Ananya dating Aditya

Ananya dating Aditya : અનન્યા પાંડે કરી રહી છે આ બોલિવુડ એક્ટર સાથે આશિકી, પાર્ટીમાં ખૂણામાં જઇ વાતો કરતા જોવા મળ્યા લવ બર્ડ્ઝ

Ananya dating Aditya : કરણ જોહરે અનન્યા પાંડેને સ્પષ્ટપણે પૂછ્યું હતું કે તેના અને આદિત્ય રોય કપૂર વચ્ચે શું ચાલી કહ્યું છે

મુંબઇ, 20 ઓક્ટોબરઃ Ananya dating Aditya: થોડા વર્ષો પહેલા જ બોલિવુડમાં પગપેસારો કરનારી અભિનેત્રી અનન્યા પાંડે હંમેશા કોઇને કોઇ કારણો સર લાઇમલાઇટમાં રહે છે. અત્યાર સુધી અનન્યા પાંડેના લિંકઅપ અને બ્રેકઅપની ખબરો પણ ઘણીવાર સામે આવી ચુકી છે. હવે એક્ટ્રેસનું નામ એક્ટર આદિત્ય રોય કપૂર સાથે જોડાયું છે.

આ વાતનો ખુલાસો કરણ જોહરે તે સમયે કર્યો જ્યારે અનન્યા પાંડે તેના ચેટ શૉ કૉફી વિથ કરણ 7માં ગેસ્ટ બનીને આવી હતી. આ દરમિયાન કરણ જોહરે અનન્યા પાંડેને સ્પષ્ટપણે પૂછ્યું હતું કે તેના અને આદિત્ય રોય કપૂર વચ્ચે શું ચાલી કહ્યું છે. કારણ કે તેણે એક પાર્ટીમાં બંનેને એક ખૂણામાં કલાકો સુધી વાતો કરતાં જોયા હતાં.

આ પણ વાંચોઃ Central sports minister statement: ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન યાત્રાને જય શાહના નિવેદન બાદ વિવાદ થતા, કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે આપ્યુ નિવેદન- જાણો શું કહ્યું?

કરણ જોહરના આ સવાલથી એક્ટ્રેસ અનન્યા પાંડે ગભરાઇ ગઇ હતી. બસ ત્યારથી જ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વચ્ચે કંઇક રંધાઇ રહ્યું છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. તેના પર સૌકોઇની નજર છે. હવે અનન્યા પાંડે અને આદિત્ય કપૂરે ફિલ્મ મેકર રમેશ તૌરાનીની દિવાલી પાર્ટીમાં હાજરી આપી હતી.

આ પાર્ટીમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ સ્ટાર્સની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. આ જ તસવીરોમાંથી એક તસવીરના બેકગ્રાઉન્ડમાં અનન્યા અને આદિત્ય એક ખૂણામાં ગુપચુપ વાતો કરતાં જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Timeline for bursting firecrackers: દિવાળીમાં માત્ર બે કલાક જ ફોડી શકાશે ફટાકડા, આ શહેરોએ જાહેર કરી ટાઇમલાઇન- વાંચો વિગત

Gujarati banner 01