Ram Mandir 1

Threat to Blow up Ram Temple: રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, ગુપ્તચર એજન્સીઓ થઇ સજાગ

Threat to Blow up Ram Temple: દેશભરમાંથી દરરોજ લાખો રામભક્તો રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા આવે છે ત્યારે હવે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરીઃ Threat to Blow up Ram Temple : અયોધ્યાનું રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભક્તજનો આતુરતા પુર્વક દર્શન માટે રાહ જોઇ રહ્યા હતા. મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યા બાદ લાખો શ્રદ્ધાળુઓએ પ્રભુ રામના દર્શન કર્યા છે. દેશભરમાંથી દરરોજ લાખો રામભક્તો રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા આવે છે ત્યારે હવે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેની સાથે લખનઉના બક્ષીના તળાવને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

પોલીસને સીતાપુર રોડની બાજુમાં આવેલી પાલ રેસ્ટોરન્ટમાં એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પછી મંદિરની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્તચર એજન્સીઓ પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે. આ ધમકીભર્યો પત્ર મળ્યા બાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા લોકો સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોલીસને મળેલા આ ધમકીભર્યા પત્રમાં અનેક આપત્તિજનક શબ્દો અને એક યુવતીનો નંબર પણ લખવામાં આવ્યો છે. આ ઉપરાંત પત્રમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડી શકે તેવા અન્ય વાંધાજનક શબ્દો પણ લખ્યા છે. પોલીસે તપાસ દરમિયાન પત્રમાં લખેલા યુવતાના નંબર પર ફોન કર્યો તો જાણવા મળ્યું કે આ પ્રકારના પત્ર ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવી રહ્યા હતા. જેમાં પણ આ જ નંબર લખેલા હતા. જેનો નંબર પત્રમાં લખેલો છે તે યુવતીએ બે દિવસ પહેલા જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે હવે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં ઝોયા ખાન અને ઝુબેર ખાનના નામનો ઉલ્લેખ છે. આ મામલો બક્ષી કા તાલાબ પોલીસ સ્ટેશન વિસ્તારના પાલ રેસ્ટોરન્ટનો છે.

આ પણ વાંચોઃ About Cervical Cancer: શું છે સાયલન્ટ કિલર કહેવાતુ સર્વાઇકલ કેન્સર ? વાંચો આ બીમારીના લક્ષણો અને બચવાના ઉપાય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો