકન કર્યું હતું. ત્યારબાદ કલેક્ટરએ કલાગૃપો સાથે વાતચીત તેમણે અભિનંદન પાઠવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫થી ગીર સોમનાથ ખાતે સોમનાથ ઉત્સવ, બનાસકાંઠા ખાતે અંબાજી ઉત્સવ, દ્વારકા ખાતે દ્વારકા ઉત્સવ, ખેડામાં ડાકોર ખાતે ડાકોર ઉત્સવ,  અરવલ્લીમાં શામળાજી ઉત્સવ જેવા અલગ-અલગ ૧૧ પવિત્ર યાત્રાધામો ખાતે બે દિવસનાં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે પણ ૧૧મા ચોટીલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો